અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ટહુકાનું તોરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)}} | {{Right|(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અદીઠો સંગાથ | |||
|next = ઘટમાં | |||
}} |
Latest revision as of 11:35, 21 October 2021
ટહુકાનું તોરણ
મકરન્દ દવે
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે —
આ તેજની સવારી કોને કારણે?
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
એક તારાથી પંખીને પારણે —
આ તેજની સવારી કોને કારણે?
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતા સૂરજની લાલી
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી,
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે —
આ તેજની સવરી કોને કારણે?
(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)