અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/ઊંટ કહે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઊંટ કહે| દલપતરામ}}
<poem>
<poem>
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં,

Revision as of 04:51, 9 July 2021

ઊંટ કહે

દલપતરામ

ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.