અનુક્રમ/ટૂંકી વાર્તા : એકાકી અવાજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ફ્રેન્ક ઓ’કોનોર ‘ધ લોન્લી વોઈસ’ના પ્રાસ્તાવિકમાં ટૂંકી વાર્તા વિષે કેટલાંક વિલક્ષણ અને ખૂબ વિચારપ્રેરક નિરીક્ષણો રજૂ કરે છે. એથી ટૂંકી વાર્તાના સ્વરૂપ વિષે કંઈક જુદા જ દૃષ્ટિકોણથી જોવાનું પ્રાપ્ત થાય છે અને ટૂંકી વાર્તાના અભ્યાસની એક નવી દિશા ઊઘડે છે. ઓ’કોનોરના મહત્ત્વના વિચારોને આપણે તારવીને જોઈએ.

અર્વાચીન કલાસ્વરૂપ
<br>
'''અર્વાચીન કલાસ્વરૂપ'''
ફ્રેન્ક ઓ’કોનોરનો પહેલો મુદ્દો એ છે કે ટૂંકી વાર્તા, નવલકથાની પેઠે, એક અર્વાચીન કલાસ્વરૂપ છે. ઓ’કોનોર આ વાત માત્ર કાળક્રમની દૃષ્ટિએ નથી કરતા, સ્વરૂપગત ભેદ પણ એમને અભિપ્રેત છે. તેઓ કહે છે કે જૂના સમયમાં પણ વાર્તાઓ તો કહેવાતી હતી (આને તેઓ વાર્તાકથન’ – ‘story telling’ કહે છે) પણ કવિતા અને નાટકની પેઠે એ સમૂહભોગ્ય (public) કળા હતી. બીજી બાજુથી, કવિતા અને નાટકમાં જે જાતનું ચુસ્ત કલાવિધાન થતું તેનો આ વાર્તાકથનમાં અભાવ હતો, તેથી કવિતા અને નાટકની તુલનામાં એનું સ્થાન મહત્ત્વનું ન હતું. આ વાર્તાકથનથી ભિન્ન એવી ટૂંકી વાર્તા એ તો અર્વાચીન કલાસ્વરૂપ છે. એની અર્વાચીનતા શામાં રહેલી છે? તો ઓ’કોનોર કહે છે કે કવિતા અને નાટક કરતાં ટૂંકી વાર્તા જીવન પ્રત્યેના આપણા પોતાના વલણને વધારે સારી રીતે રજૂ કરે છે; માટે તે, નવલકથાની પેઠે, (કવિતા અને નાટક કરતાં) અર્વાચીન કલાસ્વરૂપ છે.

નવલકથા અને ટૂંકી વાર્તાએ જે રચનારીતિ સિદ્ધ કરી છે તે વિવેચનાત્મક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા જમાનાની નીપજ છે તથા નવલકથાની જેમ જ ટૂંકી વાર્તાનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ – પ્રતીતિકરતાની દૃષ્ટિએ. આ પ્રતીતિકરતા એટલે વાસ્તવસાદૃશ્ય (verisimilitude), વાસ્તવિકતાનો કેવળ અનુવાદ નહિ – એ તો છાપાના અહેવાલમાંથી પણ આપણને મળે – પણ વાસ્તવસદૃશ રૂપે રજૂ થયેલી મનઃકલ્પિત ક્રિયા (ideal action). વાસ્તવસાદૃશ્યને રજૂ કરવાની કૂડીબંધ રીતો હોય છે – જેટલા મહાન લેખકો એટલી રીતો – પણ ઓ’કોનોર સ્પષ્ટ રીતે જણાવે છે કે વાસ્તવસાદૃશ્યનો અભાવ હોય તે તો કોઈ રીતે ચલાવી ન લેવાય. એમ તો કહી જ નહિ શકાય કે “આ ઠેકાણે પાત્રનું વર્તન જરાયે ન સમજાવી શકાય એવું બની જાય છે.” જૂનો વાર્તાકથક પોતાની નિરંકુશ કલ્પનાઓમાં શ્રોતાસમૂહની સંમતિ માની લેતો – “અને એક વખતે મોડી રાતે એક વિચિત્ર વસ્તુ બની.” સમૂહભોગ્ય કળાની આ પ્રયુક્તિઓ, નવલકથાની પેઠે, ટૂંકી વાર્તાએ આરંભકાળથી જ છોડી દીધી છે. ટૂંકી વાર્તા એકાકીપણે વૈયક્તિક રીતે અને વિવેચનાત્મક દૃષ્ટિથી વાંચનારનાં ધોરણોને સંતોષવા માટે નિર્માયેલી વ્યક્તિભોગ્ય (private) કલા તરીકે આરંભાઈ છે અને એ રીતે જ કાર્ય કરવાનું એણે ચાલુ રાખ્યું છે. આ જ ટૂંકી વાર્તાની અર્વાચીનતા.

Line 17: Line 18:
આ વાતને, જરા પાછળથી, તુર્ગેનેવની નવલકથાઓ અને લઘુનવલો (nouvelles)ના ઉદાહરણથી ઓ’કોનોર સમર્થિત કરવાનો પ્રયત્ન કરે છે. નવલકથાનાં પાત્રો વ્યાપક અર્થ કે સત્ય ધરાવે છે, લઘુનવલોનાં પાત્રો ધરાવતાં નથી. એ પાત્રોનો પક્ષ આપણે લેતા નથી. આપણે એમના જગતમાંથી બહાર રહીને એમને નિહાળીએ છીએ, સમભાવ અને સમજપૂર્વક નિહાળીએ છીએ, છતાં આપણને લાગ્યા કરે છે કે એમની સમસ્યાઓ એમની પોતાની જ છે, આપણી નથી; ભલે આપણી આ લાગણી ખોટી પણ હોય.

આપણે આરંભમાં જ જોયું હતું કે નવલકથા અને ટૂંકી વાર્તા બન્ને વૈજ્ઞાનિક બૌદ્ધિક યુગની નીપજ છે અને પ્રતીતિકરતાની દૃષ્ટિએ એની પરીક્ષા થાય છે. આ રીતે, નવલકથા અને ટૂંકી વાર્તા સમાન સ્ત્રોતોમાંથી ઉદ્‌ભવે છે, છતાં ઉપરની ચર્ચા પરથી ખ્યાલ આવશે કે બન્ને જુદી રીતે ઉદ્‌ભવે છે અને બન્ને જુદાં જ સાહિત્યસ્વરૂપો છે. પણ ઓ’કોનોર કહે છે કે બન્ને વચ્ચે જેટલો વૈચારિક (ideological) ભેદ છે. તેટલો સ્વરૂપગત નથી. ટૂંકી વાર્તામાં નિમજ્જિત પ્રજાવર્ગો પ્રત્યેનું આકર્ષણ રહેલું હોય છે. એ પ્રજાવર્ગ કોઈ વખતે રખડુઓ હોય, કોઈ વખતે કલાકારો, કોઈ વખતે એકલ આદર્શવાદીઓ તો કોઈ વખતે ભ્રષ્ટ પાદરીઓ હોય. નવલકથા સભ્ય સમાજના – માણસ જાતિસમુદાયમાં જીવતું પ્રાણી છે એવા – શિષ્ટ પ્રણાલિકાગત ખ્યાલને સ્વીકારીને હજુયે ચાલી શકે છે – જેઈન ઓસ્ટિન અને ટ્રોલોપમાં એમ બને જ છે – પણ ટૂંકી વાર્તાની પ્રકૃતિ જ એવી છે કે એ સમુદાયના ખ્યાલથી દૂર રહે છે અને રંગદર્શિતા, વૈયક્તિકતા અને અસમાધાનવૃત્તિથી ભરેલી બની રહે છે.

*
<center> * </center>
ટૂંકી વાર્તાના વિષયસ્વરૂપનું ફ્રેન્ક ઓ’કોનોરે કરેલું આ પૃથક્કરણ ટૂંકી વાર્તાના બધા લેખકોને કે બધી જ ટૂંકી વાર્તાઓને માટે સાચું ન ઠરે તો એથી આ પૃથક્કરણને નિરર્થક માની લેવાની જરૂર નથી. ધૂમકેતુની વાર્તાઓ માટે એ જેટલું સાચું ઠરે તેટલું રામનારાયણ પાઠકની વાર્તાઓ માટે સાચું ન પણ ઠરે. આયરિશ વાર્તાઓ આ વિચારનું સમર્થન કરે, તો અંગ્રેજી વાર્તાઓ એનાથી જુદી પડે એવું પણ બને. ઓ’કોનોરે પોતાની જ મનોવૃત્તિ અનુસાર પસંદ કરેલી મર્યાદિત સામગ્રીને આધારે આ વિચાર તારવ્યો હોય એવું પણ ભાસે. છતાં અર્વાચીન ટૂંકી વાર્તાના એક બળવાન વલણની આ નોંધ છે એ રીતે એને જોઈ શકાય અને એની વ્યાપક સત્યતાની ખાતરી વીગતપૂર્ણ અભ્યાસથી કરી શકાય.

ટૂંકી વાર્તામાં પ્રજાકીય મનોવૃત્તિ
ટૂંકી વાર્તામાં પ્રજાકીય મનોવૃત્તિ
Line 23: Line 24:
આનું મૂળ, ઓ’કોનોર બતાવે છે કે, સમાજ પ્રત્યેનાં એ રાષ્ટ્રોનાં જે ભિન્નભિન્ન વલણો છે એમાં રહેલું છે. ઝારના સમયના રશિયામાં તેમજ અમેરિકામાં સમાજ પ્રત્યેનું બુદ્ધિજીવીઓનું વલણ ‘એ (સમાજ) કદાચ ચાલે’ એ જાતનું જણાય છે, ઇંગ્લૅંડમાં ‘એ ચાલવો જ જોઈએ’ એવી જાતનું અને આયર્લેન્ડમાં ‘એ ચાલી શકે એમ નથી’ એવું. આજનો યુવાન અમેરિકન કે તુર્ગેનેવના સમયનો યુવાન રશિયન સફળતા અને પ્રભાવને અમુક હદની દોષદૃષ્ટિ (cynicism)થી જોશે; યુવાન અંગ્રેજને, આજે પણ, કોઈ દુર્ભાગ્ય જ સફળતા અને પ્રભાવ પ્રાપ્ત કરતો વારી શકે; જ્યારે યુવાન આયરિશમૅન, હજુ પણ, લોકોનાં અસમજ, ઉપહાસ અને અન્યાય સિવાય કશાની અપેક્ષા રાખી શકતો નથી.

અમેરિકનોએ તો, ઓ’કોનોર જરા પછીથી ઉમેરે છે કે, ટૂંકી વાર્તાની એવી અદ્‌ભુત માવજત કરી છે કે એ એમનું રાષ્ટ્રીય કલાસ્વરૂપ છે એમ કહી શકાય. આનું એક કારણ એ પણ ખરું કે અમેરિકા બહુધા નિમજ્જિત પ્રજાવર્ગોથી વસેલો દેશ છે. અજાણ્યાઓ પ્રત્યે અમેરિકનો લાક્ષણિક મીઠાશ દર્શાવે છે. આ મીઠાશ દરેક પ્રત્યેની અમેરિકન ક્રૂરતાની સાથેસાથે જ રહેલી હોય છે. આ એવા લોકોની મીઠાશ છે જેમના વડવાઓ અપરિચિત સમાજમાં આથડ્યા છે અને જેઓ સમજે છે કે પરિચિત સમાજ એ નિયમ નહિ પણ અપવાદ છે. ટૂંકી વાર્તાનું પ્રાણપ્રદ તત્ત્વ બની રહેલી અમેરિકનોના વર્તનની આ વિચિત્રતા, મોટે ભાગે, વરસો પૂર્વેની કોઈ જીવનરીતિનું વારસાગત પ્રકટીકરણ છે.

આ દૃષ્ટિએ, પરિસ્થિતિને અનુકૂળ બની જનારા અને માનમરતબો હાંસલ કરવા મથતા જુવાનોના દેશ ગુજરાતમાં ટૂંકી વાર્તાની શક્યતા કેવીક ગણાય? સમાજવાદી વિચારસરણીના આગમન પછી આપણે ત્યાં ટૂંકી વાર્તા પાંગરી છે એ બિના આ સંદર્ભમાં ધ્યાનપાત્ર ગણાય.

શુદ્ધ કલાસ્વરૂપ
<br>
'''શુદ્ધ કલાસ્વરૂપ'''
ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો વૈચારિક ભેદ વધારે મહત્ત્વનો ગણાવા છતાં બંને વચ્ચે ઘણો સ્વરૂપગત ભેદ પણ છે એમ ઓ’કોનોર નોંધે જ છે. હવે તેઓ આ સ્વરૂપગત ભેદને સ્ફુટ કરે છે. આ ભેદને સ્થૂળ રીતે વ્યક્ત કરવો હોય તો એમ કહી શકાય કે ટૂંકી વાર્તા ટૂંકી હોય છે. આ અનિવાર્યપણે સાચું નથી પણ એક વ્યાપક સત્ય તરીકે ચાલે એવું છે એમ કહી ઓ’કોનોર એનું તાત્પર્ય જરા વિશિષ્ટ રીતે સમજાવે છે. તેઓ કહે છે કે નવલકથાકાર કોઈપણ રસપ્રદ પાત્રને લે અને એને સમાજની સામે મૂકે, અને પછી એ બન્ને વચ્ચેના સંઘર્ષને અંતે એ પાત્રને સમાજનો પરાભવ કરતો કે એનાથી પરાભવ પામતો બતાવે એટલે એક નવલકથાકાર પાસેથી વાજબી રીતે અપેક્ષા રાખી શકાય તે સઘળું એણે કર્યું કહેવાય. આમ કરવામાં સમયનું તત્ત્વ એની મોટામાં મોટી મૂડી છે; પાત્ર કે પ્રસંગનો સમયાનુક્રમે વિકાસ એ, જીવનમાં પણ આપણને જોવા મળતું, એક મૂળભૂત રૂપ (essential form) છે અને નવલકથાકાર એની વિડંબના કરે તો તે પોતાને જોખમે જ કરે છે.

આને સામે પક્ષે ટૂંકી વાર્તાના લેખક માટે મૂળભૂત રૂપ જેવું કશું હોતું નથી. માનવજીવનની અખિલાઈ કદી પણ એનો વિષયસંદર્ભ હોઈ શકતી નથી, તેથી એણે હંમેશાં એક દૃષ્ટિબિંદુ પસંદ કરતા રહેવું જોઈએ જ્યાંથી એ માનવજીવનની અખિલાઈને પામી શકે; અને એની દરેક પસંદગીમાં સંપૂર્ણ નિષ્ફળતાની તેમજ નવા રૂપની શક્યતા રહેલી હોય છે. થોડી ક્ષણોમાં આખા જીવનકાળને ભરી લેવાનો હોઈ, એ ક્ષણોની પસંદગી ખૂબ કાળજીપૂર્વક થવી જોઈએ અને એ ક્ષણોને એવી દિવ્ય જ્યોતિથી પ્રકાશિત કરવી જોઈએ જેથી જાણે ભૂત, વર્તમાન અને ભાવિ એક સાથે વહી રહ્યાં છે એવું આપણને ભાન થઈ શકે. ઓ’કોનોર અહીં બ્રાઉનિંગનાં ઉત્તમ નાટ્યોર્મિકાવ્યોનો હવાલો આપે છે કે એમાં એક આખી નવલકથાને વિશિષ્ટ અર્થથી સભર એવી એક ક્ષણમાં ઝડપી લીધી હોય છે. દાખલા તરીકે, ડ્યુક ઑફ ફેરારા, એની પહેલી અને બીજી પત્ની તથા પહેલીનું વિલક્ષણ મૃત્યુ – આ બધા વિષે પાંચસો પાનાંની નવલકથાને બદલે પચાસેક લીટીઓ આપણને બ્રાઉનિંગ પાસેથી મળે છે. એમાં એ ડ્યુક બીજાં લગ્નની વાટાઘાટ કરતી વખતે પોતાના પહેલા લગ્નનું વર્ણન કરે છે. એની ઊઘડતી પંક્તિઓ જ આપણા લોહીને થિજાવી દે છે :

એ છે મારી ગત ડચેસ દીવાલ પર ચિતરાયેલી,  
{{Poem2Close}}
દેખાતી જાણે જીવતી ન હોય!
{{Block center|<poem>એ છે મારી ગત ડચેસ દીવાલ પર ચિતરાયેલી,  
દેખાતી જાણે જીવતી ન હોય!</poem>}}
{{Poem2Open}}
આ, ઓ’કોનોર કહે છે કે, એવું મૂળભૂત રૂપ નથી જે વાસ્તવિક જીવનમાંથી આપણને મળી શકે; એ સેન્દ્રિય, સજીવ રૂપ છે – એક જ વીગતમાંથી સ્ફુરતું તથા ભૂત, વર્તમાન અને ભાવિને આવરી લેતું એવું કંઈક આપણું વ્યક્તિગત જીવન નિશ્ચિત ઢાંચામાં ઢળેલું હોય છે; વાર્તાકારે એમાં એવાં નવા સંવિધાનો કરવા તરફ હંમેશાં નજર રાખવી જોઈએ જે એ જૂના ઢાંચાની સમગ્રતાનો સંકેત કરી શકે.

આ પરથી ઓ’કોનોર વાર્તાકાર અને નવલકથાકાર વચ્ચે એક મહત્ત્વનો ભેદ પાડે છે : વાર્તાકાર વિશેષપણે લેખક હોવો જોઈએ, વિશેષપણે કલાકાર હોવો જોઈએ – કદાચ ઉમેરી શકાય કે, વિશેષપણે નાટ્યકાર હોવો જોઈએ. મોટો નવલકથાકાર ઊતરતી કોટિનો લેખક હોય એવું બની શકે, પણ મોટો વાર્તાકાર ઊતરતી કોટિનો લેખક હોય કે એનામાં નાટ્યસૂઝ ન હોય એવું તો કલ્પી જ ન શકાય.