9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
ટૂંકી વાર્તાની આ જે કંઈ લાક્ષણિકતાઓ છે તે એના લાભમાં નવલકથા જ છે એવું કંઈ નથી. નવલકથા તો એક મહાન લોકરંજક (popular) કલા છે અને લોકરંજક કલાની અશુદ્ધિઓથી ભરેલી હોવા છતાં એને ભૌતિક દેહ છે; જ્યારે ટૂંકી વાર્તા જેવી શુદ્ધતર કલા તો ભૌતિક દેહ ગુમાવી બેસવાના સતત ભયમાં છે. ઓ’કોનોરના કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે ટૂંકી વાર્તા નક્કરતા અને જીવંતતા ગુમાવી રહી છે, એ એક કલાકૌશલ બની રહી છે. તેઓ બીજા શબ્દોમાં આ વાત મૂકે જ છે કે ચેખોવથી માંડીને કેથેરિન મેન્સફીલ્ડ અને જેમ્સ જોય્સ સુધીના કુશળ કલાકારોની પેઢીઓએ ટૂંકી વાર્તાને એવી રીતે ઘડી છે કે એમાં હવે બોલતા માણસનો કંઠસ્વર રણકતો નથી. | ટૂંકી વાર્તાની આ જે કંઈ લાક્ષણિકતાઓ છે તે એના લાભમાં નવલકથા જ છે એવું કંઈ નથી. નવલકથા તો એક મહાન લોકરંજક (popular) કલા છે અને લોકરંજક કલાની અશુદ્ધિઓથી ભરેલી હોવા છતાં એને ભૌતિક દેહ છે; જ્યારે ટૂંકી વાર્તા જેવી શુદ્ધતર કલા તો ભૌતિક દેહ ગુમાવી બેસવાના સતત ભયમાં છે. ઓ’કોનોરના કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે ટૂંકી વાર્તા નક્કરતા અને જીવંતતા ગુમાવી રહી છે, એ એક કલાકૌશલ બની રહી છે. તેઓ બીજા શબ્દોમાં આ વાત મૂકે જ છે કે ચેખોવથી માંડીને કેથેરિન મેન્સફીલ્ડ અને જેમ્સ જોય્સ સુધીના કુશળ કલાકારોની પેઢીઓએ ટૂંકી વાર્તાને એવી રીતે ઘડી છે કે એમાં હવે બોલતા માણસનો કંઠસ્વર રણકતો નથી. | ||
આમ છતાં, એ નોંધપાત્ર છે કે, ટૂંકી વાર્તાનું ભાવિ ટૂંકું હોવાનું ઓ’કોનોર માનતા નથી. નવલકથા મૃત્યુ પામી છે એમ આપણને કહેવામાં આવે છે, અને ટૂંકી વાર્તા વિષે પણ કોઈએ એવું કહ્યું છે, પણ આ બધી જાહેરાત સમય પાક્યા પહેલાં જરા વહેલેરી થતી હોય એવું ઓ’કોનોરને લાગે છે. કવિતા અને રંગભૂમિ કે નાટક મૃત્યુ પામ્યાં છે એવી દલીલ કોઈ કરવા માગનું હોય તો એમાં કંઈક તથ્ય હોવાનું સ્વીકારવા એ તૈયાર થાય છે, કેમ કે એ બન્ને આદિમ કળાઓ છે, પરંતુ નવલકથા અને ટૂંકી વાર્તા તો આદિમ કલાસ્વરૂપનાં ધરખમ રૂપાંતરો છે અને એ રૂપાંતર મુદ્રણ, વિજ્ઞાન અને વ્યક્તિગત ધર્મભાવનાની અર્વાચીન પરિસ્થિતિને અનુરૂપ રીતે થયેલાં છે. તેથી એના લોપનું કોઈ કારણ કે શક્યતા દેખાતી નથી, સિવાય કે આખીયે સંસ્કૃતિને, સમૂહ સભ્યતાને કારણે, સર્વસામાન્ય લોપ થાય. એવું બને તો આપણે બધાએ મઠોમાં, અથવા સમૂહ-સભ્યતા એની મના કરે તો ભૂમિગૃહોમાં અને ગુફાઓમાં ચાલ્યા જવાનું રહે; પણ ત્યાંયે, ઓ’કોનોરને વહેમ છે કે ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ કે ‘શોર્ટ સ્ટોરીઝ ઑફ એન્ટન ચેખોવ’ની ફાટીતૂટી નકલને વળગીને બેઠેલા એકાધિક ભક્તો નજરે પડવાના. | આમ છતાં, એ નોંધપાત્ર છે કે, ટૂંકી વાર્તાનું ભાવિ ટૂંકું હોવાનું ઓ’કોનોર માનતા નથી. નવલકથા મૃત્યુ પામી છે એમ આપણને કહેવામાં આવે છે, અને ટૂંકી વાર્તા વિષે પણ કોઈએ એવું કહ્યું છે, પણ આ બધી જાહેરાત સમય પાક્યા પહેલાં જરા વહેલેરી થતી હોય એવું ઓ’કોનોરને લાગે છે. કવિતા અને રંગભૂમિ કે નાટક મૃત્યુ પામ્યાં છે એવી દલીલ કોઈ કરવા માગનું હોય તો એમાં કંઈક તથ્ય હોવાનું સ્વીકારવા એ તૈયાર થાય છે, કેમ કે એ બન્ને આદિમ કળાઓ છે, પરંતુ નવલકથા અને ટૂંકી વાર્તા તો આદિમ કલાસ્વરૂપનાં ધરખમ રૂપાંતરો છે અને એ રૂપાંતર મુદ્રણ, વિજ્ઞાન અને વ્યક્તિગત ધર્મભાવનાની અર્વાચીન પરિસ્થિતિને અનુરૂપ રીતે થયેલાં છે. તેથી એના લોપનું કોઈ કારણ કે શક્યતા દેખાતી નથી, સિવાય કે આખીયે સંસ્કૃતિને, સમૂહ સભ્યતાને કારણે, સર્વસામાન્ય લોપ થાય. એવું બને તો આપણે બધાએ મઠોમાં, અથવા સમૂહ-સભ્યતા એની મના કરે તો ભૂમિગૃહોમાં અને ગુફાઓમાં ચાલ્યા જવાનું રહે; પણ ત્યાંયે, ઓ’કોનોરને વહેમ છે કે ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ કે ‘શોર્ટ સ્ટોરીઝ ઑફ એન્ટન ચેખોવ’ની ફાટીતૂટી નકલને વળગીને બેઠેલા એકાધિક ભક્તો નજરે પડવાના. | ||
ટૂંકી વાર્તામાં વિષયનું મહત્ત્વ | <br> | ||
'''ટૂંકી વાર્તામાં વિષયનું મહત્ત્વ''' | |||
ગ્રંથના ઉપસંહારમાં ઓ’કોનોર વાર્તાલેખનના શિક્ષણ અંગેના પોતાના કેટલાક અનુભવો નોંધે છે. તેમાં એક મહત્ત્વની વાત એ એ નવલકથા કરે છે કે નવલકથા કરતાં ટૂંકી વાર્તા શીખવવી વધારે સહેલી છે; નાટક શીખવવું એનાથીયે સહેલું. નવલકથાથી જુદી પડતી ટૂંકી વાર્તાઓ અને નાટકની એક સમાન લાક્ષણિકતા આ છે : એમાં કેટલાક એવા વિષયો આવે છે જે અનિવાર્યપણે ખરાબ હોય છે અને પરિણામે વિષય પ્રત્યે વધારે અને માવજત (treatment) પ્રત્યે ઓછું ધ્યાન રાખવાનું રહે છે. ટૂંકી વાર્તામાં, નાટકની પેઠે, અવ્યવહિતતાનું તત્ત્વ હોવું જોઈએ, વિષય સીધો આપણા મનસ્તલ સુધી પહોંચી જવો જોઈએ. તાત્પર્ય કે ટૂંકી વાર્તા અને નાટકમાં વિષયનું વિશિષ્ટ મહત્ત્વ છે. | ગ્રંથના ઉપસંહારમાં ઓ’કોનોર વાર્તાલેખનના શિક્ષણ અંગેના પોતાના કેટલાક અનુભવો નોંધે છે. તેમાં એક મહત્ત્વની વાત એ એ નવલકથા કરે છે કે નવલકથા કરતાં ટૂંકી વાર્તા શીખવવી વધારે સહેલી છે; નાટક શીખવવું એનાથીયે સહેલું. નવલકથાથી જુદી પડતી ટૂંકી વાર્તાઓ અને નાટકની એક સમાન લાક્ષણિકતા આ છે : એમાં કેટલાક એવા વિષયો આવે છે જે અનિવાર્યપણે ખરાબ હોય છે અને પરિણામે વિષય પ્રત્યે વધારે અને માવજત (treatment) પ્રત્યે ઓછું ધ્યાન રાખવાનું રહે છે. ટૂંકી વાર્તામાં, નાટકની પેઠે, અવ્યવહિતતાનું તત્ત્વ હોવું જોઈએ, વિષય સીધો આપણા મનસ્તલ સુધી પહોંચી જવો જોઈએ. તાત્પર્ય કે ટૂંકી વાર્તા અને નાટકમાં વિષયનું વિશિષ્ટ મહત્ત્વ છે. | ||
નાટક અંગે આ વાત ઓ’કોનોર જરા વિસ્તારીને કહે છે : નાટક રચવા માટે પાત્ર હોય એ પૂરતું નથી, વાતાવરણ હોય એ પણ પૂરતું નથી, કારણ કે પ્રેક્ષકગણ નીંદરવા લાગે. નાટકમાં તો સુશ્લિષ્ટ ક્રિયા જોઈએ. પડદો પડે ત્યારે બધું બદલાઈ ગયેલું હોવું જોઈએ. લોખંડનો સળિયો વળી ગયો હોવો જોઈએ અને વળી ગયેલો દેખાવો જોઈએ. | નાટક અંગે આ વાત ઓ’કોનોર જરા વિસ્તારીને કહે છે : નાટક રચવા માટે પાત્ર હોય એ પૂરતું નથી, વાતાવરણ હોય એ પણ પૂરતું નથી, કારણ કે પ્રેક્ષકગણ નીંદરવા લાગે. નાટકમાં તો સુશ્લિષ્ટ ક્રિયા જોઈએ. પડદો પડે ત્યારે બધું બદલાઈ ગયેલું હોવું જોઈએ. લોખંડનો સળિયો વળી ગયો હોવો જોઈએ અને વળી ગયેલો દેખાવો જોઈએ. | ||