સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ભોગીલાલ સાંડેસરા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
ભોગીલાલ જયચંદ સાંડેસરાની ગણના ગુજરાતી સાહિત્યનાં શ્રદ્ધેય સંશોધકો, ઇતિહાસજ્ઞો અને વિવેચકોમાં થાય છે. સંસ્કૃતથી જૂની ગુજરાતી સુધીના એમના ઊંડા અભ્યાસથી તેઓ મધ્યકાલીન કૃતિઓના કેટલાંક આધારભૂત ંશોધિત સંપાદનો આપી શક્યા છે.  સાંડેસરાની વિવેચક - સંપાદક તરીકેની પ્રતિભા એમના ‘પંચતંત્ર’ના એક નમૂનારૂપ સંપાદનને આધારે આપણે પામી શકીશું. એમણે આપેલા ૧૨ જેટલાં સંપાદનોને આધારે એમ કહી શકાય કે સંશોધિત સંપાદનમાં સાંડેસરાનું વલણ તુલનાત્મક રહ્યું છે. એમણે જે તે કૃતિઓની તમામ પાઠપરંપરાનો અભ્યાસ કરીને એના પ્રકાશમાં મૂળ પાઠને શોધ્યો છે. વળી, આ સંપાદનોમાં જોડવામાં આવેલી ટિપ્પણીઓ, શબ્દકોશ અને કૃતિપરિચયોના અભ્યાસલેખ પણ સમૃદ્ધ છે.  

સાહિત્યમીમાંસા અને ઇતિહાસ નિમિત્તે સાંડેસરાનું લેખન મૌલિક છે. સાહિત્યવિચાર સંદર્ભે ‘ઊર્મિજન્ય ભાવાભાસ,’ ‘અનુભાવનશક્તિ,’ ‘સાધારણીકરણવ્યાપાર,’ વિશેની ચર્ચામાં સાંડેસરાએ નવો વિચાર રજૂ કર્યો છે . ‘ઊર્મિજન્ય ભાવાભાસ’માં Pathetic Fallacy માટે રમણભાઈએ યોજેલ ‘વૃત્તિમય ભાવાભાસ’ અને નરસિંહરાવે યોજેલ ‘અસત્યભાવારોપણ’ કરતાં ઊર્મિજન્ય ભાવાભાસ’ને સાંડેસરા વધારે યોગ્ય ગણે છે. તેઓ એમના આ વિચારને અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યમાંથી સંખ્યાબંધ નિદર્શનોના આધાર સાથે રજૂ કરે છે.  એ રીતે એમનું વલણ કોઈ પણ વિષયનું તલાવગ્રાહી અભ્યાસ કરવાનું રહ્યું છે.

સાહિત્ય વિભાવ સંદર્ભે સાંડેસરાનું વલણ શાસ્ત્રીય છે. જેમકે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ  રજૂ કરેલી ‘અનુભાવનશક્તિ’ વિશેની  ચર્ચા. વિષ્ણુપ્રસાદે કહ્યું કે  — ભાવકમાં સમાનભાવની કે સમાન સંવેદનની શક્તિ છે ને એને આપણે ‘અનુભાવનાશક્તિ’ એવું નામ આપી શકીએ — પ્રસ્તુત સંદર્ભે સાંડેસરાએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિવિધ હવાલા આપીને પ્રતિપાદિત કર્યું કે પ્રત્યક્ષ કલાનુભવના નામે
સાહિત્ય વિભાવ સંદર્ભે સાંડેસરાનું વલણ શાસ્ત્રીય છે. જેમકે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ  રજૂ કરેલી ‘અનુભાવનશક્તિ’ વિશેની  ચર્ચા. વિષ્ણુપ્રસાદે કહ્યું કે  — ભાવકમાં સમાનભાવની કે સમાન સંવેદનની શક્તિ છે ને એને આપણે ‘અનુભાવનાશક્તિ’ એવું નામ આપી શકીએ — પ્રસ્તુત સંદર્ભે સાંડેસરાએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિવિધ હવાલા આપીને પ્રતિપાદિત કર્યું કે પ્રત્યક્ષ કલાનુભવના નામે કોઈ પણ સ્થિત્યંતરે અનુભાવના નામે શક્તિ પ્રવર્તિ શકે નહીં એટલે આનંદ શબ્દની અનુચિતતા પણ રહે નહીં. એ જ રીતે ‘સાધારણીકરણવ્યાપાર’ સંદર્ભે એમણે કરેલી ચર્ચા રસપ્રદ અને નવી વિચારપ્રક્રિયા જગાડનારી છે.
કોઈ પણ સ્થિત્યંતરે અનુભાવના નામે શક્તિ પ્રવર્તિ શકે નહીં એટલે આનંદ શબ્દની અનુચિતતા પણ રહે નહીં. એ જ રીતે ‘સાધારણીકરણવ્યાપાર’ સંદર્ભે એમણે કરેલી ચર્ચા રસપ્રદ અને નવી વિચારપ્રક્રિયા જગાડનારી છે.
સંશોધન અને સાહિત્યવિભાવની તજજ્ઞતાની સાથે સાંડેસરાની પ્રજ્ઞા ભાષાશાસ્ત્રવિષયક આધારભૂત અભ્યાસ પણ આપે છે. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ગુજરાતી ભાષાના અર્થસંકોચ, અર્થવિસ્તાર, અર્થસંક્રાંતિ જેવાં વિભાવોની ચર્ચા વિશેના છે. અહીં ભાષાનો અભ્યાસ કરવાની વિવિધ તરેહો તથા ભાષાશાસ્ત્રનો પ્રથમ અભ્યાસ ક્યાં થયો ? માનવવાણીની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? જેવા ભાષાવિષયક પ્રશ્નોની ચર્ચા અને અભ્યાસીને ગળે ઊતરે એટલી સરળરીતે સાંડેસરાએ રજૂ કરી છે. સાંડેસરાએ વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંદર્ભો સંખ્યાબંધ નિદર્શનની સહાયથી સમજાવ્યા છે. આ ઉપરાંત સમકાલીન ઇતિહાસ અને વિચારસરણીના ભાષા પરના પ્રભાવની ચર્ચા સાંડેસરાએ  

સરસરીતે કરી છે. એમની પ્રસ્તુત વિષયની પકડ વિષયને વધારે વિષદતાથી સમજાવે છે.  