સાફલ્યટાણું/૨૭. યરવડા જેલમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૭. યરવડા જેલમાં | }} {{Poem2Open}} ખડકી સ્ટેશને પહોંચતાં અમને ઉતારી દેવામાં આવ્યા. ગપ્પાં મારતા મારતા અમે બોગીમાંથી બહાર નીકળ્યા ન નીકળ્યા ત્યાં જેલના વૉર્ડરો અને પોલીસોએ કરડાકીથ...")
 
No edit summary
 
Line 87: Line 87:
જેલમાં મનુષ્યની નબળાઈઓનું જે દર્શન થયું એ અત્યંત આઘાતજનક હતું. સાબરમતી જેલની અંદર બહારથી કેદીઓ તંબાકુ જે રીતે ચોરીછૂપીથી લાવતા એમાં નરી પાશવતા હતી એમ કહીએ તો તે સામે પશુઓ પણ વાંધો લે! કારણ કે મનુષ્યનો આવો વર્તાવ તેમને પરિચિત નથી. હકીકત એવી હતી કે ઓછી સજાવાળા જે કેદીઓ બહાર ખેતરમાં ચોકીપહેરા હેઠળ કામ કરવા જતાં તે ત્યાંથી થોડીક તંબાકુ મેળવી સંતાડીને લઈ આવતા. આમાંનું એક સ્થાન હતું ગુદા. ગુદામાં કપડાના વીંટામાં કોઈ વાર તંબાકુ લઈ આવતો અને એમાંથી કેટલાકને પોતાની હાજરીમાં પોલીસ શૌચ કરાવતી. એ વખતે મને થતું કે માણસના સ્વભાવ ઉપરના આવા જુલમ અનિવાર્ય ખરા? કહેવાતા જો ‘ભદ્ર’ લોકો પોતાનાં વ્યસનોના ગુલામ હોય, તો જેમનો ભદ્રતાનો કોઈ દાવો નથી એવા કહેવાતા ‘સામાન્ય' લોકોને એમની ખરાબ ટેવમાંથી બહાર લાવવા હોય તો તે માટેના બીજા કોઈ ઉપાય ન હોય? આ પ્રશ્નોના હજુ સુધી સર્વસંમત ઉત્તર મળતા નથી. અમારી સાથે શંભુભાઈ નામના સૌરાષ્ટ્રના જાણીતા કાર્યકર હતા. એમને ‘તિકડમ્’ સામે વિરોધ હતો. પોતાની રીતે એ ‘તિકડમ્’ કરનારને સમજાવવા પ્રયત્ન પણ કરતા. એમાં અવારનવાર એ સફળ થતા. ‘તિકડમ્'થી બીડી મેળવનારને સમજાવી એ બીડી તેમની પાસેથી લઈ તે મેજર ગાર્વિનને પહોંચાડતા. કોની પાસેથી એ મળી હતી એ નામ કહેવાનો એ સ્પષ્ટ ઈન્કાર કરતા. એ રીતે જેલતંત્ર સાથે સહકાર ન કરવાથી ગુનો થતો હોય તો તેવા ગુનાની સજા વેઠવા પણ એ તૈયાર હતા. અમે સમાચાર માટે આતુર રહેતા તેવી કોઈ ઈંતેજારી શંભુભાઈ દાખવતા નહીં. એમના આ મનોબળ અને નૈતિક હિંમતને માટે મને ઘણું માન થતું. સિદ્ધાંતનિષ્ઠામાં બહુ ઓછા એમની હરોળમાં ઊભા રહી શકે. સૌરાષ્ટ્રના જાહેરજીવનમાં એમણે જુદા જુદા મુદ્દા ઉપર અનેકવાર કરેલા ઉપવાસો અંગે મતભેદ હોઈ શકે; પરંતુ એમની નિષ્ઠા અંગે તો એમના કઠોરમાં કઠોર ટીકાકારને પણ શ્રદ્ધા દાખવવી જ પડે. આમ, વિવિધ અનુભવોથી ભરેલી નવ માસની મારી જેલની સજા પૂરી થઈ અને જેલનાં કપડાં જેલને સોંપી દઈ, મારાં પોતાનાં ખાદીનાં કપડાંમાં અને જેલ તરફથી મને આપવામાં આવેલા સુરત સુધીના ત્રીજા વર્ગના ટિકિટ-ભાડાની રકમ લઈ હું જેલના દરવાજામાંથી નીકળ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૨૬. જેલ અને અંદરની દુનિયા
|next = ૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે
}}
<br>
1,149

edits