બાળ કાવ્ય સંપદા/મારી દોસ્ત ચકલી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મારી દોસ્ત ચકલી|લેખક : | {{Heading|મારી દોસ્ત ચકલી|લેખક : વિનોદ ગાંધી<br>(1953)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Latest revision as of 17:05, 9 April 2025
મારી દોસ્ત ચકલી
લેખક : વિનોદ ગાંધી
(1953)
ચકલી મારી દોસ્ત હતી તે ડાળે આવી બેઠી,
મેં ચણ નાંખ્યા તેથી પાછી આવી ગઈ એ હેઠી.
ચકલીજીને તરસ લાગી તે ઊડતી ઊડતી આવી,
ચાંચ ડૂબાડી કરી દીધી લ્યો, આખી ઠીબને એંઠી.
હું તો સમજ્યો, ચકલીજી તો સમજુ છે ને સારી,
નજર ચૂકવી મારી, મારા ઘરમાં આવી પેઠી.
તરણાં, દોરાં, ઘાસફૂસથી ઘરને ડહોળી નાંખ્યું,
આવી એની હરકત મેં તો દોસ્ત જાણીને વેઠી.
ચણ નાંખું, પાણી પીવડાવું, ‘આવ’ કહી બોલાવું,
હું જાણું એ ભોળું પંખી વ્હાલ કરું છું તેથી.