ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/યશવંતરાય ગુલાબભાઈ નાયક: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
Line 7: Line 7:
શ્રી. પોપટલાલ ગો. શાહ સાથેના ગાઢ પરિચયે વિજ્ઞાનનાં પુસ્તકો લખવામાં તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ઈ. ૧૯૩૯માં મળેલી વિજ્ઞાન પરિષદ પણ તેમની લેખનપ્રવૃત્તિનું ઉત્તેજક બળ બની હતી. તેમણે વિજ્ઞાનની શોધખોળના બાર-તેર જેટલા મૌલિક લેખો અંગ્રેજીમાં પ્રગટ કર્યા છે. પારિભાષિક શબ્દોની રચનામાં ફાર્બસ ગુજરાતી સભામાં તેમણે સક્રિય ફાળો આપ્યો છે. શાળાઓ અને કૉલેજોમાં ઉપયોગી થાય તેવાં વિજ્ઞાનનાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પણ તેમણે રચ્યાં છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિઓ:'''
<poem>
<poem>
કૃતિનું નામ *વિષય  *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
:કૃતિનું નામ *વિષય  *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
૧. પૃથ્વીનો ઇતિહાસ *વિજ્ઞાન *૧૯૩૫ *૧૯૩૬ *ફાર્બસ સભા મુંબઈ *મૌલિક
:૧. પૃથ્વીનો ઇતિહાસ *વિજ્ઞાન *૧૯૩૫ *૧૯૩૬ *ફાર્બસ સભા મુંબઈ *મૌલિક
૨. પદાર્થ વિજ્ઞાન અને રસાયણ *વિજ્ઞાન *૧૯૩૬ *૧૯૩૭ એજ્યુકેશનલ બુક્સ કું. મુંબઈ *મૌલિક
:૨. પદાર્થ વિજ્ઞાન અને રસાયણ *વિજ્ઞાન *૧૯૩૬ *૧૯૩૭ એજ્યુકેશનલ બુક્સ કું. મુંબઈ *મૌલિક
૩. સૃષ્ટિવિજ્ઞાન ભા. ૧-૨-૩ *વિજ્ઞાન *૧૯૩૭ *૧૯૩૮ *જનરલ બુક ડીપો, મુંબઈ *મૌલિક
:૩. સૃષ્ટિવિજ્ઞાન ભા. ૧-૨-૩ *વિજ્ઞાન *૧૯૩૭ *૧૯૩૮ *જનરલ બુક ડીપો, મુંબઈ *મૌલિક
૪. સરળ આરોગ્ય વિજ્ઞાન *વિજ્ઞાન *૧૯૩૮ *૧૯૩૮ *જનરલ બુક ડીપો, મુંબઈ *મૌલિક
:૪. સરળ આરોગ્ય વિજ્ઞાન *વિજ્ઞાન *૧૯૩૮ *૧૯૩૮ *જનરલ બુક ડીપો, મુંબઈ *મૌલિક
૫. બાળકોનું વિજ્ઞાન ભા. ૧થી ૭ *બાલવિજ્ઞાન *૧૯૪૩ *૧૯૪૫ * એજ્યુકેશનલ બુકસ કું. તથા બબાભાઈ સો.શાહ *મૌલિક
:૫. બાળકોનું વિજ્ઞાન ભા. ૧થી ૭ *બાલવિજ્ઞાન *૧૯૪૩ *૧૯૪૫ * એજ્યુકેશનલ બુકસ કું. તથા બબાભાઈ સો.શાહ *મૌલિક
૬. ૫દાર્થ વિજ્ઞાન અને રસાયણની પરિભાષા *વિજ્ઞાન *૧૯૪૨ *૧૯૪૩ * મુંબઈ યુનિવર્સિટી *મૌલિક
:૬. ૫દાર્થ વિજ્ઞાન અને રસાયણની પરિભાષા *વિજ્ઞાન *૧૯૪૨ *૧૯૪૩ * મુંબઈ યુનિવર્સિટી *મૌલિક
૭. Text book of F. Y. Sc.Physics. *વિજ્ઞાન *૧૯૩૯ *૧૯૩૯ * Educational Publishing Co. Bombay *મૌલિક
:૭. Text book of F. Y. Sc.Physics. *વિજ્ઞાન *૧૯૩૯ *૧૯૩૯ * Educational Publishing Co. Bombay *મૌલિક
૮. Text book of I. Sc. Physics *વિજ્ઞાન *૧૯૪૩ *૧૯૪૩ *Khadyata Book Depot, Ahmedabad *મૌલિક
:૮. Text book of I. Sc. Physics *વિજ્ઞાન *૧૯૪૩ *૧૯૪૩ *Khadyata Book Depot, Ahmedabad *મૌલિક
</poem>
</poem>
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}

Revision as of 15:21, 22 April 2025

યશવંતરાય ગુલાબભાઈ નાયક

શ્રી. નાયકનો જન્મ તેમના મૂળ વતન સુરત જિલ્લાના વેગામ ગામમાં અનાવિલ જ્ઞાતિમાં તા. ૬-૭-૧૯૦૯ ના રોજ થયેલો. તેમના પિતાનું નામ ગુલાબભાઈ ફકીરભાઈ નાયક અને માતાનું નામ જમનાબહેન છે. તેમનું લગ્ન ઈ. ૧૯૨૩માં શ્રી. મણિબહેન સાથે થયેલું છે. પ્રાથમિક અભ્યાસ સુરત જિલ્લાના વેગામ, દાંડી અને નાગધરા ગામમાં કર્યા બાદ તેમણે માધ્યમિક કેળવણી અનુક્રમે વેગામ, મંદિર અને નવસારીમાં લીધી હતી. ત્યારબાદ ઈ. ૧૯૨૮માં વડોદરા કૉલેજમાંથી બી. એસસી.ની પરીક્ષા પહેલા વર્ગમાં માનસહિત પસાર કરીને તેઓ યુનિવર્સિટીમાં બીજે નંબરે આવ્યા અને વડોદરા કૉલેજના ફેલો નિમાયા. તે પછી ઈ. ૧૯૩૨માં એમ. એસસી. અને ઈ. ૧૯૩૭માં પીએચ. ડી. ની ઉપાધિઓ મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં નોકરી કરતાં કરતાં તેમણે મેળવી હતી હાલમાં તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના મુખ્ય અધ્યાપક તરીકે કામ કરે છે. તેમના જીવન ઉપર ઊંડી અસર કરનાર ‘રામાયણ’, ‘મહાભારત’, ‘લા મિઝરાબ્લ’, ‘વિકાર ઑફ વેકફિલ્ડ’, ‘રેઝર્સ એજ’ વગેરે જગવિખ્યાત ગ્રંથો છે. તેમનો જીવન-ઉદ્દેશ વિજ્ઞાનની સેવા કરવાનો છે. તેમના પ્રિય લેખકો વિકટર હ્યુગો અને થૉમસ હાર્ડી છે. તેમનો પ્રિય લેખનવિષય ભૌતિકશાસ્ત્ર છે. વિજ્ઞાનની અનેક સંસ્થાઓ જેવી કે ‘ગુજરાત પ્રકૃતિ મંડળ’, ‘ઇન્ડિયન સાયન્સ કૉન્ગ્રેસ’, ‘તારક મંડળ,’ વગેરે સાથે તેઓ જોડાએલા છે. તેમનો મનપસંદ સાહિત્યપ્રકાર નવલિકા છે. શ્રી. પોપટલાલ ગો. શાહ સાથેના ગાઢ પરિચયે વિજ્ઞાનનાં પુસ્તકો લખવામાં તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ઈ. ૧૯૩૯માં મળેલી વિજ્ઞાન પરિષદ પણ તેમની લેખનપ્રવૃત્તિનું ઉત્તેજક બળ બની હતી. તેમણે વિજ્ઞાનની શોધખોળના બાર-તેર જેટલા મૌલિક લેખો અંગ્રેજીમાં પ્રગટ કર્યા છે. પારિભાષિક શબ્દોની રચનામાં ફાર્બસ ગુજરાતી સભામાં તેમણે સક્રિય ફાળો આપ્યો છે. શાળાઓ અને કૉલેજોમાં ઉપયોગી થાય તેવાં વિજ્ઞાનનાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પણ તેમણે રચ્યાં છે.

કૃતિઓ:

***