અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/સામસામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સામસામાં|પન્ના નાયક}} <poem> તું અને હું આપણા દેહ બે પણ પ્રાણ એ...")
 
No edit summary
 
Line 20: Line 20:
ઋણાનુબંધના દોરાથી!
ઋણાનુબંધના દોરાથી!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = શિશુ
|next = સ્નૅપ-શૉટ
}}

Latest revision as of 11:28, 22 October 2021


સામસામાં

પન્ના નાયક

તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક—
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન-કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વી કારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો—
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!