પન્ના નાયક
તું અને હું આપણા દેહ બે પણ પ્રાણ એક— એ વાતને સાચી ઠરાવવાના લાખ પ્રયત્ન-કરીએ છીએ પણ આપણી ભીતર તો સતત રણક્યા કરે છે અસ્વી કારનું અસ્તિત્વ! આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો— સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી!