8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્નૅપ-શૉટ|પન્ના નાયક}} <poem> આજે ખુશ છું કેમ, એ તો નથી સમજાતું....") |
No edit summary |

Line 11: | Line 11: | ||
સૂવાના ઓરડામાં ટાંગી શકાય? | સૂવાના ઓરડામાં ટાંગી શકાય? | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: સુખની નેગેટિવ — જગદીશ જોષી

{{Poem2Open}} | |||
આનંદની ક્ષણ જેટલું જ લઘુ કાવ્ય અહીં મળે છે. ‘આજે’ ખુશ છું: એટલે કે ગઈ કાલે તો સુખી નહોતી જ, નહોતી. અને આવતી કાલના કિનારા તો કોણ જોઈ શક્યું છે? માત્ર ‘અત્યારે’ને બદલે આખી ‘આજ’નો સમાવેશ થઈ શક્યો છે એ જ કૌતુક! આપણું સુખ જ્યારે કોઈ બાહ્ય કારણ ઉપર અવલંબે ત્યારે, કારણ ખસી જતાં, ખુશી પણ અલ્વિદા કહે છે. | |||
કેમ ખુશ છું ‘એ તો નથી સમજાતું.’ સમજણની એરણ પર સુખને મૂકીને ઘડી શકાય એટલો સમય પણ એ ક્યાં ટકે છે? અને સમજવાથી કામ પણ શું છે? છું… સુખી છું… એ જ તો વિરલ ઘટના છે! સુખ છે. તેને માણવાની, તે પ્રત્યે સભાન થવાની વાત છોડો: સમય ટૂંકો છે; માટે જે સુખ છે, ઘડી-બે-ઘડીનું જે સુખ આવી પડ્યું છે તે વિલાવાનું છે, માટે જ તે વિલાપ પહેલાં ન વિલાય તેનો કોઈ પ્રબંધ કરો! | |||
કવયિત્રીને એક વિચાર સૂઝે છે; સુખને શાશ્વત બનાવવાની આ પંચવર્ષીય યોજના ત્રણ તબક્કે પાર પાડવી… જો પાર પામી કે પાડી શકાતી હોય તો! એક તો એનો ‘સ્નૅપ’-શૉટ લેવાનો (કૅમેરાના જાણકારો માટે શટરની ઝડપ કેટલી એ વિચારવાનો પણ સમય ક્યાં છે?) (એ પ્રિન્ટ સારી આવે તો!?) એને મઢાવવાનો અને ત્રીજા તબક્કામાં આ સ્નૅપ-શૉટ ‘ટાંગવાનો’! ટાંગવામાં જ તો નિર્જીવતા સજીવ થાય છે. છતાં, ટાંગવાનું ક્યાં… ‘સૂવાના ઓરડામાં…’ સહજીવનના સાક્ષી સમો આ ઓરડો, જ્યારે રણ સમી અડીખમ દીવાલોમાં જ ગોંધાઈ રહ્યો છે ત્યારે એ વિસ્તરતા જતા રણની દીવાલ પર ભીનેરાં ઝાંઝવાંનું એકાદ ચિત્ર લટકાવ્યું હોય… તો… ક્યારેક ક્યારેક સ્મરણનાં ચક્ષુઓ સળકી તો ઊઠે! સ્મરણમાં ઝૂમતું આ લીલું વૃક્ષ જો મઢાવી લઈએ તો? રે મન, ચિત્રોમાંનાં વૃક્ષો ક્યારેય છાંયો… વિસામો આપી શક્યાં છે ખરાં? | |||
આ ક્ષણ ‘ખુશી’ની છે. એ એક વરદાન છે; પણ એ ક્ષણને અલ્પ આયુષ્યનો અભિશાપ છે. આનંદની લાગણીને તમે લલકારો ત્યાં તો હોઠ સીવી લેવા પડે એવી સ્થિતિ આવી પડે! આનંદની પરાકાષ્ઠાની ક્ષણે આ વિચાર આવે છે એ જ તો આખી પ્રક્રિયાની કરુણતા છે. સુખ તો જીવનમાં ફોટો પાડી લેવો પડે એવી તદ્દન વિરલ ઘટના છે! | |||
સુખની ક્ષણિકતાને ચિરયૌવન બક્ષવાની ઝંખના સાહિત્યમાં ને માનવજીવનમાં અનંતતાથી તરસી રહી છે. ડેઝડિમોનાના બાહુપાશમાં મદહોશ ઑથેલો પણ ચિત્કારી ઊઠે છે. | |||
‘It is were now to die, it were | |||
now to be most happy.’ | |||
સુરેશ જોષી કહે છે: | |||
હું ખુશ છું – બેહદ આજ ખુશ છું. | |||
પણ કવિને અંતે તો કહેવું જ પડે છે: | |||
મારી ખુશીનો પટ ના પ્રલંબ… | |||
તો, સુન્દરમ્ કહે છે: | |||
જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો | |||
એને | |||
અનંત વિરામહીણી શાશ્વતીમાં | |||
કોઈ પણ રીતે જડી દેવાય તો! | |||
પન્ના નાયકની કૃતિઓમાંની આ લઘુકૃતિ સુખની ક્ષણની લઘુતાને કૃતિના લાઘવથી એક અનેરો મીણો ચઢાવે છે. | |||
{{Right|(‘એકાંતની સભા'માંથી)}} | |||
{{Poem2Close}} | |||