31,409
edits
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/નૈસર્ગિકતા અને કલાકૌશલ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/નૈસર્ગિકતા અને કલાકૌશલ without leaving a redirect) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
અહીં આપણને ભારતીય કાવ્યશારત્રીઓની યાદ આવ્યા વિના ન રહે કે જેમણે શક્તિ એટલે કે નૈસર્ગિક પ્રતિભાને કાવ્યસર્જનમાં મૂળભૂત માની છે પણ એમાં જગતજ્ઞાન તથા કાવ્યકૌશલની તાલીમનો સાથ આવશ્યક માન્યો છે. એ સાથથી જ કાવ્ય ઉત્કર્ષને પામે છે એમ માન્યું છે. | અહીં આપણને ભારતીય કાવ્યશારત્રીઓની યાદ આવ્યા વિના ન રહે કે જેમણે શક્તિ એટલે કે નૈસર્ગિક પ્રતિભાને કાવ્યસર્જનમાં મૂળભૂત માની છે પણ એમાં જગતજ્ઞાન તથા કાવ્યકૌશલની તાલીમનો સાથ આવશ્યક માન્યો છે. એ સાથથી જ કાવ્ય ઉત્કર્ષને પામે છે એમ માન્યું છે. | ||
ઉદાત્તતાના પાંચ મૂલસ્રોત લૉંજાઇનસ ગણાવે છે તેમાંથી બે – વિચાર અને ભાવાવેગ–ને એ નૈસર્ગિક ગણાવે છે ને ત્રણ – અલંકારરચના, પદાવલી અને સંઘટના –ને એ કલાજન્ય લેખે છે. નૈસર્ગિક અને કલાજન્ય ઘટકો વચ્ચે કઈ જાતનો સંબંધ લૉંજાઇનસને અભિપ્રેત છે તે તપાસવાયોગ્ય છે. આ ઘટકો એક પછી એક નહીં પણ એકસાથે પ્રવર્તતા ઘટકો છે એ તો સ્પષ્ટ છે. તો પછી અલંકાર વગેરેનું ભાવાવેગ વગેરે પરત્વે શું કાર્ય છે? એ ભાવાવેગ વગેરેને આણે છે કે એને અભિવ્યક્ત કરે છે? આ બાબતની કોઈ સ્પષ્ટ સમજૂતી લૉંજાઇનસમાંથી આપણને મળતી નથી, પણ કલાકૌશલોનું નિરૂપણ એમણે વિચાર તથા ભાવાવેગને મૂર્ત કરવામાં કે એની સાથે તાલ મિલાવવામાં સફળતા-નિષ્ફળતાની દૃષ્ટિએ કર્યું છે અને વિચાર તથા ભાવાવેગની સ્થિતિ કલાકૌશલો વિના એમણે કલ્પી જણાતી નથી (કલાકૌશલોની વિચાર તથા ભાવાવેગ વિનાની સ્થિતિ એમણે કલ્પી છે ખરી), તેથી નૈસર્ગિક અને કલાજન્ય ઘટકો વચ્ચે એમને કોઈક જાતનો આંતરસંબંધ અભિપ્રેત છે એમ સમજાય છે. | ઉદાત્તતાના પાંચ મૂલસ્રોત લૉંજાઇનસ ગણાવે છે તેમાંથી બે – વિચાર અને ભાવાવેગ–ને એ નૈસર્ગિક ગણાવે છે ને ત્રણ – અલંકારરચના, પદાવલી અને સંઘટના –ને એ કલાજન્ય લેખે છે. નૈસર્ગિક અને કલાજન્ય ઘટકો વચ્ચે કઈ જાતનો સંબંધ લૉંજાઇનસને અભિપ્રેત છે તે તપાસવાયોગ્ય છે. આ ઘટકો એક પછી એક નહીં પણ એકસાથે પ્રવર્તતા ઘટકો છે એ તો સ્પષ્ટ છે. તો પછી અલંકાર વગેરેનું ભાવાવેગ વગેરે પરત્વે શું કાર્ય છે? એ ભાવાવેગ વગેરેને આણે છે કે એને અભિવ્યક્ત કરે છે? આ બાબતની કોઈ સ્પષ્ટ સમજૂતી લૉંજાઇનસમાંથી આપણને મળતી નથી, પણ કલાકૌશલોનું નિરૂપણ એમણે વિચાર તથા ભાવાવેગને મૂર્ત કરવામાં કે એની સાથે તાલ મિલાવવામાં સફળતા-નિષ્ફળતાની દૃષ્ટિએ કર્યું છે અને વિચાર તથા ભાવાવેગની સ્થિતિ કલાકૌશલો વિના એમણે કલ્પી જણાતી નથી (કલાકૌશલોની વિચાર તથા ભાવાવેગ વિનાની સ્થિતિ એમણે કલ્પી છે ખરી), તેથી નૈસર્ગિક અને કલાજન્ય ઘટકો વચ્ચે એમને કોઈક જાતનો આંતરસંબંધ અભિપ્રેત છે એમ સમજાય છે. | ||
લૉંજાઇનસનું એક વિધાન આ બાબતમાં અત્યંત ધ્યાન ખેંચનારું બની રહે છે. એ કહે છે કે “વાગભિવ્યક્તિનાં કેટલાકં ઘટકો કેવળ નૈસર્ગિકતાને વશ છે એ હકીકત જ કલા સિવાય બીજા કશાથી જાણી શકાતી નથી. | લૉંજાઇનસનું એક વિધાન આ બાબતમાં અત્યંત ધ્યાન ખેંચનારું બની રહે છે. એ કહે છે કે “વાગભિવ્યક્તિનાં કેટલાકં ઘટકો કેવળ નૈસર્ગિકતાને વશ છે એ હકીકત જ કલા સિવાય બીજા કશાથી જાણી શકાતી નથી.”<ref>... the very fact that there are some elements of expression which are in the hands of nature alone, can be learnt from no other source than art.</ref> આનો સીધો અર્થ તો એવો થાય કે કલાનું વિનિયોજન થાય છે ત્યારે જ ખબર પડે છે કે કેટલાંક ઘટકો તો એના હાથબહારની વાત છે, એટલે કે કલાની અપર્યાપ્તતા પ્રતીત થાય છે. પણ આમાંથી એવા અર્થ સુધી પણ પહોંચી શકાય કે નૈસર્ગિકતાને વશ જે ઘટકો છે એની પ્રતીતિ માટેયે કલાનું વિનિયોજન આવશ્યક છે. એટલે કે નૈસર્ગિકતા અને કલાની પરસ્પરોપકારકતા છે. કલા વિના નૈસર્ગિકતા સિદ્ધ થતી નથી અને નૈસર્ગિકતા વિનાની કલાનો તો કોઈ અર્થ જ નથી. | ||
નૈસર્ગિક અને કલાજન્ય ઘટકોની પરસ્પરોપકારકતા દર્શાવતાં લૉંજાઇનસનાં સ્પષ્ટ વિધાનો પણ મળે છે. જેમ કે – | નૈસર્ગિક અને કલાજન્ય ઘટકોની પરસ્પરોપકારકતા દર્શાવતાં લૉંજાઇનસનાં સ્પષ્ટ વિધાનો પણ મળે છે. જેમ કે – | ||
“કલા ત્યારે જ પરિપૂર્ણ બને છે જ્યારે એ નૈસર્ગિક લાગે છે અને નૈસર્ગિકતા ત્યારે જ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે જ્યારે એનામાં કલા સમાયેલી હોય છે.”<ref>૪</ref> | “કલા ત્યારે જ પરિપૂર્ણ બને છે જ્યારે એ નૈસર્ગિક લાગે છે અને નૈસર્ગિકતા ત્યારે જ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે જ્યારે એનામાં કલા સમાયેલી હોય છે.”<ref>૪</ref> | ||