31,402
edits
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર without leaving a redirect) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાવાવેગ (પૅશન/ઇમોશન) એટલે ચિત્ત ગતિશીલ થવું, ક્ષુભિત થવું તે. ઉત્કટ અને સહજપ્રેરિત ભાવાવેગ એ ઉદાત્તતાસાધક એક બીજું મહત્ત્વનું તત્ત્વ છે. લૉંજાઇનસ કહે છે કે સાચા અને યથાસ્થાને યોજાયેલા, અને પ્રબલતાથી ઊછળી આવીને વક્તાના શબ્દોને જાણે કે ઉન્મત્તતાથી અને અલૌકિકતાથી ભરી દેતા ભાવાવેગ સમો ઉદાત્ત સૂર બીજો એકેય નથી. ભાવાવેગ વિચારનું પણ આવશ્યક સહકારી તત્ત્વ છે. ગરિમાયુક્ત વિચારો ઘણી વાર ભાવાવેગયુક્ત વાણીમાં વ્યક્ત થાય છે અને એનાથી અભિવ્યક્તિની ઉદાત્તતા નિશ્ચિતપણે સિદ્ધ થાય છે. અલંકાર વગેરેની સાર્થકતા પણ લૉંજાઇનસ વારંવાર ભાવાવેગને અનુલક્ષીને કરે છે એ પરથી સમજાય છે કે ભાવાવેગ એમને મન કાવ્યત્વની કેવી મોટી કસોટી છે. મોટી વાત તો એ છે કે લૉંજાઇનસને પ્લેટોની જેમ ભાવાવેગનો કોઈ ભય કે સંકોચ નથી, કે નથી એમને ભાવાવેગના વિરેચન કે રૂપાન્તર(કેથાર્સિસ)નો કોઈ સિદ્ધાંત આગળ કરવાની જરૂર પડતી. ભાવાવેગ ભાવાવેગ તરીકે જ એમને ઇષ્ટ છે. | ભાવાવેગ (પૅશન/ઇમોશન) એટલે ચિત્ત ગતિશીલ થવું, ક્ષુભિત થવું તે. ઉત્કટ અને સહજપ્રેરિત ભાવાવેગ એ ઉદાત્તતાસાધક એક બીજું મહત્ત્વનું તત્ત્વ છે. લૉંજાઇનસ કહે છે કે સાચા અને યથાસ્થાને યોજાયેલા, અને પ્રબલતાથી ઊછળી આવીને વક્તાના શબ્દોને જાણે કે ઉન્મત્તતાથી અને અલૌકિકતાથી ભરી દેતા ભાવાવેગ સમો ઉદાત્ત સૂર બીજો એકેય નથી. ભાવાવેગ વિચારનું પણ આવશ્યક સહકારી તત્ત્વ છે. ગરિમાયુક્ત વિચારો ઘણી વાર ભાવાવેગયુક્ત વાણીમાં વ્યક્ત થાય છે અને એનાથી અભિવ્યક્તિની ઉદાત્તતા નિશ્ચિતપણે સિદ્ધ થાય છે. અલંકાર વગેરેની સાર્થકતા પણ લૉંજાઇનસ વારંવાર ભાવાવેગને અનુલક્ષીને કરે છે એ પરથી સમજાય છે કે ભાવાવેગ એમને મન કાવ્યત્વની કેવી મોટી કસોટી છે. મોટી વાત તો એ છે કે લૉંજાઇનસને પ્લેટોની જેમ ભાવાવેગનો કોઈ ભય કે સંકોચ નથી, કે નથી એમને ભાવાવેગના વિરેચન કે રૂપાન્તર(કેથાર્સિસ)નો કોઈ સિદ્ધાંત આગળ કરવાની જરૂર પડતી. ભાવાવેગ ભાવાવેગ તરીકે જ એમને ઇષ્ટ છે. | ||
સાચા અને પ્રામાણિક ભાવાવેગ વિનાની કવિતા લૉંજાઇનસની દૃષ્ટિએ નિઃસાર બની જાય છે. એમણે ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’ની તુલના કરી છે તે આ સંદર્ભમાં જોવા જેવી છે. લૉંજાઇનસ ‘ઇલિઅડ’ કરતાં ‘ઑડિસી’ને ઊતરતી રચના લેખે છે એનું એક કારણ એ છે કે ‘ઑડિસી’માં ભાવાવેગની અલ્પતા, દુર્બળતા છે; ‘ઇલિઅડ’માં મોજાંની જેમ એક ઉપર એક ઊછળી આવતા ભાવાવેગ છે તેવું ‘ઑડિસી’માં નથી. ‘ઑડિસી’ કેટલેક અંશે માનવચરિત્રને, એના વ્યવહારવર્તનને વર્ણવતી કૉમેડી (કૉમેડી ઑવ્ મૅનર્સ) બની જાય છે. અને લોંજાઇનસનો અભિપ્રાય છે કે “જ્યારે ભાવાવેગ હ્રાસ પામે છે ત્યારે મહાન કવિઓની પ્રતિભા ચરિત્રાલેખનની અભિવ્યક્તિમાં સરી પડે છે.” એમને મતે “ચરિત્રચિત્રણને મનોરંજકતા સાથે સંબંધ છે. જ્યારે ભાવાવેગને છેવટે ઉદાત્તતા સાથે જ સંબંધ છે. | સાચા અને પ્રામાણિક ભાવાવેગ વિનાની કવિતા લૉંજાઇનસની દૃષ્ટિએ નિઃસાર બની જાય છે. એમણે ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’ની તુલના કરી છે તે આ સંદર્ભમાં જોવા જેવી છે. લૉંજાઇનસ ‘ઇલિઅડ’ કરતાં ‘ઑડિસી’ને ઊતરતી રચના લેખે છે એનું એક કારણ એ છે કે ‘ઑડિસી’માં ભાવાવેગની અલ્પતા, દુર્બળતા છે; ‘ઇલિઅડ’માં મોજાંની જેમ એક ઉપર એક ઊછળી આવતા ભાવાવેગ છે તેવું ‘ઑડિસી’માં નથી. ‘ઑડિસી’ કેટલેક અંશે માનવચરિત્રને, એના વ્યવહારવર્તનને વર્ણવતી કૉમેડી (કૉમેડી ઑવ્ મૅનર્સ) બની જાય છે. અને લોંજાઇનસનો અભિપ્રાય છે કે “જ્યારે ભાવાવેગ હ્રાસ પામે છે ત્યારે મહાન કવિઓની પ્રતિભા ચરિત્રાલેખનની અભિવ્યક્તિમાં સરી પડે છે.” એમને મતે “ચરિત્રચિત્રણને મનોરંજકતા સાથે સંબંધ છે. જ્યારે ભાવાવેગને છેવટે ઉદાત્તતા સાથે જ સંબંધ છે.”<ref>...passion is ultimately allied with sublimity as sketches of character with entertainment.</ref> અહીં એ ખ્યાલમાં રાખવું જોઈએ કે ચરિત્રચિત્રણ (કૅરેક્ટર) એટલે માણસના વ્યવહારવર્તનનું આલેખન એમ સમજવાનું છે. વ્યવહારવર્તનની ને તેથી ચરિત્રની બહિરંગતા છે. ભાવાવેગની અંતરંગતા. | ||
આમ છતાં, કૅસિલિઅસે ભાવાવેગ અને ઉદાત્તતાને એકરૂપ ને અવિભાજ્ય ગણવા જેવું કરેલું તેની સાથે લૉંજાઇનસ સંમત નથી. ભાવાવેગ, ભલે ઘણો મહત્ત્વનો પણ ઉદાત્તતાનો એક સ્રોત છે. હા, એક સ્રોત. ભાવાવેગ વિના ઉદાત્ત અભિવ્યક્તિ સંભવી ન શકે એવું નથી. લૉંજાઇનસ હોમરમાંથી આના દાખલા આપે છે તે ઉપરાંત વક્તૃત્વ અને કવિતા વચ્ચે પણ આ દૃષ્ટિએ ભેદ કરે છે. એ કહે છે કે વક્તાઓનાં પ્રશસ્તિ-વચનો અને પ્રસંગોચિત ઉદ્બોધનોમાં આપણને ઉદાત્તતાનાં દૃષ્ટાંતો અવશ્ય જડે છે, પણ મોટે ભાગે એ ભાવાવેગરહિત હોય છે; એટલું જ નહીં. એવું જોવા મળે છે કે ભાવાવેગભર્યા વક્તાઓ નિકૃષ્ટ પ્રશસ્તિકારો હોય છે ને પ્રશસ્તિકુશલ વક્તાઓ ભાવાવેગ વિનાના. | આમ છતાં, કૅસિલિઅસે ભાવાવેગ અને ઉદાત્તતાને એકરૂપ ને અવિભાજ્ય ગણવા જેવું કરેલું તેની સાથે લૉંજાઇનસ સંમત નથી. ભાવાવેગ, ભલે ઘણો મહત્ત્વનો પણ ઉદાત્તતાનો એક સ્રોત છે. હા, એક સ્રોત. ભાવાવેગ વિના ઉદાત્ત અભિવ્યક્તિ સંભવી ન શકે એવું નથી. લૉંજાઇનસ હોમરમાંથી આના દાખલા આપે છે તે ઉપરાંત વક્તૃત્વ અને કવિતા વચ્ચે પણ આ દૃષ્ટિએ ભેદ કરે છે. એ કહે છે કે વક્તાઓનાં પ્રશસ્તિ-વચનો અને પ્રસંગોચિત ઉદ્બોધનોમાં આપણને ઉદાત્તતાનાં દૃષ્ટાંતો અવશ્ય જડે છે, પણ મોટે ભાગે એ ભાવાવેગરહિત હોય છે; એટલું જ નહીં. એવું જોવા મળે છે કે ભાવાવેગભર્યા વક્તાઓ નિકૃષ્ટ પ્રશસ્તિકારો હોય છે ને પ્રશસ્તિકુશલ વક્તાઓ ભાવાવેગ વિનાના. | ||
લૉંજાઇનસ બીજી એક દૃષ્ટિએ પણ ભાવાવેગ તથા ઉદાત્તતાને એકરૂપ માનવા તૈયાર નથી. એમને મતે બધા ભાવો એક કક્ષાના નથી, કેટલાક ઉમદા કે ઉચ્ચ ભાવો છે, કેટલાક નિમ્ન. ઉચ્ચ ભાવો જ ઉદાત્તતાસાધક છે. લૉંજાઇનસ કરુણા (પિટી), શોક (ગ્રીફ) અને ભય(ફિઅર)ને નિમ્ન – ઊતરતી કક્ષાના ભાવો માને છે, જે આપણને જરા મૂંઝવે એવી વાત બને છે. ટ્રૅજેડીમાં તો કરુણા અને ભયના ભાવોના આલેખન દ્વારા જ ટ્રૅજિક અસર સિદ્ધ થાય છે અને લૉંજાઇનસ ઉદાત્તતાને સંબંધે ઘણી ટ્રૅજેડીઓમાંથી દાખલા આપે છે તેમાં કરુણા અને ભયની લાગણીઓ બાકાત થતી નથી. આ દાખલાઓને લક્ષમાં લઈને જ નિર્મલા જૈન એવું પ્રતિપાદન ભારપૂર્વક કરે છે કે ટ્રૅજેડીના કરુણા અને ભયના ભાવોને લૉંજાઇનસ ઉદાત્ત અભિવ્યક્તિની ક્ષમતાવાળા માનતા ન હતા એ ખ્યાલ ખોટો છે. પણ લૉંજાઇનસે ભાવાવેગો વચ્ચે ભેદ કર્યો છે અને કરુણા, શોક અને ભયના ભાવોને નિમ્ન કક્ષાના ગણ્યા છે તેનું શું એનો કોઈ ખુલાસો નિર્મલા જૈન પાસે નથી. | લૉંજાઇનસ બીજી એક દૃષ્ટિએ પણ ભાવાવેગ તથા ઉદાત્તતાને એકરૂપ માનવા તૈયાર નથી. એમને મતે બધા ભાવો એક કક્ષાના નથી, કેટલાક ઉમદા કે ઉચ્ચ ભાવો છે, કેટલાક નિમ્ન. ઉચ્ચ ભાવો જ ઉદાત્તતાસાધક છે. લૉંજાઇનસ કરુણા (પિટી), શોક (ગ્રીફ) અને ભય(ફિઅર)ને નિમ્ન – ઊતરતી કક્ષાના ભાવો માને છે, જે આપણને જરા મૂંઝવે એવી વાત બને છે. ટ્રૅજેડીમાં તો કરુણા અને ભયના ભાવોના આલેખન દ્વારા જ ટ્રૅજિક અસર સિદ્ધ થાય છે અને લૉંજાઇનસ ઉદાત્તતાને સંબંધે ઘણી ટ્રૅજેડીઓમાંથી દાખલા આપે છે તેમાં કરુણા અને ભયની લાગણીઓ બાકાત થતી નથી. આ દાખલાઓને લક્ષમાં લઈને જ નિર્મલા જૈન એવું પ્રતિપાદન ભારપૂર્વક કરે છે કે ટ્રૅજેડીના કરુણા અને ભયના ભાવોને લૉંજાઇનસ ઉદાત્ત અભિવ્યક્તિની ક્ષમતાવાળા માનતા ન હતા એ ખ્યાલ ખોટો છે. પણ લૉંજાઇનસે ભાવાવેગો વચ્ચે ભેદ કર્યો છે અને કરુણા, શોક અને ભયના ભાવોને નિમ્ન કક્ષાના ગણ્યા છે તેનું શું એનો કોઈ ખુલાસો નિર્મલા જૈન પાસે નથી. | ||