પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
Reference Corrections
No edit summary
(Reference Corrections)
 
Line 25: Line 25:
અલંકારોના વિસ્તૃત નિરૂપણને અંતે લૉંજાઇનસ એમ કહે છે કે આ તો નમૂના રૂપે કેટલુંક દર્શાવ્યું છે. બાકી અલંકારો તો અનંત હોઈ શકે છે. ભારતીય કાવ્યશાસ્ત્ર પણ આમ જ કહે છે. અલંકાર, અંતે તો, એક પ્રકારનું ઉક્તિવૈશિષ્ટ્ય છે અને કાવ્યમાં જોવા મળતાં ઉક્તિવૈશિષ્ટ્યોનો કંઈ પાર નથી – દરેક કાવ્ય કંઈક નવું ઉક્તિવૈશિષ્ટ્ય લઈને આવે – તેથી અલંકારોનો પણ કોઈ છેડો નથી.

લૉંજાઇનસે ભલે અલંકારોને વધારે જગ્યા આપી અને અમુક પ્રકારના અલંકારની વાત કરી, પણ એમની ચર્ચા જોયા પછી એમનું લક્ષ કાવ્યના બાહ્ય અંગ તરફ હોય એવું જણાતું નથી. લૉંજાઇનસે માત્ર અલંકારોનું સ્વરૂપવર્ણન કર્યું નથી, એની કાવ્યોપકારકતા ચર્ચી છે, અને એ જ વધારે ચર્ચી છે. એમણે અલંકારાકારને મહત્ત્વ આપ્યું નથી અને અલંકારની સાર્થકતા ઉદાત્તતા તેમજ ભાવાવેગને અભિવ્યક્ત કરવામાં જ જોઈ છે. અલંકારચાતુરીને, અલંકારોના ગમ્મતભર્યા વિનિયોગને તેઓ પસંદ કરતા નથી. અલંકારચાતુરી અવિશ્વાસ જન્માવનારી છે, એ ષડ્‌યંત્રનો, છલનાનો, ભ્રાન્તિનો સંકેત કરે છે અને શિષ્ટજનોની સભામાં એને સ્થાન નથી એમ પણ કહે છે. આનો પ્રતીકાર, અલબત્ત, ઉદાત્ત કલ્પના અને ભાવાવેગમાં છે. ઉદાત્ત કલ્પના અને ભાવાવેગ સાથે જોડાય ત્યારે અલંકાર એ ચાતુરી રહેતો નથી, એ અપરિહાર્ય અંગ બની જાય છે.

અંતે લૉંજાઇનસને અલંકારની બહિરંગતા નહીં, અંતરંગતા, ઓતપ્રોતપણું જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે અલંકારો ઉદાત્તતાના સહાયક છે ને સામે ઉદાત્તતામાંથી એ અદ્‌ભુત બળ મેળવે છે. અલંકાર ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે એ અલંકાર છે એ હકીકત જ વીસરી જવાય;અને આવું બને છે ઉદાત્તતાને કારણે જ. સૂર્યના ઝળહળતા તેજમાં બધી મંદપ્રાણ જ્યોતિઓ વિલીન થઈ જાય છે એમ વાક્‌શાસ્ત્રની સઘળી પ્રયુક્તિઓ ઉદાત્તતાની સર્વવ્યાપક શોભામાં નિમજ્જિત થઈ આપણી દૃષ્ટિથી ઓઝલ થાય છે. ચિત્રકળામાં પણ શું થાય છે? રંગો વડે આલેખાયેલાં તેજ અને છાયા એક જ સપાટી પર બાજુબાજુમાં પથરાયેલાં હોય છે; તેમ છતાં તેજ આપણી નજરે પ્રથમ ચડે છે, એ ઉપર ઊઠી આવે છે અને આપણને નિકટ ભાસે છે. એમ જ કવિતામાં ભાવાવેગ અને કલ્પનાની ઉદાત્તતા હોય છે તે આપણા ચિત્ત સાથેના એના સહજ નાતાને કારણે તેમજ એની પોતાની તેજસ્વિતાથી પણ આપણને સંનિકટ ભાસે છે, અલંકારોની પહેલાં આપણું ધ્યાન ખેંચે છે અને અલંકારો જાણે છાયામાં ધકેલાઈ જઈ ઢંકાઈ જાય છે.
અંતે લૉંજાઇનસને અલંકારની બહિરંગતા નહીં, અંતરંગતા, ઓતપ્રોતપણું જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે અલંકારો ઉદાત્તતાના સહાયક છે ને સામે ઉદાત્તતામાંથી એ અદ્‌ભુત બળ મેળવે છે. અલંકાર ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે એ અલંકાર છે એ હકીકત જ વીસરી જવાય;<ref>... a figure is at its best when the very fact that it is a figure escapes attention.</ref>અને આવું બને છે ઉદાત્તતાને કારણે જ. સૂર્યના ઝળહળતા તેજમાં બધી મંદપ્રાણ જ્યોતિઓ વિલીન થઈ જાય છે એમ વાક્‌શાસ્ત્રની સઘળી પ્રયુક્તિઓ ઉદાત્તતાની સર્વવ્યાપક શોભામાં નિમજ્જિત થઈ આપણી દૃષ્ટિથી ઓઝલ થાય છે. ચિત્રકળામાં પણ શું થાય છે? રંગો વડે આલેખાયેલાં તેજ અને છાયા એક જ સપાટી પર બાજુબાજુમાં પથરાયેલાં હોય છે; તેમ છતાં તેજ આપણી નજરે પ્રથમ ચડે છે, એ ઉપર ઊઠી આવે છે અને આપણને નિકટ ભાસે છે. એમ જ કવિતામાં ભાવાવેગ અને કલ્પનાની ઉદાત્તતા હોય છે તે આપણા ચિત્ત સાથેના એના સહજ નાતાને કારણે તેમજ એની પોતાની તેજસ્વિતાથી પણ આપણને સંનિકટ ભાસે છે, અલંકારોની પહેલાં આપણું ધ્યાન ખેંચે છે અને અલંકારો જાણે છાયામાં ધકેલાઈ જઈ ઢંકાઈ જાય છે.
ઉદાત્તતાના સ્રોતો ગણાવતી વખતે લાઁજાઇનસે અલંકારના બે વર્ગો બતાવ્યા છે — વિચારમૂલક અલંકારો (ફિગર્સ ઑવ્‌ થૉટ) અને વાણીમૂલક અલંકારો (ફિગર્સ ઑવ્‌ એક્સ્પ્રેશન), પણ અલંકારોનો વિષય જ્યાં ચર્ચાયો છે ત્યાં અલંકારોને આવા બે વર્ગોમાં વહેંચીને વાત થઈ નથી. એટલે વિચાર અને વાણીના અલંકારો દ્વારા એમને શું અભિપ્રેત હશે એ જાણી શકાતું નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર એવો ભેદ છે તે તો અભિપ્રેત જણાતો નથી, કેમ કે કેવળ શબ્દનિષ્ઠ એવા કોઈ અલંકારનું વર્ણન લૉંજાઇનસમાં મળતું નથી. લૉંજાઇનસ ઉપમા-રૂપક-અત્યુક્તિ વગેરેને વિચારમૂલક અલંકારો અને સંયોજકનો લોપ, વ્યુત્ક્રમ, પ્રશ્ન વગેરેને વાણીમૂલક અલંકારો લેખતા હોય એવો સંભવ વિચારવાનું આપણને મન થાય, પણ રૂપક-ઉપમા-અત્યુક્તિને પદાવલીના પેટામાં મૂકવાનું શું કારણ એનો સંતોષકારક ખુલાસો થઈ શકતો નથી.

લૉંજાઇનસની અલંકારચર્ચાની વિશેષતા એ છે કે એમાં દૃષ્ટાંતો ઊભરાય છે. એટલું જ નહીં, એકેએક દૃષ્ટાંતનું, એમાં અલંકારની શી કાર્યસાધકતા છે, એ ભાવ કે વિચારને કેવી રીતે પોષે છે કે પોષતો નથી એ દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અલબત્ત, વક્તૃત્વમાંથી વધારે દૃષ્ટાંતો લેવામાં આવ્યાં છે. પણ કાવ્યનાંયે દ્યોતક અલંકાર-પ્રયોગોની વાત થઈ જ છે. એટલે સમગ્ર ચર્ચાને કાવ્યના અભિવ્યક્તિકૌશલ તરીકે જોવામાં કશો બાધ આવતો નથી. બલકે, સૂક્ષ્મ ને સતેજ દૃષ્ટિથી થયેલી આ અલંકારચર્ચા સાહિત્યિક શૈલીવિજ્ઞાનની સીમાને સ્પર્શી રહે છે. અલંકારોના વિનિયોગ પરત્વે વક્તાઓ-કવિઓને અવારનવાર આપવામાં આવેલી શીખમાં વ્યક્ત થતું લૉંજાઇનસનું શાણપણ પણ આપણું ધ્યાન ખેંચે છે.

Line 47: Line 47:
શિષ્ટ કે અભિજાત પદાવલી (નોબલ ડિક્શન) એ ઉદાત્તતાનો ચોથો સ્રોત છે. ને એ કલાકૌશલને અધીન છે. પણ એક મહત્ત્વની વાત લૉંજાઇનસ એ કહે છે કે વિચાર અને પદાવલી એકબીજાને આશ્રયે વિકાસ પામે છે. એટલે કે બન્ને એકબીજાને પોષક છે, એકબીજાના અંગરૂપ બને છે. વિચાર પદાવલીમાં જ વ્યક્ત થાય છે અને પદાવલી વિચારનું વહન કરે છે. પદાવલી, આ રીતે બહિરંગ તત્ત્વ રહેતી નથી.

પદાવલીમાં લૉંજાઇનસ ત્રણ બાબતોનો સમાવેશ કરે છે : ૧ શબ્દપસંદગી, ૨. રૂપકોનો વિનિયોગ અને ૩. ભાષાનું વિસ્તરણ કે નવઘડતર.

સમુચિત અને ચિત્તાકર્ષક શબ્દોની પસંદગીનો લૉંજાઇનસ ખૂબ મહિમા કરે છે – સર્વ વક્તાઓ એને જ ઝંખે છે, શ્રોતાઓ એનો અદ્‌ભુત ચમત્કાર અનુભવે છે અને અભિવ્યક્તિમાં ભવ્યતા, સૌંદર્ય, પરિપક્વતા, ગૌરવ, વેગ, બળ જેવા ઉચ્ચ ગુણોનો અનુભવ કરાવનાર તથા મૃતપ્રાયઃ પદાર્થોમાં પ્રાણ ફૂંકનાર એ જ મુખ્ય તત્ત્વ છે. ખરે જ. સુંદર શબ્દપસંદગી અસામાન્ય પ્રકારનો વિચારપ્રકાશ છે.8
સમુચિત અને ચિત્તાકર્ષક શબ્દોની પસંદગીનો લૉંજાઇનસ ખૂબ મહિમા કરે છે – સર્વ વક્તાઓ એને જ ઝંખે છે, શ્રોતાઓ એનો અદ્‌ભુત ચમત્કાર અનુભવે છે અને અભિવ્યક્તિમાં ભવ્યતા, સૌંદર્ય, પરિપક્વતા, ગૌરવ, વેગ, બળ જેવા ઉચ્ચ ગુણોનો અનુભવ કરાવનાર તથા મૃતપ્રાયઃ પદાર્થોમાં પ્રાણ ફૂંકનાર એ જ મુખ્ય તત્ત્વ છે. ખરે જ. સુંદર શબ્દપસંદગી અસામાન્ય પ્રકારનો વિચારપ્રકાશ છે.<ref>...beautiful words are in very truth the peculiar light of thought.</ref>
સામે પક્ષે. વિષયના ગૌરવને ન છાજતા શબ્દોથી અભિવ્યક્તિમાં તુચ્છતા આવે છે અને તેથી ઉદાત્તતાને હાનિ થાય છે એમ લૉંજાઇનસ દર્શાવે છે. થિઓપૉમ્પસે કરેલા એક ગૌરવભર્યા વર્ણનમાં દાખલ થઈ ગયેલા સામાન્ય, તુચ્છ શબ્દોને કારણે એ રસોઈઘર કે કરિયાણાની દુકાનનો ભાસ કરાવે છે એવું લૉંજાઇનસ કહે છે!

આમ છતાં, છેવટે ઔચિત્ય અને વિવેક જ પદાવલીના વિષયમાં નિયામક છે. લૉંજાઇનસ સ્વીકારે છે કે બધે સ્થાને કંઈ પ્રૌઢ ને પ્રશિષ્ટ ભાષા ન ચાલે. સામાન્ય કે તુચ્છ વસ્તુને મસમોટા ને આડંબરી શબ્દોથી સજાવો એ તો નાના બાળકને માથે મોટું ટ્રૅજિક મહોરું પહેરાવવા જેવું થાય. ઘરેલુ અભિવ્યક્તિને પણ સાહિત્યમાં સ્થાન છે. કેટલીક વાર તો એ પ્રૌઢ અભિવ્યક્તિ કરતાંયે વધારે કારગત નીવડતી હોય છે. રોજિંદા જીવનમાંથી આવતી હોઈ એ તરત સમજાય છે અને પરિચિત હોવાને લીધે એ સર્વાધિક પ્રતીતિકર બને છે. લૉંજાઇનસ ગ્રામ્યતાની સીમાને સ્પર્શતા ઉદ્‌ગારોને પણ નિષિદ્ધ ગણતા નથી – એ કહે છે કે એની અભિવ્યક્તિક્ષમતા એને ગ્રામ્યતામાંથી ઉગારી લે છે.

Line 71: Line 71:
લૉંજાઇનસની સંઘટનાની આ વિભાવનાને નવ્ય વિવેચનની સંરચના સાથે ઘણી વાર મૂકવામાં આવે છે, પણ કહેવું જોઈએ કે, એ માટે કોઈ સધ્ધર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. લૉંજાઇનસે પોતાની સંઘટનાની વિભાવના એવી સ્પષ્ટતાથી અને વ્યવસ્થિત રીતે મૂકી નથી. અહીં એમની સંઘટનાની વિભાવનાને જે રીતે સ્ફુટ કરવામાં આવી છે એ વેરવિખેર નિર્દેશોને સંકલિત કરવાથી જ થઈ શક્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાદટીપ'''
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નૈસર્ગિકતા અને કલાકૌશલ
|previous = નૈસર્ગિકતા અને કલાકૌશલ
|next = ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ

}}
}}

Navigation menu