ભજનરસ/મુગત સે પરમાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 36: Line 36:
સર્વ પ્રત્યે દયા-કરુણા એ પહેલો ભાવ અને બીજાઓ તરફથી અવરોધ કે આઘાત આવે ત્યારે ક્ષમા એ બીજો ભાવ. માણસ કેવો વહેતો રહે છે અને વિરોધને સમાવતો જાય છે તેમાં તેનું સામર્થ્ય છે. પણ પોતાની જાતનાં બંધનો તોડ્યા વિના એ જ બનતું. ભજન કહે છે : સાધુ, કોઈ નામ-રૂપના અને વેશભૂષાના ઓળામાં તું બંધાઈ જા એ કેમ ચાલે? દયાની કફની પહેર, ક્ષમાનો આલખલો ધારણ કર, કારણ કે તારું સાચું નામ તો નિર્વાણ છે, જ્યાં ઇચ્છા માત્રનું વિસર્જન થઈ જાય છે. તારું સાચું સ્વરૂપ તો અલખ છે, જ્યાં આંગળી ચીંધી શકાય એવા ઓળખ-પારખના સર્વ બિલ્લા સરી પડે છે.  

દયાની કફની અને ક્ષમાના ખલકાની વાત ભજન કરે છે ત્યારે કિર્કગાર્ડનાં વચનો યાદ આવે છે. તેણે વર્ક્સ ઑફ લવ'માં કહ્યું છે કે આપણે આપણાં નામ-રૂપનાં વસ્ત્રો બહુ ચુસ્ત રીતે પહેરીએ છીએ. પછી એ વસ્ત્રો ઉતારવાનો વારો આવે છે ત્યારે બહુ તકલીફ પડે છે. એટલે સમજીને આ વસ્ત્રો ઢીલાં પહેરીએ, ગાંઠ ઓછી વાળીએ તો આપણો પાઠ ભજવ્યા પછી આ વસ્રો ઉતારતાં તકલીફ ઓછી પડે. પણ જેણે વસ્ત્રો તો ઢીલાં પહેર્યાં ને એ વળી દયા-ક્ષમાના તાણા-વાણાથી વણ્યાં એ તો આ વસ્ત્રો સાથે જ મુક્ત ગગનમાં વિહરી શકે છે.

{{Poem2Close}}
{{center|'''એવા એવા ગુરુ મારા ગગન સુધી જાય રે''' }}

આ ગગન સુધી જવાની વાત શી છે? પંચમહાભૂતના શરીર સાથે ચિત્તની જે એકતા વણાઈ ગઈ છે એ જ મૂળ ગ્રંથિ છે. અને આ ગ્રંથિભેદ થતો આવે તેને યૌગિક સાહિત્યમાં ચક્રભેદનના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુતત્ત્વ સુધી વિકારોનો સંભવ રહે છે. પણ આકાશતત્ત્વ સુધી પહોંચ્યા પછી ચિત્તની વિકૃતિ થતી નથી. એટલે જ એ ચક્રને વિશુદ્ધચક્ર નામ આપવામાં આવ્યું છે. પણ આ વિશુદ્ધિ એ છેલ્લો મુકામ નથી, ‘નિત્ય સત્ત્વસ્થ'ની ભૂમિકા છે. ત્યાર પછી ભજન કહે છે તેમ ‘સૂનમાં સમાય' અંતે અહંનો સર્વથા લય થઈ જાય છે.  
{{Poem2Open}}

{{center|'''નૂરતા સીંચે'''}}
{{Poem2Open}}
આવા નિર્મલ ચિત્તના નિર્માણ અને અહંને નામશેષ કરવા માટે કઈ વસ્તુઓ જરૂરની? ભજન કહે છે : નૂરતા અને સુરતા. નૂરતા એ નિઃરતિ, વૈરાગ્યની સૂચક છે. સુરતા એ પ્રભુપ્રેમ અને તલ્લીનતા બતાવે છે. વાસનાની નિવૃત્તિ અને પરમાત્મ-પ્રેમની પ્રવૃત્તિ એ એકબીજાનાં પૂરક છે. આ બંને પાંખો દ્વારા જ માણસ આંતરિક મુક્તિના આકાશમાં ઊંચે ચડે છે. પણ આ મુક્તિ સહેલાઈથી નથી મળતી. તીવ્ર ઝંખનાની આગથી ઇન્દ્રિય-મનનું પિંજર જલાવ્યા વિના કોઈ ગગનમાં ઘર કરી શકતું નથી. ત્રિગુણમયી પ્રકૃતિનાં સર્વ અવલંબનોને દૂર કર્યા પછી જ નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થાય છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits