અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર ભટ્ટ/હમચી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)}} | {{Right|(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’/હવે તું | હવે તું]] | તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ભેંકાર | ભેંકાર]] | પાળિયાની જેમ મારી એકલતા આરડે]] | |||
}} |
Revision as of 10:29, 23 October 2021
હમચી
ભાસ્કર ભટ્ટ
અમે રમતાં ગાર્ય ગોરમટી રે —
હાં રે બઈ હમચી લ્યો.
આખા ડિલે ઊમટી રે — હાં રે...
આડા અવળા ચીતર્યા મોર,
નાચે ઓણ ને ટહુકે પોર
ઢેલ નજરની ઢળતી રે — હાં રે બઈ...
પાલવ અડ્યે પલળતી રે — હાં રે બઈ...
ભીની ગાર્યે પગલી પા – પા
એના વાગ્યા હૈયે થાપા,
આખી શેરી રમતી — હાં રે બઈ...
ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ...
વધી ગાર્યનું થાપ્યું છાણું.
બાકી પૂર્યું કોઠી સાણું.
ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ...
આખા આયખે ઊમટી રે — હાં રે બઈ...
(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)