શબ્દલોકના યાત્રીઓ – ૧/નગીનદાસ પારેખ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિષ્ણુપ્રસાદ ત્રિવેદી}}
{{Heading|નગીનદાસ પારેખ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી નગીનદાસ પારેખે પોણોસો ઉપરાંત ગ્રંથો લખ્યા છે, લગભગ પ્રત્યેક વર્ષના એકેકને હિસાબે. એમાં અડધા ઉપરાંત ગ્રંથો અનુવાદના છે. બંગાળી અને અંગ્રેજીમાંથી ઉત્તમ પુસ્તકો તેમણે ગુજરાતીમાં ઉતાર્યા એ એમની મહત્ત્વની સેવા છે. બીજાં પચીસેક પુસ્તકોમાં સાહિત્યવિવેચન, સંપાદન વગેરેનો સમાવેશ થાય છે. એમના વિવેચન ઉપર નગીનદાસીય મુદ્રા અંકિત થયેલી છે. આપણી વિવેચનધારામાં એમના લેખો જુદા તરી આવે છે. ૧૯૬૯માં તેમનો સાહિત્ય મીમાંસા વિશેનો ગ્રંથ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ પ્રગટ થયો. ૧૯૭૧માં એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે મેં ‘નિરીક્ષક’માં નગીનદાસને ‘સત્યશોધક વિવેચક’ તરીકે ઓળખાવતાં લખેલું : “આચાર્ય કાકાસાહેબ કાલેલકરની જેમ શ્રી નગીનદાસ પણ પોતાને સાહિત્યકાર કરતાં અધ્યાપક તરીકે ઓળખાવવાનું પસંદ કરે. વ્યવસાયે તે અધ્યાપક છે અને તેમના વિવેચકત્વને એનો મબલક લાભ મળેલો છે. ઘણા અધ્યાપકોએ વિવેચનક્ષેત્રમાં કાર્ય કર્યું છે અને હજુ કરે છે; પણ એમાંથી કેટલાના વિવેચનને આપણે ‘એકેડેમિક ક્રિટિસિઝમ’ કહી શકીશું? અને નગીનદાસનાં વિવેચન વિષયક લખાણોને ‘એકેડેમિક ક્રિટિસિઝમ’ સિવાય બીજું કયું લેબલ જો આપવું જ હોય તો આપી શકીશું? અધ્યાપકીય અભિગમ જ એમના વિવેચનનું વ્યાવર્તક લક્ષણ ગણવું જોઈએ...નગીનદાસમાં રહેલા વિવેચકને અનુવાદકે સારો સહકાર આપ્યો છે. અનુવાદક યોગ્ય શબ્દની શોધમાં હોય છે, એને માટે તે આકાશ-પાતાળ એક કરે છે. વિવેચન પણ એક જાતની શોધ છે. વિવેચક પણ યોગ્ય મૂલ્યાંકન તરફ પહોંચવા માટે મથામણ કરતો હોય છે. નગીનદાસભાઈ જેવાનાં સાહિત્યવિવેચનોમાં સત્યની શોધ જ કારણભૂત હોય એમ જોવું મુશ્કેલ નથી.