પ્રતિપદા/૬. દલપત પઢિયાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. દલપત પઢિયાર}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}ભોંયબદલો અને સામે ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
એકાદ ચૂવો આંતરી લેવાય ને | એકાદ ચૂવો આંતરી લેવાય ને | ||
તોય ઘણું! | તોય ઘણું! | ||
</poem> | |||
===૨. મને લાગે છે=== | |||
<poem> | |||
મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે, | |||
મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને | |||
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે! | |||
હું કદાચ બંધ થવા આવ્યો છું. | |||
નદીના કાંઠેથી છોડેલો અવાજ | |||
સામેની ભેખડેથી અકબંધ પાછો આવે, | |||
એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો; | |||
આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં? | |||
જીંડવામાંથી તડકાસોતી ફૂટીને | |||
ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં | |||
કોઈકે નાકાં તોડી નાખ્યાં છે! | |||
હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ, | |||
થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ, | |||
પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા, | |||
શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ | |||
બધ્ધું – બધ્ધું જ ભૂલી રહ્યો છું | |||
અહીં ટેબલ ઉપર | |||
ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું | |||
સીવી રહ્યો છું! | |||
એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે | |||
મારા રક્તમાં, | |||
સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં | |||
મારા શબ્દો મરી રહ્યા છે; | |||
કાલે સવારે મારું શું થશે? | |||
</poem> | </poem> |
Revision as of 08:55, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. કાગળના વિસ્તાર પર
ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
શબ્દની મૉરીએ કશુંક ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું, રોજ.
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુદ્ધાં
હું વાંચી શક્યો નથી.
હતું કેઃ
કાગળ-કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે એની ખબર નહીં;
બાકી નળિયા આગળ જ નમી પડત.
હજુયે કૌછું કે
મોભારે ચડવાનું માંડી વાળો,
આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય!
બારે મેઘ ખાંગાં ત્યાં
નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો’
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું!
૨. મને લાગે છે
મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
હું કદાચ બંધ થવા આવ્યો છું.
નદીના કાંઠેથી છોડેલો અવાજ
સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,
એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો;
આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?
જીંડવામાંથી તડકાસોતી ફૂટીને
ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં
કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!
હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,
થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,
પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,
શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ
બધ્ધું – બધ્ધું જ ભૂલી રહ્યો છું
અહીં ટેબલ ઉપર
ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું
સીવી રહ્યો છું!
એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે
મારા રક્તમાં,
સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં
મારા શબ્દો મરી રહ્યા છે;
કાલે સવારે મારું શું થશે?