અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/અમે ન્યાલ થઈ ગયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}} | {{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/રંગભેદ | રંગભેદ]] | કાળો વરસાદ મારા દેશમાં નથી]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ખાલી મ્યાન જેવું | ખાલી મ્યાન જેવું]] | સ્મરણ લીલું કપૂરી પાન જેવું ]] | |||
}} |
Latest revision as of 11:39, 23 October 2021
અમે ન્યાલ થઈ ગયા
‘અદમ’ ટંકારવી
લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.
ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા.
યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.
છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)