અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/બહુ વાર લાગી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
::::::::::::આ ગઝલ સંવારતાં, બહુ વાર લાગી. | ::::::::::::આ ગઝલ સંવારતાં, બહુ વાર લાગી. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ભાષાભવન | ભાષાભવન]] | એના પાયામાં પડી બારાખડી]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/રૂપ છે, રંગ છે | રૂપ છે, રંગ છે]] | ફૂલ છે, ગંધ છે, રૂપ છે, રંગ છે, ]] | |||
}} |
Latest revision as of 11:42, 23 October 2021
બહુ વાર લાગી
જિગર ટંકારવી
પ્રેમ-મોતી પામતાં, બહુ વાર લાગી,
દિલનો દરિયો ડહોળતાં, બહુ વાર લાગી.
જિંદગીમાં જે થયું એ થઈ ગયું પણ,
જે થયું એને થતાં, બહુ વાર લાગી.
લોકલાજે કે પછી છે ટેવ એની,
નામ મારું બોલતાં, બહુ વાર લાગી.
થઈ ગયા છે બંધ સૌ દ્વારો ખૂલીને,
જ્યાં ગયો હું ત્યાં જતાં, બહુ વાર લાગી.
થઈ ગયો એક જ ચમત્કારે તું ઈશ્વર,
ને મને માનવ થતાં, બહુ વાર લાગી.
આપણા સંબંધ જાણે જળ-તરંગો,
તોય એને તોડતાં, બહુ વાર લાગી.
શબ્દની ગૂંચો જિગર ઉકેલવામાં,
આ ગઝલ સંવારતાં, બહુ વાર લાગી.