અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/દરિયો નીકળ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દરિયો નીકળ્યો|‘ધૂની’ માંડલિયા}} <poem> માછલી સાથે જ દરિયો નીક...")
 
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)}}
{{Right|(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર મોદી/સુરતી બોલીમાં સુંદર રચના  | સુરતી બોલીમાં સુંદર રચના ]]  | — વીહલા, રોજ હાંજે સુન્દરકાંડ વાંચી વાંચીને ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/લાજ રાખી છે | લાજ રાખી છે]]  | ભરી ખુશ્બૂ ફૂલેફૂલમાં બહારે લાજ રાખી છે ]]
}}

Latest revision as of 11:45, 23 October 2021


દરિયો નીકળ્યો

‘ધૂની’ માંડલિયા

માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

હું જ મારા ભારથી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યું ના એટલે
શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.

આગિયાઓ ઊજળા છે કે પછી —
વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.
(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)