પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૨: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 9: Line 9:
અગાઉ આપણે નોંધી ગયા છીએ તેમ, કિશોર વયના પન્નાલાલે તે સમયના હાઈસ્કૂલના ચોથા ધોરણથી જ ભણવાનું માંડી વાળ્યું હતું, અને તરત જ તેઓ મજૂરી-ધંધામાં રોકાઈ ગયા હતા. હકીકતમાં, તેમને પૂરું માધ્યમિક શિક્ષણ પણ મળ્યું નહોતું. એટલે ભાષાસાહિત્યના ઉચ્ચ શિક્ષણની તો વાત જ ક્યાં? હકીકત તો એ કે, ’૩૬માં તેમણે વાર્તા લખવાની શરૂઆત કરી ત્યાં સુધીના ગાળામાં આપણા શિષ્ટ સાહિત્યનો યે તેમને ખાસ કંઈક પરિચય નહોતો. ૧૯૫૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતાં, પ્રત્યુત્તરમાં, લેખક તરીકે પોતાની કેફિયત રજૂ કરતાં તેમણે કહેલું :

“હા, વારતા વાંચવાનો શોખ ખરો પણ તે ય ગજરામારુ, સદેવંત સાવળીંગા કે ખૂની ખંજર, જે હાથમાં આવ્યું તે. જેને સાહિત્ય કહીએ એવું તો એ અરસામાં ‘પ્રજાબંધુ’નાં ભેટ પુસ્તકો. થોડાંક એટલે પાંચસાત ને એટલાં જ એ વખતના ઇતર લેખકોનાં વાંચવા મળેલાં. પણ તે ય લેખકમાં ચૂ. વ. શાહ છે કે શયદા એ જોવા જાણવાની તો બાધા જ. હા, આ પછી મુનશીનું નામ કાને આવી પડેલું. ને એમનું એ પુસ્તક ચાખ્યા પછી બીજાં માગી માગીને વાંચેલાં ખરાં. અહીં જ ર. વ. દેસાઈના નામનો રસ પણ હું જેમને ત્યાંથી પેલાં પુસ્તકો મેળવતો એમની પાસેથી મનેય જાગેલો. પણ તે ય જેમ મુનશીનાં તેમ એમનાંય બેપાંચ જ વાંચવા મળેલાં.”

આ નિવેદનમાંથી એમ સ્પષ્ટ થાય છે કે એ સમયે આવુંતેવું જે કંઈ સાહિત્ય તેમણે વાંચેલું, તે તો કેવળ વાર્તારસથી પ્રેરાઈને જ. એમાં જે તે લેખકની વાર્તાકળાને સમજવાનો કે તેની શૈલીનો પરિચય કરવાનો તેમનો જરીકે આશય નહોતો. ભવિષ્યમાં પોતે કથાલેખક બનવાના છે તે માટે સજ્જતા કેળવવી જોઈએ એ જાતની, કે એક સમર્થ વાર્તાસર્જકની પોતાનામાં ક્ષમતા પડી છે એવી યે, કશી સભાનતા તેમના મનમાં ત્યારે જન્મી જ નહોતી. ઉમાશંકરને એક તબક્કે એમ લાગ્યું હતું કે પોતાના એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’ની રચનાઓ જોઈને પન્નાલાલમાં લેખક બનવાના કોડ જાગેલા. એ એકાંકીઓમાં તેમણે ઉત્તર ગુજરાતના ગ્રામજીવનની ભૂમિકા પર રહીને લોકજીવનનાં દુઃખોને જે રીતે વાચા આપી, જે જાતનાં પ્રાકૃત સ્તરનાં પાત્રો રચ્યાં, અને તળપદી લોક-બાનીનો જે રીતે સામર્થ્યપૂર્વક વિનિયોગ કર્યો, તે જાણ્યા પછી, આને જ જો સાહિત્ય કહેતા હોય તો તો હું ય એવું લખી શકું, એવી પન્નાલાલમાં શ્રદ્ધા બંધાઈ હશે. એમ તેમનું માનવું હતું. પણ ઉમાશંકરનાં એ એકાંકીઓ, પોતે લખવા માંડ્યું ત્યાં સુધી તેમણે જોયાં જ નહોતા એવો પન્નાલાલે પાછળથી ખુલાસો કર્યો છે.૧૦<ref>૧૦. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૯</ref> એ રીતે એ ગ્રંથની પ્રેરણાનો મુદ્દો ય રહેતો નથી.
આ નિવેદનમાંથી એમ સ્પષ્ટ થાય છે કે એ સમયે આવુંતેવું જે કંઈ સાહિત્ય તેમણે વાંચેલું, તે તો કેવળ વાર્તારસથી પ્રેરાઈને જ. એમાં જે તે લેખકની વાર્તાકળાને સમજવાનો કે તેની શૈલીનો પરિચય કરવાનો તેમનો જરીકે આશય નહોતો. ભવિષ્યમાં પોતે કથાલેખક બનવાના છે તે માટે સજ્જતા કેળવવી જોઈએ એ જાતની, કે એક સમર્થ વાર્તાસર્જકની પોતાનામાં ક્ષમતા પડી છે એવી યે, કશી સભાનતા તેમના મનમાં ત્યારે જન્મી જ નહોતી. ઉમાશંકરને એક તબક્કે એમ લાગ્યું હતું કે પોતાના એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’ની રચનાઓ જોઈને પન્નાલાલમાં લેખક બનવાના કોડ જાગેલા. એ એકાંકીઓમાં તેમણે ઉત્તર ગુજરાતના ગ્રામજીવનની ભૂમિકા પર રહીને લોકજીવનનાં દુઃખોને જે રીતે વાચા આપી, જે જાતનાં પ્રાકૃત સ્તરનાં પાત્રો રચ્યાં, અને તળપદી લોક-બાનીનો જે રીતે સામર્થ્યપૂર્વક વિનિયોગ કર્યો, તે જાણ્યા પછી, આને જ જો સાહિત્ય કહેતા હોય તો તો હું ય એવું લખી શકું, એવી પન્નાલાલમાં શ્રદ્ધા બંધાઈ હશે. એમ તેમનું માનવું હતું. પણ ઉમાશંકરનાં એ એકાંકીઓ, પોતે લખવા માંડ્યું ત્યાં સુધી તેમણે જોયાં જ નહોતા એવો પન્નાલાલે પાછળથી ખુલાસો કર્યો છે.૧૦ એ રીતે એ ગ્રંથની પ્રેરણાનો મુદ્દો ય રહેતો નથી.
અને, એટલે જ, સાવ ઓછું ભણેલા પન્નાલાલમાં સર્જકશક્તિનો આવો એકાએક આવિર્ભાવ શી રીતે થયો એ વિશે. એ સમયના વાચકવર્ગમાં જ નહિ, વિદ્વાનોમાં ય કુતૂહલ જન્મ્યું દેખાય છે. પન્નાલાલના અતિ નિકટના સાહિત્યકાર મિત્ર અને માર્ગદર્શક સુંદરમે આ વિશે એમ કહ્યું હતું : “આકસ્મિક રીતે જ જેનામાં સાહિત્યસર્જક શક્તિ વાંસની ગાંઠ પેઠે ફૂટી નીકળી હોય એવા ગુજરાતના લેખકોમાં પન્નાલાલનું નામ મૂકી શકાય.”૧૧<ref>૧૧. ‘અવલોકના’, પૃ. ૪૧૫</ref> અને, હકીકતમાં, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતના વિશે આજ સુધી વિસ્મય રહ્યા કર્યું છે! તેમણે ‘મળેલા જીવનું’ લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું. એ ઘટનાને ‘સર્જન નહીં, અવતરણ કહું’૧૨<ref>૧૨. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧</ref> એમ કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખી ય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી. એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે. પાછળથી પોતાના કથાસર્જનની કેફિયત આપવાના પ્રસંગો આવ્યા ત્યારે પોતાના સાહિત્ય પાછળ એક યા બીજી રીતે-કોઈક વાર ‘અગમનિગમ’ના અવતરણરૂપે, તો કોઈક વાર ‘કરુણામયી સરસ્વતીની કૃપા’ રૂપે – કોઈક અગમ્ય શક્તિ કામ કરી રહી હોવાનો તેમણે નિર્દેશ જ કર્યો છે. છેક હમણાં, ૧૯૮૦માં, વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦મા અધિવેશનમાં સર્જનવિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું : “સર્જનપ્રક્રિયા વિષે ટૂંકમાં કહું તો – બીજા સર્જકોની તો મને ખબર નથી. પણ મારા વિષે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે. ચમત્કાર સિવાય શિવપાર્વતીનું એટલે કે ‘પૃથ્વીની ઉત્ક્રાંતિકથા’નું સર્જન શક્ય જ ન બન્યું હોત.”૧૩<ref>૧૩. પન્નાલાલ પટેલ : પ્રવચન : ગુ. સા. પરિષદ ૩૦મું અધિવેશન, વડોદરા, પૃ. ૯</ref>
અને, એટલે જ, સાવ ઓછું ભણેલા પન્નાલાલમાં સર્જકશક્તિનો આવો એકાએક આવિર્ભાવ શી રીતે થયો એ વિશે. એ સમયના વાચકવર્ગમાં જ નહિ, વિદ્વાનોમાં ય કુતૂહલ જન્મ્યું દેખાય છે. પન્નાલાલના અતિ નિકટના સાહિત્યકાર મિત્ર અને માર્ગદર્શક સુંદરમે આ વિશે એમ કહ્યું હતું : “આકસ્મિક રીતે જ જેનામાં સાહિત્યસર્જક શક્તિ વાંસની ગાંઠ પેઠે ફૂટી નીકળી હોય એવા ગુજરાતના લેખકોમાં પન્નાલાલનું નામ મૂકી શકાય.”૧૧ અને, હકીકતમાં, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતના વિશે આજ સુધી વિસ્મય રહ્યા કર્યું છે! તેમણે ‘મળેલા જીવનું’ લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું. એ ઘટનાને ‘સર્જન નહીં, અવતરણ કહું’૧૨ એમ કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખી ય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી. એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે. પાછળથી પોતાના કથાસર્જનની કેફિયત આપવાના પ્રસંગો આવ્યા ત્યારે પોતાના સાહિત્ય પાછળ એક યા બીજી રીતે-કોઈક વાર ‘અગમનિગમ’ના અવતરણરૂપે, તો કોઈક વાર ‘કરુણામયી સરસ્વતીની કૃપા’ રૂપે – કોઈક અગમ્ય શક્તિ કામ કરી રહી હોવાનો તેમણે નિર્દેશ જ કર્યો છે. છેક હમણાં, ૧૯૮૦માં, વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦મા અધિવેશનમાં સર્જનવિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું : “સર્જનપ્રક્રિયા વિષે ટૂંકમાં કહું તો – બીજા સર્જકોની તો મને ખબર નથી. પણ મારા વિષે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે. ચમત્કાર સિવાય શિવપાર્વતીનું એટલે કે ‘પૃથ્વીની ઉત્ક્રાંતિકથા’નું સર્જન શક્ય જ ન બન્યું હોત.”૧૩
અલબત્ત, એ વાત સાચી છે કે મહાન સર્જનોનું નિર્માણ કંઈ બૌદ્ધિક પ્રયત્નથી થતું નથી. કેવળ સંકલ્પ કરવાથી એ શક્ય બનતું નથી. સાચી સર્જકતા બૌદ્ધિક સંપ્રજ્ઞતાથી પરની વસ્તુ છે. મહાન સાહિત્યને એ રીતે બૌદ્ધિક ખુલાસાઓથી સમજાવી શકાય પણ નહિ. એટલે, આવી કૃતિઓના સર્જકોને, સ્વાભાવિક રીતે જ, એવી લાગણી થાય છે કે કશુંક લોકોત્તર તત્ત્વ તેમને લેખનમાં પ્રેરી રહ્યું હતું. કૃતિના આવા રહસ્યમય સ્રોતને અગમનિગમની કે એવી બીજી આધ્યાત્મિક પરિભાષામાં નિર્દેશવાનું તેમનું વલણ એ રીતે સમજી શકાય તેવું છે.

પણ રચનાસ્રોત તરીકે અગમનિગમના સ્વીકાર માત્રથી, તેની કલાત્મક સિદ્ધિ-અસિદ્ધિના પ્રશ્નો કંઈ ઊકલી જતા નથી. પહેલી વાત તો એ કે, સાહિત્યકૃતિનું કોઈ દિવ્ય પ્રેરણાથી કે ચમત્કારરૂપે કર્તાના ચિત્તમાં સીધેસીધું અવતરણ થતું હોય, તો તો કર્તા એક નિષ્ક્રિય સાક્ષી માત્ર જ બની રહે ને? એટલે કે, તટસ્થભાવે કૃતિનું કેવળ વહન કરવાનું જ તેને ભાગે રહે. અને, એમ જ હોય તો તો રચનાના ગુણદોષનું કર્તૃત્વ પણ તેનું નહિ! બીજી વાત એ કે, દિવ્ય શક્તિની કૃપારૂપે જે કંઈ લખાઈ આવે તે પૂર્ણતમ સર્જન જ હોવું જોઈએ. તેમાં પછી ક્યાંય કઈ ન્યૂનતા ન રહે, ન રહેવી જોઈએ. પણ પન્નાલાલના કથાસાહિત્ય વિશેનો આપણો અનુભવ તો કંઈ જુદું જ કહે છે. એમાં અનેક કથાઓના સંદર્ભે રચનાવિધાનની ત્રુટિઓ ય છે, ક્યાંક પ્રસંગોની યોજના પ્રતીતિકર બની નથી, અને સમગ્રતયા જોતાં એમાં જીવનદર્શનની સીમા પણ સ્પષ્ટ થઈ જાય છે. આ મુદ્દાના સંદર્ભમાં સુંદરમ્‌નું એક મંતવ્ય અત્યંત ધ્યાનપાત્ર છે. ‘માનવીની ભવાઈ’ના પ્રકાશન પછી તરતના ગાળામાં પન્નાલાલને તેમણે સ્નેહાર્દ્રભાવે પણ પૂરી નિખાલસતાથી અને સચ્ચાઈથી પત્રચર્ચા રૂપે એ કૃતિ વિશે જે લખ્યું હતું, તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું :

“માત્ર એક વસ્તુ પર તમારું ધ્યાન ખેંચવા મન થાય છે, જોકે ન ખેંચું એમ પણ થાય છે. એ છે તમારી કલાદૃષ્ટિને વિષે. તમે જાણે કે પ્રભુકૃપાથી – પ્રભુપ્રસાદથી – લખતા થયા અને લખો છો એમ મને હંમેશાં લાગ્યું છે. અને વાર્તાની કળા તમારા હાથમાં, ગામડામાં કુશળ વાર્તા કહેનાર હોય છે તેવી રીતે આવી ગઈ છે. પણ જ્યારે તમારે મોટી સામગ્રી ઉપયોગમાં લેવાની હોય, ત્યારે એ વાર્તા ઉપર, વાર્તાની લખાવટની અંદર બુદ્ધિપૂર્વકનો દૃષ્ટિપાત થતો રહે, ખાસ કરીને એના કસબની દૃષ્ટિએ, એ મને જરૂરી લાગે છે. કદાચ મારું કહેવું તમને પત્રમાં બધું સ્પષ્ટ નહિ સમજાવી શકું. તમારી વાર્તાકલાને મર્યાદિત કરતી વસ્તુ કઈ છે એનો વિચાર કરતાં મને આ વસ્તુ લાગી છે. તમારી વાર્તામાં ઘણો ઉત્તમ સંભાર – મસાલો છે. પણ તેને જગતની ઉત્તમ વાર્તાઓમાં મૂકી શકાય કે નહિ એ વિચારતાં મને તેમાં આ જાગ્રત કલાકારની ગેરહાજરી દેખાય છે. એ ગેરહાજરીને લીધે વાર્તાને કસબનો જે ઓપ આવવો જોઈએ તે ઓપ આવતો રહી જાય છે.”૧૪<ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref>
“માત્ર એક વસ્તુ પર તમારું ધ્યાન ખેંચવા મન થાય છે, જોકે ન ખેંચું એમ પણ થાય છે. એ છે તમારી કલાદૃષ્ટિને વિષે. તમે જાણે કે પ્રભુકૃપાથી – પ્રભુપ્રસાદથી – લખતા થયા અને લખો છો એમ મને હંમેશાં લાગ્યું છે. અને વાર્તાની કળા તમારા હાથમાં, ગામડામાં કુશળ વાર્તા કહેનાર હોય છે તેવી રીતે આવી ગઈ છે. પણ જ્યારે તમારે મોટી સામગ્રી ઉપયોગમાં લેવાની હોય, ત્યારે એ વાર્તા ઉપર, વાર્તાની લખાવટની અંદર બુદ્ધિપૂર્વકનો દૃષ્ટિપાત થતો રહે, ખાસ કરીને એના કસબની દૃષ્ટિએ, એ મને જરૂરી લાગે છે. કદાચ મારું કહેવું તમને પત્રમાં બધું સ્પષ્ટ નહિ સમજાવી શકું. તમારી વાર્તાકલાને મર્યાદિત કરતી વસ્તુ કઈ છે એનો વિચાર કરતાં મને આ વસ્તુ લાગી છે. તમારી વાર્તામાં ઘણો ઉત્તમ સંભાર – મસાલો છે. પણ તેને જગતની ઉત્તમ વાર્તાઓમાં મૂકી શકાય કે નહિ એ વિચારતાં મને તેમાં આ જાગ્રત કલાકારની ગેરહાજરી દેખાય છે. એ ગેરહાજરીને લીધે વાર્તાને કસબનો જે ઓપ આવવો જોઈએ તે ઓપ આવતો રહી જાય છે.”૧૪
“એવી જ એક બીજી વસ્તુ છે જીવનના એક જાગ્રત અને ઉચ્ચ દ્રષ્ટાની. એ તો તમે જેટલા દ્રષ્ટા બનશો તેટલું જ દર્શન તેમાં આવશે. એવી દૃષ્ટિ પણ તમારી પાસે છે. જીવનનાં ઘણાં પાણી પણ તમે પીધાં છે, પણ હજી એ વધારે પીવાનાં છે. તેમ થતાં જીવનના હજી વધારે ઊંડા પ્રવાહોને તમે પકડી શકશો અને આખા જીવનને તેના ભયાનકમાં ભયાનક અને ઉત્તમમાં ઉત્તમ રૂપે ચીતરી શકશો” વગેરે.૧૫<ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref>
“એવી જ એક બીજી વસ્તુ છે જીવનના એક જાગ્રત અને ઉચ્ચ દ્રષ્ટાની. એ તો તમે જેટલા દ્રષ્ટા બનશો તેટલું જ દર્શન તેમાં આવશે. એવી દૃષ્ટિ પણ તમારી પાસે છે. જીવનનાં ઘણાં પાણી પણ તમે પીધાં છે, પણ હજી એ વધારે પીવાનાં છે. તેમ થતાં જીવનના હજી વધારે ઊંડા પ્રવાહોને તમે પકડી શકશો અને આખા જીવનને તેના ભયાનકમાં ભયાનક અને ઉત્તમમાં ઉત્તમ રૂપે ચીતરી શકશો” વગેરે.૧૫<
સુંદરમ્‌નું આ મંતવ્ય સ્વીકારવામાં, મને લાગે છે કે, ભાગ્યે જ કંઈ મુશ્કેલી હોય. પન્નાલાલની કથાસૃષ્ટિની વ્યાપક મર્યાદા તરફ આરંભના દિવસોમાં જ તેમણે આ રીતે સ્પષ્ટ ધ્યાન ખેંચ્યું હતું. પણ અહીં મારે જે મુદ્દો પ્રસ્તુત કરવો છે તે એ કે, લેખનકૃતિના મૂળમાં ‘પ્રભુપ્રસાદ’ સ્વીકારીએ, કે દિવ્ય પ્રેરણાનો સિદ્ધાંત સ્વીકારીએ, પણ એટલા માત્રથી કૃતિની કલાત્મકતાના પ્રશ્નો હલ થઈ જતા નથી.

‘માનવીની ભવાઈ’ – કથાત્રયીનું અવલોકન કરતાં રઘુવીરે પણ પન્નાલાલની દૃષ્ટિસીમાનો જે રીતે નિર્દેશ કર્યો હતો, તે ય ધ્યાનાર્હ છે : “વસ્તુસ્થિતિ જોતાં એમ કહી શકાય કે પન્નાલાલ આપણા નાના લેખકોમાં મોટા અને મોટા લેખકોમાં નાના છે. સૃષ્ટિના પરિઘને એ ત્રિજ્યાથી સ્પર્શે છે, વ્યાસથી નહિ.”૧૬<ref>૧૬. ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૨</ref>
‘માનવીની ભવાઈ’ – કથાત્રયીનું અવલોકન કરતાં રઘુવીરે પણ પન્નાલાલની દૃષ્ટિસીમાનો જે રીતે નિર્દેશ કર્યો હતો, તે ય ધ્યાનાર્હ છે : “વસ્તુસ્થિતિ જોતાં એમ કહી શકાય કે પન્નાલાલ આપણા નાના લેખકોમાં મોટા અને મોટા લેખકોમાં નાના છે. સૃષ્ટિના પરિઘને એ ત્રિજ્યાથી સ્પર્શે છે, વ્યાસથી નહિ.”૧૬
હકીકતમાં, પન્નાલાલની કથાસૃષ્ટિને, વિશેષ કરીને ‘માનવીની ભવાઈ’ – કથાત્રયી – પછીની કૃતિઓને અમુક ચોક્કસ મર્યાદાઓ છે, એમાં રચનાવિધાનની શિથિલતાઓ ય પ્રવેશી ગઈ છે, અનેક કૃતિઓમાં પ્રસંગોનાં સાંધણ નબળાં રહ્યાં છે. (આ વિશે પાછળ યથાસ્થાને વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.) એ રીતે એની કલાત્મક બાજુએ કેટલીક ચોક્કસ મુશ્કેલીઓ છે જ. અને એટલે, આ કે તે રચનાને માત્ર ‘અગમનિગમ’નું અવતરણ કે ‘ચમત્કાર’નું પરિણામ લેખવાથી મૂળ પ્રશ્ન ઊકલી જતો નથી.

પન્નાલાલની આ જાતની માન્યતાને (કે તેમની આ જાતની વિચારણાને) વધુ યુક્તિપૂર્વક અને વધુ યથાર્થપણે કદાચ આ રીતે ઘટાવી શકાય કે તેમની રચનાઓમાં કશુંક ઊંડું તત્ત્વ અનવરુદ્ધ ઊતરવા મથે છે. કૃતિની રચનાના આરંભે જે એક વસ્તુ સર્જકચિત્તમાં પ્રથમ ધક્કો આપે છે, તેનો આદિ સ્રોત તો જાગ્રત મનની નીચે ક્યાંક પ્રચ્છન્ન રહ્યો હોય છે. એ ‘વસ્તુ’ પહેલવહેલી સ્ફુરી આવે છે ત્યારે સર્જકચિત્તમાં એનું પૂરું રચનાતંત્ર, અમુક વિરલ અપવાદો સિવાય, ભાગ્યે જ સ્ફુટ થયું હોય છે. એ ‘વસ્તુ’ ક્યાં તો ઝાંખીપાંખી પણ રહસ્યાવૃત્ત એવી કોઈ પરિસ્થિતિ રૂપે આવ્યું હોય, ક્યાં તો એકાદબે મુખ્ય પાત્રોના સંબંધો રૂપે આવ્યું હોય, ક્યાં તો ક્રિયાશીલ માનવીના કોઈ રહસ્યભર્યા આકારરૂપે આવ્યું હોય. પણ સર્જકે પછીથી એની ક્ષમતાનો પૂરો તાગ લેવાનો રહે છે. નવલકથા લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં સ્વરૂપો કથાવસ્તુ પર નિર્ભર હોવાથી તેમાં વસ્તુવિકાસ સંકલના આયોજન આદિના પ્રશ્નો ઘણા મહત્ત્વના બની રહે છે. લેખકમાં રંજકવૃત્તિ કામ કરી રહી હશે તો એ પોતાનાં પાત્રો કે પ્રસંગોને અમુક જન રુચિવૃત્તિ અનુસાર વળાંક આપવાનું વલણ બતાવશે. અને જ્યાં એવી રંજકવૃત્તિ ન હોય ત્યાં ય સુરેખ સ્વચ્છ અને સૌષ્ઠવપૂર્ણ આકૃતિ કંડારવાના પ્રશ્નો ઊભા હોય જ છે. સુંદરમ્‌ એ રીતે પન્નાલાલમાં ‘જાગ્રત કળાકાર’ની હાજરી ચાહે છે તેનો મર્મ સમજવા જેવો છે.

Line 23: Line 23:
કેટલીક વાર તો આ પાત્રોના હાથમાં આપણે જ પ્યાદું હોઈએ એવો અનુભવ પણ થાય છે. ને ત્યારે ત્યારે એ ધંધો ખોટનો નહિ, બલકે કોઈ કોઈ વાર તો મૂડીમાં બમણા જ બની રહે છે. તો કોઈ કોઈ વાર આ પાત્રો હઠીલાં બલકે નગરાં ય બની બેસે છે ને ગળિયા બળદની જેમ કંટાળો આપ્યા કરે છે, ને આવે વખતે કલમને મ્યાન જ કરી દેવી પડે છે.

પણ સાવ એવું નથી કે બધાં જ પાત્રો અને પ્રસંગ હવામાંથી આવે છે. કેટલાંક જીવનમાંથી ય મળી આવતાં હોય છે. પણ ત્યારે ય મેં જોયું છે કે અંતે તો કોઈ ત્રીજું જ ડોકું કાઢીને ઊભું રહે છે તો નક્કી કરેલો પેલો અંત પણ સારા પ્રમાણમાં બદલાઈ જતો હોય છે.

તેમાંય નવલકથામાં તો એવું જ લાગ્યું છે. જાણે ખુદ પેલાં પાત્રો જ પોતાનું ભાવિ બાંધતાં ન જતાં હોય!”૧૭<ref>૧૭. ‘સંસ્કૃતિ’, માર્ચ, ૧૯૫૪, પૃ. ૧૫૩</ref>
તેમાંય નવલકથામાં તો એવું જ લાગ્યું છે. જાણે ખુદ પેલાં પાત્રો જ પોતાનું ભાવિ બાંધતાં ન જતાં હોય!”૧૭
– રસપ્રદ મુદ્દો તો એ છે કે પન્નાલાલે આ જાતની કેફિયત પેલી અગમનિગમવાળી વાતની સાથોસાથ જ રજૂ કરી છે. પણ તેમનું આ બયાન વધુ વાસ્તવિક લાગે છે. વાર્તાવિકાસના દરેક તબક્કે કોઈક ‘ભોળિયા જેવું તત્ત્વ’ તેમને દોરી રહે છે, એ વાત, અલબત્ત, મંજૂર. પણ, અંતે પૂર્ણતમ કળાની ખાતરી એ ‘તત્ત્વ’ પણ આપી શકે નહિ, એમ જ કહેવાનું રહે છે.

પછીથી, ’૭૭માં પણ, બીજા એક પ્રસંગે તેમણે આ જાતની કેફિયત આપી છે : “વાર્તા કે નવલકથા લખતી વેળા હું સદંતર રીતે એ પ્રકારના વાતાવરણમાં મુકાઈ જાઉં છું.”૧૮<ref>૧૮. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧</ref> વગેરે.
પછીથી, ’૭૭માં પણ, બીજા એક પ્રસંગે તેમણે આ જાતની કેફિયત આપી છે : “વાર્તા કે નવલકથા લખતી વેળા હું સદંતર રીતે એ પ્રકારના વાતાવરણમાં મુકાઈ જાઉં છું.”૧૮ વગેરે.
મૂળ મુદ્દો એ છે કે પન્નાલાલ, કોઈ પણ સાચા સર્જકમાં અનિવાર્ય હોય એવું, અતિ તીવ્ર સંવેદનપટુ ચિત્ત ધરાવે છે. લોકજીવનના અપારવિધ અનુભવોમાંથી તેઓ પસાર થયા છે. અલબત્ત, વિષમ કપરા સંજોગોમાંથી, આમ જુઓ તો, અસંખ્ય કમનસીબ માણસો રોજેરોજ ગુજરતાં જ હોય છે. પણ પન્નાલાલમાં એ અનુભવોનો ગહનતર તાગ લેનારી જરૂર કોઈ અંતર્દૃષ્ટિ ખીલી આવી હોવી જોઈએ. સામાન્ય માનવી જ્યાં લાગણીઓની ભીંસમાં રૂંધાય છે કે મૂઢ બને છે, ત્યાં પન્નાલાલ જેવો સર્જક જીવનની ગહન ગતિને ઓળખી લેતો દેખાય છે. અને આ જાતની રહસ્યોપલબ્ધિ જ તેમનામાં પ્રબળ સિસૃક્ષારૂપે ગતિશીલ બની હોય એમ સમજાય છે. એક પ્રસંગે તેમણે સ્પષ્ટ પણ કર્યું છે : “...હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે.”૧૯<ref>૧૯. એજન, પૃ. ૬</ref> તેમણે વળી એમ પણ ઉમેર્યું છે : “ટૂંકમાં, મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે.”૨૦<ref>૨૦. એજન, પૃ. ૬</ref> તેમનો આ ખ્યાલ સહેજે સ્વીકારી શકાય તેમ છે.
મૂળ મુદ્દો એ છે કે પન્નાલાલ, કોઈ પણ સાચા સર્જકમાં અનિવાર્ય હોય એવું, અતિ તીવ્ર સંવેદનપટુ ચિત્ત ધરાવે છે. લોકજીવનના અપારવિધ અનુભવોમાંથી તેઓ પસાર થયા છે. અલબત્ત, વિષમ કપરા સંજોગોમાંથી, આમ જુઓ તો, અસંખ્ય કમનસીબ માણસો રોજેરોજ ગુજરતાં જ હોય છે. પણ પન્નાલાલમાં એ અનુભવોનો ગહનતર તાગ લેનારી જરૂર કોઈ અંતર્દૃષ્ટિ ખીલી આવી હોવી જોઈએ. સામાન્ય માનવી જ્યાં લાગણીઓની ભીંસમાં રૂંધાય છે કે મૂઢ બને છે, ત્યાં પન્નાલાલ જેવો સર્જક જીવનની ગહન ગતિને ઓળખી લેતો દેખાય છે. અને આ જાતની રહસ્યોપલબ્ધિ જ તેમનામાં પ્રબળ સિસૃક્ષારૂપે ગતિશીલ બની હોય એમ સમજાય છે. એક પ્રસંગે તેમણે સ્પષ્ટ પણ કર્યું છે : “...હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે.”૧૯ તેમણે વળી એમ પણ ઉમેર્યું છે : “ટૂંકમાં, મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે.”૨૦ તેમનો આ ખ્યાલ સહેજે સ્વીકારી શકાય તેમ છે.
પન્નાલાલની કથાસૃષ્ટિના વ્યાપ (range)નો ખ્યાલ કરતાં બીજો એક મુદ્દો બહાર આવે છે. તેમની મોટા ભાગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ તરુણતરુણીના પ્રણયસંબંધમાં કે લગ્નજીવનમાં ઊભી થતી ગૂંચોની આસપાસ રચાયેલી છે. જોકે પ્રેમ–મિલન, વિરહ કે વૈફલ્યના કે લગ્નજીવનના પ્રશ્નો કંઈ નવા નથી. પણ આ જાતના વિષયની માવજત કરવામાં કે તેનું નિર્વહણ કરવામાં પન્નાલાલની વિશેષતા છતી થાય છે. તેમાંયે નારી પાત્રોના આલેખનમાં પન્નાલાલ એકદમ નિરાળા તરી આવે છે. ઝમકુ, જીવી, રાજુ, ચંપા, કેસરી, ઝૂમી, લાડુ, નવલ, રતન અને દરિયાવ જેવાં નારીપાત્રોનું હૃદય પન્નાલાલે જે માર્મિક સૂઝથી ખુલ્લું કર્યું છે, તેમાંથી આપણે એમ માનવા પ્રેરાઈએ કે કોઈક પ્રેયોમૂર્તિ શી નારીને ઓળખવાની મથામણમાંથી એ પાત્રો સાકાર થયાં હશે. પોતાની સર્જકતાને પ્રેરતાં બળોની વાત કરતાં તેમણે સ્વીકાર્યું ય છે : “હકીકતમાં તો મારા ઉપર મારામાં રહેલા પેલા સહજ તત્ત્વને એક યા બીજી રીતે સ્પર્શી જતા નારીતત્ત્વના ઋણ સિવાય ભાગ્યે જ કોઈનું ઋણ હશે.”૨૧<ref>૨૧. એજન, પૃ. ૭/૮</ref> તેમની કથાસૃષ્ટિમાં પ્રણય અને લગ્નના પ્રશ્નો નિમિત્તે માનવહૃદય વારંવાર જે રંગદર્શી ઘેરાશ ધારણ કરે છે. તેના મૂળમાં જાણે કે તેમનામાં રહેલા સર્જકની કોઈ ઝંખનાના ‘નારીતત્ત્વ’ની ખોજ રહી છે!
પન્નાલાલની કથાસૃષ્ટિના વ્યાપ (range)નો ખ્યાલ કરતાં બીજો એક મુદ્દો બહાર આવે છે. તેમની મોટા ભાગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ તરુણતરુણીના પ્રણયસંબંધમાં કે લગ્નજીવનમાં ઊભી થતી ગૂંચોની આસપાસ રચાયેલી છે. જોકે પ્રેમ–મિલન, વિરહ કે વૈફલ્યના કે લગ્નજીવનના પ્રશ્નો કંઈ નવા નથી. પણ આ જાતના વિષયની માવજત કરવામાં કે તેનું નિર્વહણ કરવામાં પન્નાલાલની વિશેષતા છતી થાય છે. તેમાંયે નારી પાત્રોના આલેખનમાં પન્નાલાલ એકદમ નિરાળા તરી આવે છે. ઝમકુ, જીવી, રાજુ, ચંપા, કેસરી, ઝૂમી, લાડુ, નવલ, રતન અને દરિયાવ જેવાં નારીપાત્રોનું હૃદય પન્નાલાલે જે માર્મિક સૂઝથી ખુલ્લું કર્યું છે, તેમાંથી આપણે એમ માનવા પ્રેરાઈએ કે કોઈક પ્રેયોમૂર્તિ શી નારીને ઓળખવાની મથામણમાંથી એ પાત્રો સાકાર થયાં હશે. પોતાની સર્જકતાને પ્રેરતાં બળોની વાત કરતાં તેમણે સ્વીકાર્યું ય છે : “હકીકતમાં તો મારા ઉપર મારામાં રહેલા પેલા સહજ તત્ત્વને એક યા બીજી રીતે સ્પર્શી જતા નારીતત્ત્વના ઋણ સિવાય ભાગ્યે જ કોઈનું ઋણ હશે.”૨૧ તેમની કથાસૃષ્ટિમાં પ્રણય અને લગ્નના પ્રશ્નો નિમિત્તે માનવહૃદય વારંવાર જે રંગદર્શી ઘેરાશ ધારણ કરે છે. તેના મૂળમાં જાણે કે તેમનામાં રહેલા સર્જકની કોઈ ઝંખનાના ‘નારીતત્ત્વ’ની ખોજ રહી છે!
અને, આમ જુઓ તો, પન્નાલાલના મન પર, તેમણે કથાલેખન આરંભ્યું તે સમયે ગાંધી, ટાગોર કે એવા બીજા કોઈ મહાન ચિંતકની વિચારસરણીનો પ્રભાવ હોય એમ દેખાતું નથી. એમની અગાઉ લેખન શરૂ કરનારા ઉમાશંકર, સુંદરમ્‌ જેવા લેખકો તો તે સમયના રાષ્ટ્રીય વાતાવરણમાં એકદમ ઓતપ્રોત બની ચૂક્યા હતા. એ સમયે વાતાવરણમાં જે માનવતાવાદી વિચારો, આદર્શો અને મૂલ્યો તરતાં થઈ ગયાં હતાં. તેનો તેમનાં મન અને હૃદય પર સ્પષ્ટ પ્રભાવ હતો. જીવનના શુભમાં, માંગલ્યમાં તેમની શ્રદ્ધા ઠરી હતી. તેઓ પોતાના સમયની ઐતિહાસિક ઘટનાઓ વચ્ચે ઊભા હતા, છતાં તેમની દૃષ્ટિ ઇતિહાસની પેલે પાર વિશ્વજીવનની એકતા અને શાંતિ પર ઠરી હતી. પન્નાલાલ આવા કોઈ વાદ-વિચારને કે આદર્શોને કે જીવનમાંગલ્યને સ્વીકારી લેતા નથી. જીવનના કઠોર કારમા અને સમવિષમ અનુભવોમાંથી જે રીતે તેમને પસાર થવું પડ્યું હતું તે સંજોગોમાં તેઓ આવા માંગલ્યમાં એકદમ જઈને ન ઠરે એ સમજાય તેવું છે. જો કે પાછળથી શ્રી અરવિંદના યોગમાર્ગે તેઓ વળ્યા. અને તેમની પાછળની ટૂંકી નવલકથાઓ/ટૂંકી વાર્તાઓ એ જાતની શ્રી અરવિંદવાદી દૃષ્ટિનું ઓછુંવત્તું અનુસંધાન બતાવે પણ છે. પણ તેમનો સર્જક તરીકેનો અભિગમ એકંદરે જીવનની કઠોર વિષમ વાસ્તવિકતાઓને તેની જટિલતાઓ અને સંદિગ્ધતાઓ સમેત પકડવાનો રહ્યો છે.

અમેરિકન કથાલેખક હેન્રી જેમ્સે, સર્જકની આગવી Prime Sensibilityની જે વાત કરી છે તે પન્નાલાલ જેવા સર્જક માટે ઘણે અંશે પ્રસ્તુત બને છે :
અમેરિકન કથાલેખક હેન્રી જેમ્સે, સર્જકની આગવી Prime Sensibilityની જે વાત કરી છે તે પન્નાલાલ જેવા સર્જક માટે ઘણે અંશે પ્રસ્તુત બને છે :
“The question comes back, thus, obviously to the kind and degree of the artist’s prime sensibility which is the soil out of which his subject springs. The quality and capacity of that soil, its ability to ‘grow’ with due freshness and straightness any vision of life represents strongly or weakly the projected morality.”૨૨<ref>૨૨. Theory of Fiction : Henry James, p. ૩૧૩</ref> પન્નાલાલની પ્રભાવક નીવડેલી પ્રણયવિષયક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ ઘણુંખરું આવી કોઈ એક Prime Sensibilityમાંથી પાંગરી આવી છે.
“The question comes back, thus, obviously to the kind and degree of the artist’s prime sensibility which is the soil out of which his subject springs. The quality and capacity of that soil, its ability to ‘grow’ with due freshness and straightness any vision of life represents strongly or weakly the projected morality.”૨૨ પન્નાલાલની પ્રભાવક નીવડેલી પ્રણયવિષયક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ ઘણુંખરું આવી કોઈ એક Prime Sensibilityમાંથી પાંગરી આવી છે.
પન્નાલાલની સર્જકતામાં ઉમાશંકરે વળી એક જુદું જ રહસ્ય જોયું છે. પન્નાલાલની કેટલીક કથાઓમાં, ખાસ કરીને આરંભકાળની કૃતિઓમાં, તેમણે અમુક ચોક્કસ લયાત્મક ભાત જોઈ છે. તેમનું આ વિશેનું અવલોકન, ખરેખર, રસપ્રદ છે :

“આજે પાછળ નજર કરતાં પન્નાલાલના કલાકાર જીવનનું પગેરું એ લાગણીની એમની ઊંડી આરતમાં મળે છે. તક મળી હોત તો કદાચ એ કંઠ્ય સંગીતના ઉમદા કલાકાર નીવડ્યા હોત. પણ અનુભવવશાત્‌ જગતને અનેક બિંદુઓએ સ્પર્શવાની તકો એમને મળી હતી. એ બધો અનુભવ સંભાર એક સારા કથાલેખક થવામાં એમને ખપ લાગ્યો. પણ જોવા જતાં પન્નાલાલના કથાલેખનમાં સંગીત જીવાતુભૂત તત્ત્વ ગણાશે. કથ્ય લાગણીઓનાં આરોહ-અવરોહ, મિલાવટ, મીંડ આદિમાં અને આખી કથાના સંઘટનમાં સંગીતકલાનો પ્રભાવ વરતાશે. ખાસ કરીને ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં.”૨૩<ref>૨૩. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના</ref>
“આજે પાછળ નજર કરતાં પન્નાલાલના કલાકાર જીવનનું પગેરું એ લાગણીની એમની ઊંડી આરતમાં મળે છે. તક મળી હોત તો કદાચ એ કંઠ્ય સંગીતના ઉમદા કલાકાર નીવડ્યા હોત. પણ અનુભવવશાત્‌ જગતને અનેક બિંદુઓએ સ્પર્શવાની તકો એમને મળી હતી. એ બધો અનુભવ સંભાર એક સારા કથાલેખક થવામાં એમને ખપ લાગ્યો. પણ જોવા જતાં પન્નાલાલના કથાલેખનમાં સંગીત જીવાતુભૂત તત્ત્વ ગણાશે. કથ્ય લાગણીઓનાં આરોહ-અવરોહ, મિલાવટ, મીંડ આદિમાં અને આખી કથાના સંઘટનમાં સંગીતકલાનો પ્રભાવ વરતાશે. ખાસ કરીને ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં.”૨૩
ઉમાશંકરનું આ નિરીક્ષણ કૃતિની સંઘટનાની દૃષ્ટિએ દ્યોતક નીવડે એમ છે. ખાસ તો પન્નાલાલ જે રીતે પાત્રોમાં લાગણીતંતુને કંપાવે છે, જે રીતે તેને વળ આપે છે કે તેમાં ગૂંચ ઊભી કરે છે, અને જે રીતે તેને ઉકેલે છે. તેમાં અમુક રીતનો આરોહ-અવરોહ કે અમુક રીતની લયાત્મક ભાત જોઈ શકાય. ઉમાશંકરે ઉપર જે ત્રણ કથાઓનો નિર્દેશ કર્યો છે તેમાં સંઘટનાની દૃષ્ટિએ બારીક તપાસ કરવામાં આવે તો ઘણાં રસપ્રદ નિરીક્ષણો જોવા મળે.

’૩૬માં પન્નાલાલે વાર્તાલેખન શરૂ કર્યું ત્યારે, ખરેખર તો, ટૂંકી વાર્તા, લાંબી વાર્તા કે નવલકથા – કોઈ પણ સ્વરૂપની કલાત્મકતા વિશે સ્પષ્ટ અને વ્યવસ્થિત રૂપની જાણકારી તેમની પાસે નહોતી. અને એ સ્વરૂપોમાં ઠીક ઠીક સફળતાથી ખેડાણ કર્યા પછીયે એની કળાના પ્રશ્નો વિશે તેમણે ઝાઝું વાંચ્યું-વિચાર્યું હોય એમ પણ જણાતું નથી. જે કંઈ વાર્તા નવલકથા વાંચતાં એ સ્વરૂપો વિશે તેમના મનમાં આછીપાતળી જે કંઈ સમજ વિકસી હશે કે સાહિત્યકાર મિત્રો પાસેથી એક યા બીજા પ્રસંગે આ વિશે જે કંઈ જાણવા મળ્યું હશે, તેમનાથી તેમણે સંતોષ માન્યો જણાય છે. અને, એટલે જ આ કથા સ્વરૂપોમાં વાર્તાતત્ત્વ પર – ‘કથારસ’ જાળવી રાખે તેવી વાર્તા વસ્તુ પર – તેમની નજર રહી છે. “મારી પોતાની વાત કરું તો હું પોતે સહુથી પહેલાં રસનો આગ્રહી છું, એ પછી માનવીના મનની ગહનતાઓમાં ઊતરવાનો, ને વાચકને એનો અનુભવ કરાવવાનો ઉદ્દેશ પણ ખરો...” વગેરે. અહીં, દેખીતી રીતે જ, ‘રસ’ સંજ્ઞાથી તેમને ‘વાર્તારસ’ અભિપ્રેત છે. ટૂંકી વાર્તા કે નવલકથા જેવાં સ્વરૂપોમાં ‘વાર્તા’ તત્ત્વ નિમિત્ત તરીકે સ્વીકારી અસ્તિત્વનાં ગહન સંવેદનો આલેખવાની અને એ માટે રચનારીતિ, કથનશૈલી કે ભાષા બદલવાની તેમને એવી કોઈ જરૂરિયાત વરતાઈ હોય એવું ઓછું જોવા મળે છે. આ સ્વરૂપોના ખેડાણમાં, આરંભકાળમાં કેટલીક ઉત્કૃષ્ટ કૃતિઓ નીપજી આવી હોવા છતાં, વધુ તો ‘વાર્તારસ’ પર જ તેમની દૃષ્ટિ ઠરી છે : છેવટ સુધી તેમનો ઉપક્રમ ‘વાર્તારસ’ સિદ્ધ કરવા તરફ તેમજ તેની માવજત કરવા તરફનો રહ્યો છે. ટૂંકમાં, ટૂંકી વાર્તા કે નવલકથા જેવાં કળાસ્વરૂપો વિશે કંઈક સીમિત સમજ અને સીમિત પ્રયોજન લઈને તેઓ ચાલ્યા છે. સુખદ વાત એટલી કે આ જાતની સીમિત વિભાવના છતાં ગતિશીલ થયેલી તેમની સર્જકતા એવી સાંકડી સમજની સીમાઓને અનેક વાર અતિક્રમી ગઈ છે. ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ જેવી નવલકથાઓમાં માનવપરિસ્થિતિનું તેમનું ગહન કરુણ દર્શન તીવ્રતાથી વ્યક્ત થઈ ઊઠ્યું છે, અને ત્યાં ‘વાર્તારસ’ સહજ જ ગૌણ સ્થાન લે છે બલકે, ઘણો સૂક્ષ્મ બને છે.

આપણને સૌને હવે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે પન્નાલાલની પ્રતિભાના સૌથી વધુ રમણીય અને પ્રભાવક ઉન્મેષો તેમની જાનપદી નવલકથાઓ અને જાનપદી ટૂંકી વાર્તાઓમાં, તેમાં યે વિશેષ કરીને આરંભકાળની કૃતિઓમાં, જોવા મળ્યા. માંડલીની જે નાનકડી દુનિયામાં તેઓ જન્મ્યા અને ઊછર્યા, અને ‘ખેતી’ની ‘ભવાઈ’માં જોતરાયા, તે આખીયે લોકસૃષ્ટિનો તેમને નક્કર અને સાચુકલો અનુભવ મળ્યો હતો. ત્યાંનાં માનવીઓનાં સુખદુઃખ, તેમનાં રાગદ્વેષ, વેરઝેર, કજિયાકંકાસ અને તેમની કુટિલ રીતિનીતિ, તેમનાં ઉલ્લાસ, આશાઅરમાન અને તેમની વિટંબણાઓ – બધું ય તેમની રગેરગમાં ઊતરી ચૂક્યું હતું. એ લોકસૃષ્ટિને પ્રેરનારાં આદિમ્‌ બળો અને તેની પ્રાકૃતતાઓનો તેમને ખ્યાલ આવી ગયો હતો. ધરતીના પટ પર જીવતી માનવજાતિમાં સદ્‌અસદ્‌ તત્ત્વોની ભાતીગળ ઝાંય રચાવા પામી છે એ વાત તેમનામાં રહેલા તટસ્થ દ્રષ્ટાએ સહજ જ પ્રત્યક્ષ કરી લીધી છે. માનવી કેવળ સદ્‌ગુણો કે દુર્ગુણોની મૂર્તિ નથી : સત્‌અસત્‌ના  તાણાવાણા તેના અસ્તિત્વના પોતામાં અજબના મોહક રંગો ધરે છે. પન્નાલાલની સંવેદનશીલતાની બાબતમાં કદાચ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જીવનમાં પડેલી કૂટ દુર્ભેદ્ય એવી દુરિત(evil)ની સત્તાનો તેમને ગાઢ પરિચય છે. બલકે તેમના જીવનદર્શનમાં તેનો મૂળભૂત તત્ત્વ તરીકે સ્વીકાર છે, ‘માનવીની ભવાઈ’માં માલીનું પાત્ર એ આવા દુરિતતત્ત્વનો જીવતોજાગતો નમૂનો છે. ‘માનવીની ભવાઈ’ પૂરતું તો એમ કહી શકાય કે સંતના જેવી કઠોર નિર્મમતા કેળવીને લોકજીવનના ગૂઢ આંતર પ્રવાહો આલેખવાનું તેમનું વલણ રહ્યું છે. જીવનમાં કેવળ આદર્શવાદ નહિ, માંગલ્યવાદ કે પ્રગતિવાદ નહિ; કોઈ પણ વાદનું ઓથું લીધા વિના નગ્ન વાસ્તવિકતાને ઝીલવા તેઓ ત્યાં આતુર રહ્યા છે. તેઓ જે પાત્રોની વાત લઈ બેઠા છે તે ધરતીની ધૂળમાંથી રચાયાં છે. ધરતીની સ્થૂળતા, પ્રાકૃતતા અને નક્કરતા તેમના અસ્તિત્વમાં ઊતરી આવ્યાં છે. ‘માનવીની ભવાઈ’ના છેલ્લા પ્રકરણ ‘ઉજ્જડ આભલે અમી’ની ઘટના આ સંદર્ભમાં ઉલ્લેખી શકાય. કારમા ભીષણ દુકાળના દિવસોમાં, વગડાના એકાંત વચ્ચે, રાજુ કાળુને સ્તનપાન કરે, એવો પ્રસંગ પન્નાલાલે ત્યાં વર્ણવ્યો છે. ઉમાશંકર૨૫<ref>૨૫. ‘નિરીક્ષા’, પૃ. ૨૮૭ : “...પણ કથાને અંતે ગામની બહાર રાજુની પાસેથી સંતોષ મેળવ્યાનો પ્રસંગ છે તે સમજી શકાતો નથી. એ નર્યા ઊર્મિમાંદ્ય (મૉર્બિડિટી)નું આલેખન લાગે છે અને વાર્તા માટે એવું આલેખન અનિવાર્ય નથી. પ્રસ્તુત નથી. વાતને એ પ્રસંગથી પોષણ મળતું નથી. ચોખ્ખી હાનિ પહોંચે છે.” </ref> સુંદરમ્‌૨૬<ref>૨૬. ‘અવલોકના’, પૃ. ૪૯૭ “છેલ્લા પ્રકરણમાંની કાળુની તરસ મટાડવાનો પ્રસંગ અનિવાર્ય જેવો લાગે છે? એ રીતે એ બેના આંતરસંબંધમાં તમે કંઈ જુદો પલટો આપવા માગો છો? તમે સંક્ષેપથી, સૂચનથી દૃશ્ય વર્ણવ્યું છે. પણ એ ઘટના, ધારો કે જીવનમાં એમ બનતું હોય તો પણ, કોણ જાણે મને બહુ ગમતી નથી.” </ref> અને દર્શક૨૭<ref>૨૭. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, પૃ. ૧૮૭ : “તેથીય બેહૂદું છે છેલ્લાં પ્રકરણ ‘ઊજડ આભલે અમી’માં કાળુની તરસ (માનસિક?) છિપાવવા રાજુ એના મોંમાં પોતાનું સ્તન આપે છે એ. તેની નથી અનિવાર્યતા, નથી તેનાથી વધતી રસની તીવ્રતા. જાતીય વિકૃતિઓ ઘણીયે જગતમાં છે. પણ કાળુ જેવા તને ને મને તંદુરસ્ત તેમાં ન સપડાય એ જ સ્વાભાવિક છે.” </ref> જેવા પ્રતિષ્ઠિત વિદ્વાનોને આ પ્રસંગ ગમ્યો નથી અલબત્ત, જુદી જુદી રીતે તેમણે એની ટીકા કરી છે. પણ માનવપ્રતિમા વિશે પન્નાલાલે જે અંતર્દૃષ્ટિ કેળવી હતી તેને અનુરૂપ જ એ પ્રસંગ ઊભો કર્યો છે, તેમણે એ વિશે પોતાની માન્યતા સાચી અને પ્રામાણિક હોવાનું ય કહ્યું છે : “...મારા હિસાબે હું આવતી કાલનો, બલકે એની ય આવતી કાલનો લેખક છું. જેમ કે, ‘માનવીની ભવાઈ’નું છેલ્લું પ્રકરણ. આ પ્રસંગ નિરૂપતી વખતે મને પૂરેપૂરો ભય હતો કે આપણા વિદ્વાનો ને વિવેચકો આને આવકારશે નહિ. છતાંય મેં પેલી મારા દિલમાં પડેલી સહજતા કહો, અથવા તો જીવનની સમજદારી કે દર્શન કહો, ગમે તે નામ આપો, પણ તેમાં રહેલી પ્રતીતિના આધારે હું આ પ્રસંગ નિરૂપ્યા વગર રહી શક્યો નહિ.”૨૮<ref>૨૮. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૬</ref> સર્જક તરીકે પન્નાલાલનો આ અભિગમ પ્રશસ્ય લાગે છે. જોકે જીવન વિશેની આ જાતની ‘સહજતા’ કે ‘સમજદારી’ તેમની પાછળની કથાઓમાં એટલી તીવ્રતાથી પ્રગટ્યાં નથી. જાણ્યે-અજાણ્યેય તેમનામાં રંગરાગી વલણો બળવાન બનતાં રહ્યાં છે. વાર્તારસની માવજત કરવા જતાં તેમાં રંજક તત્ત્વોનો પ્રવેશ થતો રહ્યો છે.
આપણને સૌને હવે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે પન્નાલાલની પ્રતિભાના સૌથી વધુ રમણીય અને પ્રભાવક ઉન્મેષો તેમની જાનપદી નવલકથાઓ અને જાનપદી ટૂંકી વાર્તાઓમાં, તેમાં યે વિશેષ કરીને આરંભકાળની કૃતિઓમાં, જોવા મળ્યા. માંડલીની જે નાનકડી દુનિયામાં તેઓ જન્મ્યા અને ઊછર્યા, અને ‘ખેતી’ની ‘ભવાઈ’માં જોતરાયા, તે આખીયે લોકસૃષ્ટિનો તેમને નક્કર અને સાચુકલો અનુભવ મળ્યો હતો. ત્યાંનાં માનવીઓનાં સુખદુઃખ, તેમનાં રાગદ્વેષ, વેરઝેર, કજિયાકંકાસ અને તેમની કુટિલ રીતિનીતિ, તેમનાં ઉલ્લાસ, આશાઅરમાન અને તેમની વિટંબણાઓ – બધું ય તેમની રગેરગમાં ઊતરી ચૂક્યું હતું. એ લોકસૃષ્ટિને પ્રેરનારાં આદિમ્‌ બળો અને તેની પ્રાકૃતતાઓનો તેમને ખ્યાલ આવી ગયો હતો. ધરતીના પટ પર જીવતી માનવજાતિમાં સદ્‌અસદ્‌ તત્ત્વોની ભાતીગળ ઝાંય રચાવા પામી છે એ વાત તેમનામાં રહેલા તટસ્થ દ્રષ્ટાએ સહજ જ પ્રત્યક્ષ કરી લીધી છે. માનવી કેવળ સદ્‌ગુણો કે દુર્ગુણોની મૂર્તિ નથી : સત્‌અસત્‌ના  તાણાવાણા તેના અસ્તિત્વના પોતામાં અજબના મોહક રંગો ધરે છે. પન્નાલાલની સંવેદનશીલતાની બાબતમાં કદાચ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જીવનમાં પડેલી કૂટ દુર્ભેદ્ય એવી દુરિત(evil)ની સત્તાનો તેમને ગાઢ પરિચય છે. બલકે તેમના જીવનદર્શનમાં તેનો મૂળભૂત તત્ત્વ તરીકે સ્વીકાર છે, ‘માનવીની ભવાઈ’માં માલીનું પાત્ર એ આવા દુરિતતત્ત્વનો જીવતોજાગતો નમૂનો છે. ‘માનવીની ભવાઈ’ પૂરતું તો એમ કહી શકાય કે સંતના જેવી કઠોર નિર્મમતા કેળવીને લોકજીવનના ગૂઢ આંતર પ્રવાહો આલેખવાનું તેમનું વલણ રહ્યું છે. જીવનમાં કેવળ આદર્શવાદ નહિ, માંગલ્યવાદ કે પ્રગતિવાદ નહિ; કોઈ પણ વાદનું ઓથું લીધા વિના નગ્ન વાસ્તવિકતાને ઝીલવા તેઓ ત્યાં આતુર રહ્યા છે. તેઓ જે પાત્રોની વાત લઈ બેઠા છે તે ધરતીની ધૂળમાંથી રચાયાં છે. ધરતીની સ્થૂળતા, પ્રાકૃતતા અને નક્કરતા તેમના અસ્તિત્વમાં ઊતરી આવ્યાં છે. ‘માનવીની ભવાઈ’ના છેલ્લા પ્રકરણ ‘ઉજ્જડ આભલે અમી’ની ઘટના આ સંદર્ભમાં ઉલ્લેખી શકાય. કારમા ભીષણ દુકાળના દિવસોમાં, વગડાના એકાંત વચ્ચે, રાજુ કાળુને સ્તનપાન કરે, એવો પ્રસંગ પન્નાલાલે ત્યાં વર્ણવ્યો છે. ઉમાશંકર૨૫ સુંદરમ્‌૨૬<અને દર્શક૨૭ જેવા પ્રતિષ્ઠિત વિદ્વાનોને આ પ્રસંગ ગમ્યો નથી અલબત્ત, જુદી જુદી રીતે તેમણે એની ટીકા કરી છે. પણ માનવપ્રતિમા વિશે પન્નાલાલે જે અંતર્દૃષ્ટિ કેળવી હતી તેને અનુરૂપ જ એ પ્રસંગ ઊભો કર્યો છે, તેમણે એ વિશે પોતાની માન્યતા સાચી અને પ્રામાણિક હોવાનું ય કહ્યું છે : “...મારા હિસાબે હું આવતી કાલનો, બલકે એની ય આવતી કાલનો લેખક છું. જેમ કે, ‘માનવીની ભવાઈ’નું છેલ્લું પ્રકરણ. આ પ્રસંગ નિરૂપતી વખતે મને પૂરેપૂરો ભય હતો કે આપણા વિદ્વાનો ને વિવેચકો આને આવકારશે નહિ. છતાંય મેં પેલી મારા દિલમાં પડેલી સહજતા કહો, અથવા તો જીવનની સમજદારી કે દર્શન કહો, ગમે તે નામ આપો, પણ તેમાં રહેલી પ્રતીતિના આધારે હું આ પ્રસંગ નિરૂપ્યા વગર રહી શક્યો નહિ.”૨૮ સર્જક તરીકે પન્નાલાલનો આ અભિગમ પ્રશસ્ય લાગે છે. જોકે જીવન વિશેની આ જાતની ‘સહજતા’ કે ‘સમજદારી’ તેમની પાછળની કથાઓમાં એટલી તીવ્રતાથી પ્રગટ્યાં નથી. જાણ્યે-અજાણ્યેય તેમનામાં રંગરાગી વલણો બળવાન બનતાં રહ્યાં છે. વાર્તારસની માવજત કરવા જતાં તેમાં રંજક તત્ત્વોનો પ્રવેશ થતો રહ્યો છે.
‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’, ‘ભાંગ્યાનાં ભેરુ’, ‘કરોળિયાનું જાળું’, અને ‘મીણ માટીનાં માનવી’ જેવી કથાઓમાં આલેખાયેલું લોકજીવનની વાસ્તવિકતાનું જટિલ ચિત્ર ધ્યાનપાત્ર છે. જનપદમાં વસતાં માનવીઓ, એના પ્રાકૃતિક પરિવેશ વચ્ચે, જીવતાં-ઝઝૂમતાં હોય છે. શહેરી માણસોની આત્મજાગૃતિ, વૈચારિક ગતિવિધિ કે તેમના સાંસ્કૃતિક પરિબોધના એવા કોઈ મોટા પ્રશ્નો તેમને ખાસ નડતા નથી. તેમનાં સુખદુઃખની ભૂમિકા એ રીતે, નિરાળી છે. એક રીતે, નવલકથાના સર્જક માટે જાનપદી જીવનનો સ્વીકાર કળાનિમણિના ક્ષેત્રને કદાચ અમુક અંશે સંકોચી દે છે. પણ પન્નાલાલે આવી સીમિત ભૂમિકા પરથી યે માનવીય વાસ્તવિકતાનું ઘણું નક્કર અને સંકુલ ચિત્ર રજૂ કર્યું છે. તળ ધરતીનાં માનવીઓ, તેમનાં સુખદુઃખ, પ્રેમ અને લગ્નની ગૂંચ, અને વેરઝેર, બધું ય એના જીવંત પરિવેશ વચ્ચે આલેખ્યું છે. આપણા પ્રાદેશિક જીવનના એક વિશિષ્ટ ખંડને જાણે કે એની બધી આંટીઘૂંટીઓ સમેત તેમણે ખડો કરી દીધો છે. જીવનની સંકુલ ગતિવિધિની તેમની પકડ એ રીતે ખૂબ જ નોંધપાત્ર બને છે. માનવી કંઈ એકાકી અને અલગ સત્તા નથી : વિશાળ લોકજીવનના તાણાવાણામાં તે એક અવિચ્છેદ્ય તંતુ છે. વ્યક્તિ તરીકે તેનું નાનું મોટું કાર્ય, તેની લાગણી, વિચારવલણ કે વર્તન અન્યને અસર કરે જ છે; તો, બીજાંઓનાં કાર્યો લાગણી આદિ તેની જીવનગતિને જાણ્યે-અજાણ્યેય ઓછીવત્તી અસર કરે જ છે. કેટકેટલાં માનવીઓ, વ્યક્તિના ભાગ્યમાં નિર્ણાયક બળ બની જતાં હોય છે! અને જીવનની કરુણ વક્રતા તો એ વાતમાં રહી છે કે શુભ ઇરાદાથી આરંભાયેલું કાર્ય કે વચન, અણધારી રીતે જ, બીજી વ્યક્તિના જીવનમાં આપત્તિ સર્જી શકે છે! એમ પણ લાગે કે, વ્યક્તિની દરેક ચાલની સામે કોઈક દૃષ્ટ કે અદૃષ્ટ તત્ત્વ જાણે કે સામી ચાલ ચાલે જ છે. જ્ઞાત-અજ્ઞાત અસંખ્ય પરિબળો વચ્ચે, એ રીતે, વ્યક્તિનું જીવન ખેંચાતું, ભીંસાતું રહેસાતું, અને વારંવાર છિન્નવિચ્છિન્ન બની જતું હોય છે. જીવન મને ‘કરોળિયાના જીવન’ જેવું લાગે છે. એમ જે પન્નાલાલ કહે છે, તેમાં ઊંડો મર્મ રહેલો છે, ‘મળેલા જીવ’ની મૂળ માંડણીમાં રહેલી કરુણ વ્યંગભરી પરિસ્થિતિ એનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. એનો એક માર્મિક સંદર્ભ જોઈએ.

કાનજીના હૈયાની ગૂંચ ઉકેલવા તેના દિલોજાન મિત્ર હીરાએ જ પ્રથમ માર્ગ ચીંધ્યો હતો, જીવીને ધૂળા ઘાંયજાના ઘરમાં બેસાડવાનો. પણ – ‘આને લાવ્યો છે તો લાવ્યાપણું રાખજે’ – જેવી ભગતની ટકોર કાનજીના અંતરાત્માને સીધી સ્પર્શી જાય છે, અને જીવીને તે દૃષ્ટિપથમાંથી દૂર રાખવા મહાપ્રયત્ન આદરે છે! અને આખી ય દઝાડ્યા કરતી પરિસ્થિતિમાંથી તે ભાગી પણ છૂટે છે! પેલો ભગત, આમ તો સાવ નિસ્પૃહી અને નિર્લેપ માનવી હતો, પણ, અણજાણપણે જ, તે ય કાનજીની આ ‘રામાયણ’માં સંડોવાઈ ગયો! ધૂળાના ઘરના રાતદિવસના કજિયાકંકાસથી કંટાળી જઈને એક દિવસ કંઈક રોષ અને અકળામણમાં જ જીવી સમક્ષ તેનાથી બોલી જવાયું : ‘રોજના ફજેતા થાય છે ત્યારે ક્યાંય ઝેરે નથી મળતું?’ – અને, એ ભલો માણસ તો પછીથી બધું ય ભૂલી ગયો હતો! સાવ નિર્દોષપણે જ તે જે કંઈ બોલી ગયો હતો, તેનો તેને કોઈ ‘અર્થ’ પણ નહોતો. પણ, અણજાણપણે જ, એ શબ્દો જીવીના અજ્ઞાત મનમાં રોપાઈ ગયા! અને, પછીથી, સાચે જ તેણે ઝેરનો ઉપાય કર્યો ય ખરો. પણ પરિસ્થિતિમાં રહેલી કરુણ વક્રતા તો જુઓ. જીવીએ પોતાને માટે એ ઝેરમિશ્રિત રોટલો ઘડ્યો હતો – અને એ પછી કજિયો ચાલ્યો, આસપાસના લોકોએ – પાડોશીઓએ – અને ભગતે તેમને છૂટાં પાડ્યાં, અને ત્યાં ત્રાહિત વ્યક્તિ શી કંકુએ માત્ર લાગણીથી દ્રવી જઈને ધૂળાને એ રોટલો આપ્યો! – રસ્તો દેખાડનાર ભગત, રોટલો ઘડનાર જીવી, અને પીરસનાર કંકુ! – આ કરુણ કથામાં કેવાં કેવાં માનવીઓ અણજાણપણે જ ‘સંડોવાયાં’ છે! માનવપરિસ્થિતિને એની વિષમ સંકુલતા અને આંટીઘૂંટી સમેત પન્નાલાલે અહીં પ્રત્યક્ષ કરી છે અને કરાવી છે.

Line 62: Line 62:
અલબત્ત, આપણા કથાસાહિત્યમાં ગામડાંનાં પાત્રો અને પ્રસંગોનો સ્વીકાર પન્નાલાલ પહેલાં થઈ ચૂક્યો હતો. રમણલાલ, મેઘાણી જેવાની નવલકથાઓમાં અને દ્વિરેફ, ઉમાશંકર, સુંદરમ્‌ આદિની નવલિકાઓમાં ગ્રામજીવનની કથાઓ રજૂ થઈ ચૂકી હતી. નીચલી ગણાતી ‘વરણ’નાં કે દલિત-પીડિત વર્ગનાં માણસો અને તેમનાં સુખઃદુઃખો વિશે ય રજૂઆત થવા લાગી હતી. એ રીતે ગ્રામજીવનનું આલેખન, એ કંઈ પન્નાલાલનું નવપ્રસ્થાન નહોતું. પણ પન્નાલાલે પોતાના વતનના લોકજીવનને, એના જીવંત પ્રાદેશિક વાતાવરણ સમેત, રજૂ કર્યું. અને, તેથી ય વિશેષ, માનવીય પરિસ્થિતિને એની અનેકવિધ જટિલતા અને સંકુલતા સાથે આલેખ્યું. લોકજીવનની કૂટ અને દુર્ભેદ્ય વાસ્તવિકતાનું આટલું સઘન અને આટલું સ્પર્શક્ષમ ચિત્ર રમણલાલ અને મેઘાણીમાં તો નહોતું જ. પણ દ્વિરેફ, ઉમાશંકર આદિમાં ય એ એટલું વ્યાપક રૂપમાં જોવા મળતું નથી.

પન્નાલાલની જાનપદી કથાઓમાં – વિશેષ કરીને આરંભકાળની નોંધપાત્ર કૃતિઓમાં – એક બાજુ વાસ્તવવાદી વલણો ઉગ્રપણે કામ કરી રહ્યાં છે, બીજી બાજુ કેટલાંક રંગરાગી વલણોય એમાં પ્રચ્છન્નપણે સક્રિય રહ્યાં છે. પણ આપણા કથાસાહિત્યના વિકાસના સંદર્ભે એમ નોંધાવવું જોઈએ. કે પન્નાલાલની જાનપદી કથાઓમાં આપણી નવલકથાને એક નવું પરિમાણ મળ્યું છે. ‘ગ્રામલક્ષ્મી’ (૧-૪) કે ‘તુલસીક્યારો’ જેવી કૃતિઓ કરતાં ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ વધુ નક્કર વાસ્તવિકતા પર મંડાયેલી છે, અને એમાં વધુ નક્કર અને વધુ વાસ્તવિક વધુ સાચુકલા એવા જીવનનો અનુભવ થાય છે.

હકીકતમાં, જીવનની વાસ્તવિકતાને પન્નાલાલે બે સ્તરોએથી એકીસાથે પકડવાનો પ્રયત્ન કર્યો છે : બાહ્ય સ્તરેથી સંકુલ ગતિવિધિવાળા સમાજજીવનની વાસ્તવિકતા અને આંતરિક સ્તરેથી પાત્રોના હૃદયની સંકુલ સંચલનાનું મનોવૈજ્ઞાનિક વાસ્તવ એમ બે સ્તરોએથી એકીસાથે આલેખન કરવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. માનવમનની લીલા આલેખવામાં પન્નાલાલે પ્રશસ્ય સૂઝ બતાવી છે, એ વાત આપણી વિવેચનાએ ફરી ફરીને નોંધી છે. તેમની એ જાતની શક્તિનો સ્વીકાર કરતાં ઉમાશંકર કહે છે : ‘પન્નાલાલનું મુખ્ય બળ માનવહૃદયની એમની સહજ સૂઝમાં છે. માણસના હૃદયની વાત પર એમની પકડ હોય છે. અને એને લીધે ભાવકના હૃદય પર એ પકડ જમાવે છે. માનવહૃદયની તે તે વાત તેમને પ્રત્યક્ષ હોય છે. અને આપણને પણ એ પ્રત્યક્ષ કરાવે છે, બલકે એ ઉપરથી એમને પ્રત્યક્ષ છે એનો પુરાવો મળે છે.”૨૯<ref>૨૯. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯૭૩. </ref> “રચના અંગે બદલાતા ખયાલોમાં પાંચકા, દસકા, બે દસકા પછી પણ જો પ્રત્યક્ષીકરણ – ને તે પણ માનવહૃદયની લાગણી અંગેનું પ્રત્યક્ષીકરણ – એનું કથનકલામાં સ્થાન હશે તો પન્નાલાલ જેવા કલાકારને જરીકે સોસવું નહીં પડે.”૩૦<ref>૩૦. એજન. </ref>
હકીકતમાં, જીવનની વાસ્તવિકતાને પન્નાલાલે બે સ્તરોએથી એકીસાથે પકડવાનો પ્રયત્ન કર્યો છે : બાહ્ય સ્તરેથી સંકુલ ગતિવિધિવાળા સમાજજીવનની વાસ્તવિકતા અને આંતરિક સ્તરેથી પાત્રોના હૃદયની સંકુલ સંચલનાનું મનોવૈજ્ઞાનિક વાસ્તવ એમ બે સ્તરોએથી એકીસાથે આલેખન કરવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. માનવમનની લીલા આલેખવામાં પન્નાલાલે પ્રશસ્ય સૂઝ બતાવી છે, એ વાત આપણી વિવેચનાએ ફરી ફરીને નોંધી છે. તેમની એ જાતની શક્તિનો સ્વીકાર કરતાં ઉમાશંકર કહે છે : ‘પન્નાલાલનું મુખ્ય બળ માનવહૃદયની એમની સહજ સૂઝમાં છે. માણસના હૃદયની વાત પર એમની પકડ હોય છે. અને એને લીધે ભાવકના હૃદય પર એ પકડ જમાવે છે. માનવહૃદયની તે તે વાત તેમને પ્રત્યક્ષ હોય છે. અને આપણને પણ એ પ્રત્યક્ષ કરાવે છે, બલકે એ ઉપરથી એમને પ્રત્યક્ષ છે એનો પુરાવો મળે છે.”૨૯ “રચના અંગે બદલાતા ખયાલોમાં પાંચકા, દસકા, બે દસકા પછી પણ જો પ્રત્યક્ષીકરણ – ને તે પણ માનવહૃદયની લાગણી અંગેનું પ્રત્યક્ષીકરણ – એનું કથનકલામાં સ્થાન હશે તો પન્નાલાલ જેવા કલાકારને જરીકે સોસવું નહીં પડે.”૩૦
પન્નાલાલની ટૂંકી વાર્તાઓના સંદર્ભે અનંતરાય રાવળે પણ નોંધ્યું છે : “...એ અનુભવ-નિરીક્ષણ-લબ્ધ જીવનપરિચયમાંથી કોઈ અજબ હૈયાઉકલતથી એમણે વાર્તાઓ કોરી કાઢી છે. વાર્તાઓ તો માનવીઓની જ હોય ને? એ માનવીઓનાં હૈયામાં પરિચિત પ્રવેશના અદ્‌ભુત ઇલમથી પેસી જઈ એમની આંતર વૃત્તિલીલા અપૂર્વ કૌશલથી નિરૂપતાં એમને આવડે છે.”૩૧<ref>૩૧. ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ : પ્રસ્તાવના</ref> અનંતરાયનું આ મંતવ્ય તેમની નવલકથાઓ માટે ય એટલું જ સાચું અને તેથી પ્રસ્તુત બની રહે છે.
પન્નાલાલની ટૂંકી વાર્તાઓના સંદર્ભે અનંતરાય રાવળે પણ નોંધ્યું છે : “...એ અનુભવ-નિરીક્ષણ-લબ્ધ જીવનપરિચયમાંથી કોઈ અજબ હૈયાઉકલતથી એમણે વાર્તાઓ કોરી કાઢી છે. વાર્તાઓ તો માનવીઓની જ હોય ને? એ માનવીઓનાં હૈયામાં પરિચિત પ્રવેશના અદ્‌ભુત ઇલમથી પેસી જઈ એમની આંતર વૃત્તિલીલા અપૂર્વ કૌશલથી નિરૂપતાં એમને આવડે છે.”૩૧અનંતરાયનું આ મંતવ્ય તેમની નવલકથાઓ માટે ય એટલું જ સાચું અને તેથી પ્રસ્તુત બની રહે છે.
માનવમનની પન્નાલાલને ઊંડી ઓળખ છે. ઝમકુ અને મનોરમુખી (‘વળામણાં’), કાનજી અને જીવી (‘મળેલા જીવ’), કાળુ-રાજુ, માલી, રૂપાં, વાલો વગેરે (‘માનવીની ભવાઈ’), કેસર (‘કરોળિયાનું જાળું’), કચરો (‘મીણ, માટીનાં માનવી’) જેવાં પાત્રોની વિભિન્ન પરિસ્થિતિની મનોભૂમિકા જુઓ. એ પાત્રો જુદી જુદી પરિસ્થિતિ વચ્ચે કેવી કેવી વૃત્તિઓ અને લાગણીઓ અનુભવી રહે છે, કેવા કેવા ઓરતા સેવે છે અને કેવી કેવી આશાનિરાશામાંથી પસાર થાય છે. એ બધાં આંતર સંચલનો પન્નાલાલ કુશાગ્ર દૃષ્ટિથી પકડી લઈ શકે છે, પણ એથીય વિશેષ, સંઘર્ષની – કટોકટીની – ક્ષણોમાં માનવમન પરસ્પર વિરોધી લાગણીઓ વચ્ચે કેવું તો દોલાયમાન બને છે, વિરુદ્ધ દિશામાં કેવી તો દુર્દમ ખેંચ અનુભવે છે અને આ છેડેથી સામે છેડે સુધી કેવું ઝૂલતું રહે છે, તેની તેમને ઊંડી સૂઝ છે. વિષમ કઠોર વાસ્તવિકતા વચ્ચે રૂંધાતું મન જે રીતે દિવાસ્વપ્નમાં સરી પડે છે, અને વળી વાસ્તવિક ઘટનાના ધક્કાથી એ સૃષ્ટિ એકાએક તૂટી પડતાં તે જે રીતે નિર્ભ્રાન્ત દશામાં મુકાઈ જાય છે – એ જાતનું તેમનું આલેખન ઘણું અસરકારક રહ્યું છે. કેવળ આત્મનિરીક્ષણથી માનવમનનાં ગહનતર સૂક્ષ્મતર સંચલનો તેઓ પકડી શક્યા છે, એમ કહેવું જોઈએ.

‘મળેલા જીવ’ના ‘મથામણ’ પ્રકરણનો એક સંદર્ભ જોઈએ. જીવીનું ધૂળા માટે માગું કરવા કાનજી જોગીપરે આવ્યો છે. સીમમાં જીવીને એ માટે બોલાવી છે. ખેતરને સેઢે આંબા નીચે બંને બેઠાં છે. જીવી પાસે કાનજીએ વચન માગી લીધું છે, અને અંતરમાં કંઈ કંઈ અરમાન સેવતી જીવીએ અટળ આત્મવિશ્વાસથી વચન આપ્યું છે :