અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ફરી પાછું વૃક્ષ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફરી પાછું વૃક્ષ|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> જૂના સમયના એ તપખીર...") |
No edit summary |
||
Line 35: | Line 35: | ||
{{Right|(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૪૩-૪૪)}} | {{Right|(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૪૩-૪૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
<div class="toccolours mw-collapsible" style="width:400px; overflow:auto;"> | |||
<div style="font-weight:bold;line-height:1.6;">આસ્વાદ: મૂળ વૃક્ષરૂપની વિ-(આ)કૃતિ…. – રાધેશ્યામ શર્મા</div> | |||
<div class="mw-collapsible-content"> | |||
{{Poem2Open}} | |||
ઑડેને કળાકારને ‘ફેબ્રિકેટર ઑવ ઑબ્જેક્ટ્સ’ પદાર્થોને બનાવનારો, કર્તા કહ્યો છે. શબ્દોની કળાનો બંદો કવિ, જરૂર પડ્યે ફરી પાછો પદાર્થ નવી રીતિએ બનાવી આપે. અહીં સિતાંશુએ ‘ફરી પાછું વૃક્ષ’ મથાળું બાંધી પદાર્થને કાવ્યપદમાં જીવતો કરી દીધો. ‘ફરી પાછું’ પ્રયોગ વ્યાપક પ્રતીકાત્મક પ્રક્રિયા ગણાય. આદિ વારામાં હતું વૃક્ષ, ઉપનિષદકાળના કવિએ ઈશ્વર સંદર્ભે મેદાનમાં એકલા ઊભેલા વૃક્ષનું સ્મરણ કરેલું: ‘સવૃક્ષો ઈવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેકઃ’ એવા – વૃક્ષને છેવાડે મૂકીને મનુષ્યજાતિ પ્રગતિ કર્યાના વહેમમાં મહાલી ભલે રહે અંતે તો ‘ફરી પાછું વૃક્ષ’ સંભારી પાછા આવવું પડશે. | |||
શીર્ષક પછીની પ્રથમ પંક્તિ ભાવકને ‘જૂના સમય’ સમક્ષ તરત ધરી દે છે અને થડને ‘તપખીરિયા’ કહ્યું તેથી વૃક્ષના વર્ણ સંગાથે ‘હઅ્અક્ક્ છીં’નો ધ્વનિ પણ અર્પવાની ક્ષમતા દર્શાવે છે! સમસંવેદક માટે અહીં એક ‘સ્નફ બૉક્સ’ થડ સોતું ખડું છે! | |||
તપખીરિયા થડનું શું થયું? વહેરાયું, છોલાયું, ઘાટઘૂટ પામી ઘરનું ફર્નિચર બની ગયું: ‘ધોયા, ભિગોયા ઓર હો ગયા’… | |||
સર જગદીશચંદ્ર બોઝનું ભૂત કલકત્તાના કોઈ કૅસલ–બુરજ પરથી બરકી પડે, અલ્યા – ઓ, આ ઝલમલ જીવતા ઝાડનું તમે કચરીને કચુંબર કરી કાઢ્યું! ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી દીધું! નિર્દયો, શરમ છે? | |||
પ્રગતિ–વાદમાં આવું થાય. સર્જકમાં ઝનૂન (કે જુનૂન) ના હોય. વસ્તુરચના વેળાયે પણ વસ્તુલક્ષી રીતિએ નિર્મમ વર્ણન જ આપે. લાગણીની લસલસતી લાવણી શુદ્ધ કવિ ના આરડે! | |||
આખી રચનામાં ‘જૂના સમયના એ તપખીરિયા થડને ત્રણ વાર રોપવામાં/નિરૂપવામાં આવ્યું છે. | |||
ગદ્ય રચનાના બીજા સ્તબકમાં ફર્નિચરથી આગળ વધી ‘કૈં કેટલાયે કામની વસ્તુઓ’ (જેવી કે ટેબલ, ખુરશીઓ, મેજ, સ્ટૅન્ડ વગેરે વગેરે) બનાવી લીધાનું તથ્ય છે. | |||
ઉપયોગ–વાદ જૂના સમયની તમામ વસને એના મૂળ મૌલિક વિશુદ્ધ સ્વરૂપમાં રહેવા ના દે. કેવળ કામની વસ્તુઓ જ કામની, કળાની ચીજો ના–ચીજ. જોકે, હેન્રી માતિસ જેવો ચિત્રકાર સાગ્રહ માનતો કે શરીરનો થાક ઉતારવા કામ લાગે એવી સારી મજાની ખુરશી જેવી કળા હોવી જ જોઈએ! | |||
સિતાંશુના તપખીરિયા થડનું ‘ઉતાવળે જમવા બેસવાનું ટેબલ’ મિત્ર ગુલામ મોહમ્મદ શેખના એક કથ્થાઈ ટેબલ તરફ તાણી ગયું: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કથ્થાઈ ટેબલ પર ચપોચપ પડેલી જામલી સાડીની પહોળી, | |||
આરદાર લીલી કિનાર…’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ખેર, તપખીરિયા થડ પર જે કાંઈ અજબગજબ વીત્યું એનો રેકોર્ડ કેવો ‘લો-કી’માં રેખાંકિત પામ્યો છે, અને ત્યાં જ કવિની અસંમોહિત રચનાગત સભાનતાનો કરિશ્મો, છૂપા રુસ્તમશો હાજર છે: કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા. (જિસસને લાકડાના ક્રૉસે ખીલે ઠોકી મઢ્યા ત્યારે પણ મસમોટા કડાકાધડાકા નહીં થયા હોય. માત્ર સિનેમાસ્કોપ રૂપેરી પડદે જ વીજલડીઓ દર્શકોને બહુધ્વનિઓથી ભપકાવે છે!) | |||
‘યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?! ઇટલીના વાર્તાકાર નાતાલીઆ ગિન્ઝબર્ગની ‘ધ મધર’ કૃતિનું વર્ણન અહીં અતિ પ્રસ્તુત છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
Sometimes they tried to remember how she was, each on his own in silence and they sound it harder and harder… she put on a lot of yellow powder… little by little there was a yellow dot, it was impossible to get the shape of her cheeks and face. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
નદી જ નહિ, વૃક્ષ પણ જાણે લોકમાતૃકા છે! નિસર્ગમાં ખીલેલું એનું મૂળ રૂપ ખીલી–હથોડી–ફેવિકોલથી એવું પલટી માર્યું કે મૂળગી ઓળખ જ અલોપ થઈ ગઈ એની! | |||
પણ અહીં, આ વાર્તિકકારની જેમ, દયાકરુણામાં જોતરાવા–સંકડાવા નથી માગતા. ચાલ એમની નિજી છે, નિરાળી છે. કાવ્યનાયકનો ‘પર્સનલ ટોન’ અહીં જુદો જ જાયકો વેરે છે: ‘રમૂજ થાય ને માનીયે ના શકાય… ને હસવું આવે.’ અહી સંગોપિત વ્યંગ્ય અને વિડંબનાનો પરોક્ષ ધ્વનિ ચૂકી જવા જેવો નથી. એ પછી રચના એક ચમત્કાર વળાંક લે છે – વારે–વારે આપેલા ‘કે’ અક્ષરના આધારથી કેટલા ‘કે’ કૃતિમાં આવે છે તે તપાસો. | |||
ખુરશીના હાથામાંથી જાંબલી ફૂલ ખીલે છે, મેજના ખાનામાં ખાટા સંવાદનું મીઠું ફળ ઝૂલે છે, રાતું પંખી ઊડે છે, લીલી કૂંપળ ફૂટે છે, વસંતનો માદક સુગંધી રસ ઝરે છે – અહીં જ કૃતિ ચમત્કૃતિનાં અલંકાર સાથે વિસ્મયને મૂર્ત કરી રહે છે. | |||
વળી, એક સ્થૂળગંધી વિગત સૂક્ષ્મ સંકેત લેખે ગૂંથાઈ આવી છે તે નોંધી? | |||
એટલી સહજતાથી વાતવાતમાં આવતા ‘જનકલ્યાણ’ અને ‘અખંડ આનંદ’ની ફાઈલો પરથી ઊડતા ‘રાતા પંખી’ની ‘લીલી કૂંપળ’ની ઘટનાના ઉલ્લેખ. ‘શેલ્ફ’ પણ તપખીરિયા થડ વહેરાઈ છોલાઈ ગયા પછી જ બન્યું છે. જ્યાં ‘જનકલ્યાણ’ અને ‘અખંડ આનંદ પાછાં ફાઈલગ્રસ્ત છે. સામયિકોના નામોલ્લેખ જેટલા સૂચક તેટલા પ્રસ્તુત છે. | |||
છેલ્લે વળી પાછું જરા હસવાનું, રમૂજમાં યાદ કરવાનું ડોકાય છે. (ભોળા હોય તેવા ભાવકને સર્જકના આ લાઇટ ટોનને ‘ડિલાઇટ’માં ખપાવવાની છૂટ છે.) | |||
પ્રારંભે, થડને ‘ફર્નિચર બનાવી લીધું હતું’ તે પૂર્ણાહુતિએ રૂપાંતર પામે છે ફર્નિચર બનાવી લીધું છે પદમાં. | |||
પર્યાવરણની સમસ્યાને છંછેડ્યા વિના વૃક્ષની મનુજ વિકૃતિ તેમજ વ્યાકૃતિ (વિ–આકૃતિ)ને હળવેક રહી ભાષાબદ્ધ કરનાર સર્જક સિતાંશુને સલામ. | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||
</div></div> |
Revision as of 10:06, 18 October 2021
સિતાંશુ યશશ્ચંદ્ર
જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ — કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી.
જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.
કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, — વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ આ બધું
વળી જૂના સમયનું વૃક્ષ હતું! મારાથી તો આજે
કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.
ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું.
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બાનવી લીધું છે.
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૪૩-૪૪)
ઑડેને કળાકારને ‘ફેબ્રિકેટર ઑવ ઑબ્જેક્ટ્સ’ પદાર્થોને બનાવનારો, કર્તા કહ્યો છે. શબ્દોની કળાનો બંદો કવિ, જરૂર પડ્યે ફરી પાછો પદાર્થ નવી રીતિએ બનાવી આપે. અહીં સિતાંશુએ ‘ફરી પાછું વૃક્ષ’ મથાળું બાંધી પદાર્થને કાવ્યપદમાં જીવતો કરી દીધો. ‘ફરી પાછું’ પ્રયોગ વ્યાપક પ્રતીકાત્મક પ્રક્રિયા ગણાય. આદિ વારામાં હતું વૃક્ષ, ઉપનિષદકાળના કવિએ ઈશ્વર સંદર્ભે મેદાનમાં એકલા ઊભેલા વૃક્ષનું સ્મરણ કરેલું: ‘સવૃક્ષો ઈવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેકઃ’ એવા – વૃક્ષને છેવાડે મૂકીને મનુષ્યજાતિ પ્રગતિ કર્યાના વહેમમાં મહાલી ભલે રહે અંતે તો ‘ફરી પાછું વૃક્ષ’ સંભારી પાછા આવવું પડશે.
શીર્ષક પછીની પ્રથમ પંક્તિ ભાવકને ‘જૂના સમય’ સમક્ષ તરત ધરી દે છે અને થડને ‘તપખીરિયા’ કહ્યું તેથી વૃક્ષના વર્ણ સંગાથે ‘હઅ્અક્ક્ છીં’નો ધ્વનિ પણ અર્પવાની ક્ષમતા દર્શાવે છે! સમસંવેદક માટે અહીં એક ‘સ્નફ બૉક્સ’ થડ સોતું ખડું છે!
તપખીરિયા થડનું શું થયું? વહેરાયું, છોલાયું, ઘાટઘૂટ પામી ઘરનું ફર્નિચર બની ગયું: ‘ધોયા, ભિગોયા ઓર હો ગયા’…
સર જગદીશચંદ્ર બોઝનું ભૂત કલકત્તાના કોઈ કૅસલ–બુરજ પરથી બરકી પડે, અલ્યા – ઓ, આ ઝલમલ જીવતા ઝાડનું તમે કચરીને કચુંબર કરી કાઢ્યું! ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી દીધું! નિર્દયો, શરમ છે?
પ્રગતિ–વાદમાં આવું થાય. સર્જકમાં ઝનૂન (કે જુનૂન) ના હોય. વસ્તુરચના વેળાયે પણ વસ્તુલક્ષી રીતિએ નિર્મમ વર્ણન જ આપે. લાગણીની લસલસતી લાવણી શુદ્ધ કવિ ના આરડે!
આખી રચનામાં ‘જૂના સમયના એ તપખીરિયા થડને ત્રણ વાર રોપવામાં/નિરૂપવામાં આવ્યું છે.
ગદ્ય રચનાના બીજા સ્તબકમાં ફર્નિચરથી આગળ વધી ‘કૈં કેટલાયે કામની વસ્તુઓ’ (જેવી કે ટેબલ, ખુરશીઓ, મેજ, સ્ટૅન્ડ વગેરે વગેરે) બનાવી લીધાનું તથ્ય છે.
ઉપયોગ–વાદ જૂના સમયની તમામ વસને એના મૂળ મૌલિક વિશુદ્ધ સ્વરૂપમાં રહેવા ના દે. કેવળ કામની વસ્તુઓ જ કામની, કળાની ચીજો ના–ચીજ. જોકે, હેન્રી માતિસ જેવો ચિત્રકાર સાગ્રહ માનતો કે શરીરનો થાક ઉતારવા કામ લાગે એવી સારી મજાની ખુરશી જેવી કળા હોવી જ જોઈએ!
સિતાંશુના તપખીરિયા થડનું ‘ઉતાવળે જમવા બેસવાનું ટેબલ’ મિત્ર ગુલામ મોહમ્મદ શેખના એક કથ્થાઈ ટેબલ તરફ તાણી ગયું:
કથ્થાઈ ટેબલ પર ચપોચપ પડેલી જામલી સાડીની પહોળી,
આરદાર લીલી કિનાર…’
ખેર, તપખીરિયા થડ પર જે કાંઈ અજબગજબ વીત્યું એનો રેકોર્ડ કેવો ‘લો-કી’માં રેખાંકિત પામ્યો છે, અને ત્યાં જ કવિની અસંમોહિત રચનાગત સભાનતાનો કરિશ્મો, છૂપા રુસ્તમશો હાજર છે: કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા. (જિસસને લાકડાના ક્રૉસે ખીલે ઠોકી મઢ્યા ત્યારે પણ મસમોટા કડાકાધડાકા નહીં થયા હોય. માત્ર સિનેમાસ્કોપ રૂપેરી પડદે જ વીજલડીઓ દર્શકોને બહુધ્વનિઓથી ભપકાવે છે!)
‘યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?! ઇટલીના વાર્તાકાર નાતાલીઆ ગિન્ઝબર્ગની ‘ધ મધર’ કૃતિનું વર્ણન અહીં અતિ પ્રસ્તુત છે:
Sometimes they tried to remember how she was, each on his own in silence and they sound it harder and harder… she put on a lot of yellow powder… little by little there was a yellow dot, it was impossible to get the shape of her cheeks and face.
નદી જ નહિ, વૃક્ષ પણ જાણે લોકમાતૃકા છે! નિસર્ગમાં ખીલેલું એનું મૂળ રૂપ ખીલી–હથોડી–ફેવિકોલથી એવું પલટી માર્યું કે મૂળગી ઓળખ જ અલોપ થઈ ગઈ એની!
પણ અહીં, આ વાર્તિકકારની જેમ, દયાકરુણામાં જોતરાવા–સંકડાવા નથી માગતા. ચાલ એમની નિજી છે, નિરાળી છે. કાવ્યનાયકનો ‘પર્સનલ ટોન’ અહીં જુદો જ જાયકો વેરે છે: ‘રમૂજ થાય ને માનીયે ના શકાય… ને હસવું આવે.’ અહી સંગોપિત વ્યંગ્ય અને વિડંબનાનો પરોક્ષ ધ્વનિ ચૂકી જવા જેવો નથી. એ પછી રચના એક ચમત્કાર વળાંક લે છે – વારે–વારે આપેલા ‘કે’ અક્ષરના આધારથી કેટલા ‘કે’ કૃતિમાં આવે છે તે તપાસો.
ખુરશીના હાથામાંથી જાંબલી ફૂલ ખીલે છે, મેજના ખાનામાં ખાટા સંવાદનું મીઠું ફળ ઝૂલે છે, રાતું પંખી ઊડે છે, લીલી કૂંપળ ફૂટે છે, વસંતનો માદક સુગંધી રસ ઝરે છે – અહીં જ કૃતિ ચમત્કૃતિનાં અલંકાર સાથે વિસ્મયને મૂર્ત કરી રહે છે.
વળી, એક સ્થૂળગંધી વિગત સૂક્ષ્મ સંકેત લેખે ગૂંથાઈ આવી છે તે નોંધી?
એટલી સહજતાથી વાતવાતમાં આવતા ‘જનકલ્યાણ’ અને ‘અખંડ આનંદ’ની ફાઈલો પરથી ઊડતા ‘રાતા પંખી’ની ‘લીલી કૂંપળ’ની ઘટનાના ઉલ્લેખ. ‘શેલ્ફ’ પણ તપખીરિયા થડ વહેરાઈ છોલાઈ ગયા પછી જ બન્યું છે. જ્યાં ‘જનકલ્યાણ’ અને ‘અખંડ આનંદ પાછાં ફાઈલગ્રસ્ત છે. સામયિકોના નામોલ્લેખ જેટલા સૂચક તેટલા પ્રસ્તુત છે.
છેલ્લે વળી પાછું જરા હસવાનું, રમૂજમાં યાદ કરવાનું ડોકાય છે. (ભોળા હોય તેવા ભાવકને સર્જકના આ લાઇટ ટોનને ‘ડિલાઇટ’માં ખપાવવાની છૂટ છે.)
પ્રારંભે, થડને ‘ફર્નિચર બનાવી લીધું હતું’ તે પૂર્ણાહુતિએ રૂપાંતર પામે છે ફર્નિચર બનાવી લીધું છે પદમાં.
પર્યાવરણની સમસ્યાને છંછેડ્યા વિના વૃક્ષની મનુજ વિકૃતિ તેમજ વ્યાકૃતિ (વિ–આકૃતિ)ને હળવેક રહી ભાષાબદ્ધ કરનાર સર્જક સિતાંશુને સલામ. (રચનાને રસ્તે)