કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૦. પ્હાડ ઝમતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 23: Line 23:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૨)}}
{{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૯. પરસ્પર પરોક્ષેય|૧૯. પરસ્પર પરોક્ષેય]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે|૨૧. જૂના ચ્હેરા જાગે]]
}}

Latest revision as of 13:34, 6 September 2021

૨૦. પ્હાડ ઝમતો

ઉશનસ્

અહો હે ખોવાયા પ્રિય સ્વજન! શા સાયક થકી,
તમે તીણા શાયે મધુર દરદી વાયક થકી,
ગયાં વીંધી વજ્રોપમ હૃદય આ પ્હાડી અતલ,
ફુવારો જે ફૂટ્યો, વિમલ ફૂટ્યું ગંગાતણું જલ.

વહ્યું તે ધારામાં, વહી રહ્યું અથંભ્યું જ પછી તો,
ગયાં એવું તે શું દરદ પથરે સ્થાપી અચલ,
દ્રવી મૂગા પ્હાણો જલ થઈ રહ્યા વ્હૈ કલકલ?

તમે છેડ્યો’તો તો રમતમહીં જ્વાલામુખી જ, હા;
ચરુ તો લાવાના ઊકળત દ્રવે ખદ્ખદ થતો,
અરે, આ પ્હાડે જો વમન કર્યું લાવા તણું હતે—

જવા દો. આજે એ મુખની પૂરી યાદે નથી રહી,
ગયો છું ભૂલી એ ક્ષણ ક્ષતની તોયે રહી રહી
ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી
ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો.

૧૨-૫-૬૩

(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૨)