અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/સદ્ય ત્યાં પ્હોંચો તને!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદ્ય ત્યાં પ્હોંચો તને!|રાજેન્દ્ર શુક્લ}} <poem> જત જણાવાનું ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(૧૯ ઑગસ્ટ, ૧૯૭૮)}} | {{Right|(૧૯ ઑગસ્ટ, ૧૯૭૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =દૂર દખ્ખણ દેશમાં | |||
|next =ચંપકવરણી ગઝલ સદેહા (સંચારિણી દીપશિખા) | |||
}} |
Latest revision as of 13:04, 23 October 2021
સદ્ય ત્યાં પ્હોંચો તને!
રાજેન્દ્ર શુક્લ
જત જણાવાનું તને કે શબ્દને સીમા નડે,
નારિયેળીનાં દ્રુમો શું મોન આકાશે અડે.
એ જ તું ધરતી અને આ એનું એ આકાશ હું,
દૂર દખ્ખણ દેશમાં પણ એ જ રંગો ઊઘડે.
શી ઋણાનુબંધની ઊંચાઈઓ પ્રગટ્યા કરે,
દૂરથી દેવાલયોનાં ગોપુરમ્ નજરે ચડે!
પંથ આ પૂરો કરીને ત્યાં અટકવું આપણે,
જે ગુહાના દ્વારથી ‘હું કોણ?’નો ઉત્તર જડે!
શ્વાસનાં આરોહણો આ પ્રાણના અરુણાચલે,
સદ્ય ત્યાં પ્હોંચો તને જે કૈં મને હ્યાં સાંપડે...
(૧૯ ઑગસ્ટ, ૧૯૭૮)