ઉમાશંકરનો વાગ્વૈભવ/૨. ઉમાશંકરનું સર્જકવ્યક્તિત્વ-વિકાસ અને વિશેષતા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
આનંદશંકર જેવા સાક્ષરયુગીન પંડિતવર્ગે ૧૯૨૦ના અરસામાં છઠ્ઠી ગુજરાતી સાહિત્યપરિષદના સત્કારમંડળના પ્રમુખપદેથી ભાષણ આપતાં જણાવ્યું હતું કે “...... સઘળા મહાન યુગપરિવર્તમાં થાય છે તેમ હિન્દુસ્થાનમાં હાલ ચાલી રહેલા પરિવર્તનમાં પણ નવા યુગનું તત્ત્વ સમજનાર, એની ભાવનાઓને અને આકાંક્ષાઓને પોતાની વાણીમાં વ્યક્ત કરનાર, એના આંધળા જીવનને નેત્ર અર્પનાર કવિની જરૂર પડશે, એટલું જ નહિ, પણ એ યુગની ક્ષણિકતા ભેદી, એ યુગની પાર થઈ, જીવનનાં સનાતન સત્યો પ્રગટ કરનાર મહાકવિની પણ જરૂર પડશે.” <ref>સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૮–૯. </ref> આનંદશંકરે આ પછી યુગને દ્રષ્ટા અને સ્રષ્ટા – યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂરિયાત હોય છે તે દર્શાવી ઉમેર્યું કે “એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જે વિના આપણે પણ આપણા યુગને પૂરો ઓળખી શકીશું નહિ, ભવિષ્યના ઇતિહાસકારે તો ઓળખવાની વાત જ શી ? બીજું – આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે – અત્યારે એ શરૂ થઈ ચૂક્યો છે – એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે, નહિ તો જીવન જાડું, કદ્રૂપું અને પ્રાકૃત બની જશે. ચોમાસું કોણ નથી ઇચ્છતું ? પણ તે માટે, એ ઋતુનાં ડહોળાયેલાં પાણી પીવાનું કોણ પસંદ કરશે ? એ નવા જીવનને સૂક્ષ્મ, સુંદર અને સંસ્કારી બનાવવા સારુ કવિ-પ્રતિભારૂપી નિર્મળી, બીજું રૂપક આપીએ તો શરદ ઋતુની ચાંદની, અવશ્ય જોઈશે. નવા જીવનનાં સૂક્ષ્મ ભયસ્થાન, અને એના તારની વિષમ ગૂંથણી બલ્કે ગૂંચવણો કવિ નહિ સમજાવે તો કોણ સમજાવશે ?” <ref>એજન, પૃ. ૯–૧૦. </ref>

આનંદશંકર ધ્રુવે જે વિચક્ષણતાથી શરૂ થયેલા યુગને – ગાંધીયુગને પારખીને તે કાળમાં આવનાર કવિ પાસેથી જે કેટલીક અપેક્ષાઓ રાખી છે તે ખાસ ઉલ્લેખપાત્ર છે. જે યુગમાં ઉમાશંકરે કવિકર્મ આરંભ્યું એ યુગમાં એમની જવાબદારીઓ અને મુશ્કેલીઓ કેવા પ્રકારની હતી તેનું સૂચન આનંદશંકરના ભાષણમાં છે જ. ઉમાશંકર યુગપ્રવર્તક કવિ થઈ શક્યા છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર ભલે ભવિષ્ય આપે, તો પણ એ યુગપ્રકાશક કવિ તરીકે તો તુરત જ ધ્યાન ખેંચે છે. સુન્દરમ્ અને ઉમાશંકરના કવિત્વનો પ્રભાવ સાહિત્યક્ષેત્રે સારો એવો પડ્યો છે; નહીંતર વિષ્ણુપ્રસાદ જેવા ગંભીર વિવેચકે ઉમાશંકર-સુન્દરમ્ માટે આવું લખ્યું હોત ? –

:“હું કવિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષનો ભારતનો ઇતિહાસ તો દસ મહાભારત લખાવે એવડો છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યાં છે. એક ક્રૌંચ-યુગલના વધનિમિત્તે રામાયણ પ્રગટ્યું : લાખ લાખ કુટુંબ દાઝી રહ્યાં છે ને કોઈ મહાકવિનો કંઠ નહિ ખૂલે ? હું ચારે કોર જોઉં છું... ઉમાશંકર અને સુન્દરમ્ ઉપર હું મીટ માંડું છું. તેમનાં સત્ત્વ જો નકારશે તો મારે કદાચ એક આખી પેઢી વાટ જોવી પડશે.”(‘ઉપાયન’, ૧૯૬૧, પૃ. ૧૬)
:“હું કવિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષનો ભારતનો ઇતિહાસ તો દસ મહાભારત લખાવે એવડો છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યાં છે. એક ક્રૌંચ-યુગલના વધનિમિત્તે રામાયણ પ્રગટ્યું : લાખ લાખ કુટુંબ દાઝી રહ્યાં છે ને કોઈ મહાકવિનો કંઠ નહિ ખૂલે ? હું ચારે કોર જોઉં છું... ઉમાશંકર અને સુન્દરમ્ ઉપર હું મીટ માંડું છું. તેમનાં સત્ત્વ જો નકારશે તો મારે કદાચ એક આખી પેઢી વાટ જોવી પડશે.” (‘ઉપાયન’, ૧૯૬૧, પૃ. ૧૬)
આ અવાજમાં ભાવાવેગ છે, વાગ્મિતાનો અંશ છે, પણ એ બાદ કરતાંયે ઉમાશંકર-સુન્દરમાદિની કવિત્વશક્તિમાંની શ્રદ્ધા સ્પષ્ટ છે. આમેય ઉમાશંકરના સર્જન-વિવેચને પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન પેઢીઓને આકર્ષી છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત થયું ત્યારે ‘ગાંધી-યુગ’ના સાહિત્યના અગ્રગણ્ય પ્રતિનિધિ’<ref>નરસિંહરાવ, ‘મનોમુકુર’ – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૧૫. </ref> કાકાસાહેબે તો એમને આવકાર્યા <ref>જુઓ ‘વિશ્વશાંતિ’(૧૯૭૦)માં ‘આમંત્રણ’.</ref>, પરંતુ સાક્ષરયુગના ‘દુરારાધ્ય’ મનાતા વિવેચક શ્રી નરસિંહરાવે પણ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સાક્ષરયુગનું ભાવિદર્શન ઉમાશંકરના ‘અસાધારણ ગુણવાળા’ ‘વિશ્વશાંતિ’ કાવ્યના ‘મંગલ શબ્દ’ નિમિત્તે એમણે કર્યું–કરાવ્યું.<ref>મનોમુકુર – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૦૨–૩૧૫. </ref> બ. ક. ઠાકોર જેવા નવીન કવિતાના પુરસ્કર્તાએ સુન્દરમ્-ઉમાશંકરના કવિતાક્ષેત્રે થયેલા ઉદયની નોંધ લેતાં કહ્યું કે “સુન્દરમ્ અને ઉમાશંકર જોષીમાં પણ કોઈ કોઈ કડી સાવિત્રી યમનો આશીર્વાદ પણ ખાટી ગઈ એવી સજીવનતાવાળી જણાશે.”<ref>વિવિધ વ્યાખ્યાનો – ગુચ્છ ત્રીજો, ૧૯૫૬, પૃ. ૫૨. </ref> ઉમાશંકરને એમણે ‘શારદાપીઠ અને ગાંધીવાદ બેયના ચેલા’<ref>નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૧૩. </ref> તરીકે ઓળખાવ્યા. શ્રી વિજયરાય વૈદ્યે ઉમાશંકર અને સુન્દરમ્ને નવી જ પ્રણાલી અજમાવનાર શક્તિશાળી કવિઓના વર્ગના ‘સૌથી પ્રતિનિધિરૂપ કવિઓ’<ref>ગુજરાતી સાહિત્યની રૂપરેખા, બીજી આવૃત્તિ, ૧૯૪૯, પૃ. ૩૩૫. </ref> તરીકે ઉલ્લેખ્યા. કોઈએ તેમને ‘ન્હાનાલાલ કવિના સીધા અને સમર્થ વારસ’<ref>હીરાબહેન પાઠક, ‘કાવ્યભાવન’, ૧૯૬૮, પૃ. ૨૨૬. </ref> તરીકે ઓળખાવ્યા. ઉમાશંકરના જ સમકાલીન કવિ-વિવેચક શ્રી મનસુખલાલ ઝવેરીએ કન્નડ કવિ પુટપ્પા અને ઉમાશંકરને ભારતીય જ્ઞાનપીઠનું ૧૯૬૭નું એક લાખ રૂપિયાનું પારિતોષિક મળ્યું ત્યારે પ્રસંગને સાહજિક એવા ઉમળકાથી લખ્યું :

:“ઉમાશંકર માત્ર ગાંધીયુગના જ અગ્રણી કવિ નથી : એમનું સ્થાન ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી : એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, વિદ્યાગુરુ, તંત્રી, કાર્યપુરુષ અને સૌમ્યાશયી સજ્જન : ઉમાશંકર ઘણાં ઘણાં માણસોને મન ઘણી ઘણી વસ્તુઓ છે.”(‘ઉમાશંકર જોશી’, ૧૯૭૧, પૃ. ૯–૧૦)
:“ઉમાશંકર માત્ર ગાંધીયુગના જ અગ્રણી કવિ નથી : એમનું સ્થાન ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી : એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, વિદ્યાગુરુ, તંત્રી, કાર્યપુરુષ અને સૌમ્યાશયી સજ્જન : ઉમાશંકર ઘણાં ઘણાં માણસોને મન ઘણી ઘણી વસ્તુઓ છે.” (‘ઉમાશંકર જોશી’, ૧૯૭૧, પૃ. ૯–૧૦)
પ્રાસંગિક ઉમળકા સાથે આ વિધાનમાં ઉમાશંકરની બહુમુખી પ્રતિભાસંપત્તિનો સ્વીકાર પણ છે જ.૧૧–૧ ઉમાશંકરની અનુકાલીન પેઢીના એક અગ્રણી કવિ શ્રી નિરંજન ભગતે ઉમાશંકરને પોતાના પ્રિય વિદ્યમાન કવિ તરીકે ગણાવતાં જણાવેલું :

:“.....મને ઉમાશંકર પ્રિય છે કારણ કે એ ઉમાશંકર છે. એટલે કે એમની સર્જનપ્રવૃત્તિ – જે મનુષ્યમાત્રની સાચામાં સાચી આધ્યાત્મિક પ્રવૃત્તિ છે – તેમાં એક પ્રકારની અનન્યતા છે, મૌલિકતા છે. એમાં અન્યત્ર ક્યાંય નથી એવાં તત્ત્વોનું દર્શન થાય છે. એ પ્રવૃત્તિ એક પરમ પુરુષાર્થથી પ્રેરિત અને અલબત્ત, અનેક મથામણો અને મુસીબતોથી સભર એવા અખંડ પ્રયોગ જેવી છે.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૮૪)

ઉમાશંકર પ્રથમ સર્જક છે, ત્યાર પછી વિવેચકાદિ અન્ય બધું છે. ‘જ્યોતિષ્કલિકા જેવા’ (‘like a bud of flame’) શબ્દના બંદા તરીકે તેઓ પોતાને ઓળખાવે છે.<ref>કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮.</ref> તેઓ સાહિત્યકાર તરીકે શબ્દને શોધે છે; એટલું જ નહિ, શબ્દ દ્વારા, શબ્દરૂપે પોતાને શોધે છે.<ref> જુઓ ઉમાશંકરનો “સાહિત્યકાર શું શોધે છે ?” લેખ. (‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર, ૧૯૬૫, પૃ. ૩૨૩–૩૨૪) ઉમાશંકર આ લેખમાં સાહિત્યકારની શોધની બાબતમાં કહે છે :

“સાહિત્યકાર શબ્દ શોધે છે, શબ્દરૂપે સ્વ-રૂપ શોધે છે. અને જો, શબ્દને પામે છે તો સ્વરૂપને પણ પામે છે.” (પૃ. ૩૨૪) સાહિત્યકારના સંદર્ભે કહેલી વાત ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરી કાવ્યની ‘શોધ’ કરનાર ઉમાશંકરને લાગુ પાડવામાં જ ઔચિત્ય છે.
:“સાહિત્યકાર શબ્દ શોધે છે, શબ્દરૂપે સ્વ-રૂપ શોધે છે. અને જો, શબ્દને પામે છે તો સ્વરૂપને પણ પામે છે.” (પૃ. ૩૨૪) સાહિત્યકારના સંદર્ભે કહેલી વાત ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરી કાવ્યની ‘શોધ’ કરનાર ઉમાશંકરને લાગુ પાડવામાં જ ઔચિત્ય છે.
ઉમાશંકરે ‘જર્નલ ઑફ સાઉથ એશિયન લિટરેચર’માં MAHFIL તરફથી લેવાયેલી મુલાકાતમાં એક પ્રશ્નના જવાબમાં કહેલું આ સંદર્ભે નોંધવા જેવું છે. તેમણે જણાવેલું કે ``The new beginnings in my poetic writings and the phrasing of my criticical utterences were, I think, not lost on my younger contemporaries. My poetry and criticism must have contributed. to the creating of a critical climate in which newer writing flourishes. I know I am an adept at provoking sharp reactions and open oppositions. This is exactly what I would cherish more than founding a school.'' (P. ૭) (૭ માર્ચ, ૧૯૭૩, નવી દિલ્હી) </ref> એમની શબ્દખોજ આત્મખોજના પર્યાયરૂપ બની રહે છે અને જે શબ્દનો કલાકાર છે તેને શબ્દનો પૂર્ણ સાક્ષાત્કાર સર્જનની લીલાભૂમિ પર ન થાય તો અન્યત્ર ક્યાં થવાનો હતો ? ઉમાશંકરનું ચિત્ર સર્જનક્રિયાન્વિત શબ્દથી હમેશાં ખેંચાય છે. એમણે જ એક ઠેકાણે કહ્યું છે કે “મારા મગજનું બંધારણ કંઈક એવું છે કે હું રચું તે કરતાં તદ્દન જુદી – વિપરીત પણ – જાતની કૃતિઓનો આનંદ લઈ શકું છું. બધે શોધું છું બુલંદ સર્જકતાને અને જ્યાં જરીક પણ એ સાંપડે ત્યાં ઓશિંગણભાવે એને હૃદય વધાવે છે.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૫૭) ઉમાશંકરે પોતાના આંતરવિકાસમાં શબ્દનો જે સર્જનાત્મક ફાળો છે તેનું બયાન આપતાં જણાવ્યું છે કે “મને પૂરો ખ્યાલ પણ આવે તે પહેલાં શબ્દ મને માનવજીવનમાં જે કંઈ અભિવ્યક્તિ માટે તલસી રહ્યું છે તે પ્રતિ દોરી ગયો. વસ્તુજગત અને પ્રાણીજગત સાથે એણે આત્મીયતાનો એક સેતુ રચી દીધો. શબ્દ એક એવી કૂંચી હતી, જેને લીધે વસ્તુઓ પોતાનું અંતર મારી સમક્ષ ખોલતી અને અંતે, શબ્દના જ રૂડા પ્રતાપે, ભૂતકાળમાં જે કંઈ અર્થસંપન્ન હતું તે એક જીવંત વર્તમાનરૂપે પ્રત્યક્ષ થયું અને અણદીઠ ભવિષ્યના મહાર્ણવ ઉપર શબ્દે પથરેખાઓ આંકી, અને એ રીતે મારે માટે સુસમૃદ્ધ એવી ભીતરતા રચી દીધી.” (કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮–૯) ઉમાશંકરની શબ્દસાધનાએ – એમની શબ્દસર્જકતાએ સાક્ષરપેઢી, ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢીને પ્રભાવિત કરી છે. અનુગાંધીયુગીન પેઢી પર એમની સર્જકતાનો પ્રભાવ કેટલો – એ પ્રશ્ન ચર્ચાવિચારણા માગી લે એવો છે, એની વાત પ્રસંગોપાત્ત, કરીશું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ સાક્ષરપેઢી અને ગાંધીયુગીન પેઢીને, તો એમનું ‘અભિજ્ઞા’ ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢી વચ્ચે સેતુરૂપ છે. શબ્દની રાહબરી નીચે ચાલતી એમની આ યાત્રા – એમની શબ્દરૂપ કર્મની સાધના સાક્ષરપેઢી, ગાંધીપેઢી અને અનુગાંધીપેઢીનાં વિલક્ષણ તત્ત્વોના રમણીય સમન્વયનું પ્રસન્ન દર્શન કરાવી રહે છે. એ સાધના સર્જન-વિવેચનમાં કેમ પ્રગટ થઈ છે એ જોવાનું સહેજેય રસપ્રદ થઈ પડે એમ છે.

ઉમાશંકરની શબ્દ-સર્જકતાનું નિશાન સદા ઊંચું રહ્યું છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) લખાયું ત્યારે પણ એમની સિસૃક્ષા કોઈ મહાન નાટક માટેની હતી; જેના આડ-સર્જનરૂપે, ‘વિશ્વશાંતિ’ હતું. પછી પણ ઉમાશંકરના ‘પ્રાચીના’ (૧૯૪૪) તથા ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)ના પ્રયોગો કોઈ પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ચાલતા રહ્યા છે. સર્જનના આરંભકાળે જે નાટક સર્જવાની મનમાં અભીપ્સા જાગેલી તેની જાણે પરિપૂર્તિ માટેનો વણથંભ પુરુષાર્થ સુધી ચાલ્યાં કર્યો હોય તેવો વહેમ ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫) જગાવે છે. ઉમાશંકરે અર્બુદાચલ પાસેથી ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦) એવો ‘સૌન્દર્યમંત્ર’ મેળવ્યો પણ બીજી રીતે જોઈએ તો વ્યાસ ને વાલ્મીકિ, કાલિદાસ ને ભવભૂતિ, શેક્સપિયર અને ગ્યુઇથે, ટાગોર ને શ્રીઅરવિંદ — આવા આવા અનેક સર્જક મનીષિઓના ઉન્નત આત્માની અમૃતકલાનું રસપાન કરવાનો સૌન્દર્યમંત્ર પણ કવિએ ઝીલ્યો જણાય છે. સર્જક ઉમાશંકરને પ્રકૃતિ અને મનુષ્ય – ઉભય અમૃત-તીર્થો જણાયાં છે. એનું સૌન્દર્યદર્શન અને સૌન્દર્યગાન કરતાં તેમની હૃદયકળા અબાધિત રીતે પ્રગટે છે – વિકસે છે. ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખી એક બાજુ પ્રકૃતિને તો ‘વિશ્વશાંતિ’ લખી ‘જીવનના કલાધર’ એવા એક મહામાનવને હૃદયનો અર્ઘ્ય સમર્પતાં ઉમાશંકરે ધન્યતાનો અનુભવ કર્યો છે. મૂળમાં ડુંગરોના એવા<ref>‘मूलमें मैं डुंगरोंका । उमाशंकर, ‘निशीथ एवं अन्य कविताएं’, ૧૯૬૮, पृ. ૧૧. </ref> ઉમાશંકરને એક ડુંગરાએ – અર્બુદાચલે કાવ્યજીવનની દીક્ષા આપી. એ પ્રસંગનું વિવરણ કરતાં ઉમાશંકર લખે છે :

:“લેખક તરીકે જેને અનુભૂતિ – અનુભવ કહેવાય એવા મને થોડાક જ થયા છે. એક તો નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જોઈને થયેલો અનુભવ. સત્તર વર્ષની ઉંમર, જગતમાંથી ખાસ કરીને પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા મેળવવા મન તલસતું હતું. અર્બુદગિરિની પર્વતશ્રીએ શરત્પૂર્ણિમાના પ્રફુલ્લ આલોકમાં એ રાત્રિએ ધન્ય મંત્ર આપ્યો : ‘સૌન્દર્યો પી : ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ અમે પર્વતો મોં ખોલીને પાણી પીતા દેખાતા નથી, અમારી ઉપરથી પાણી પડ્યું એવું દડી જતું દેખાય છે, તેમ છતાં ચૂપચાપ અમે અમારી અંદર પાણી લેતા રહીએ છીએ. અંદર પાણીનો બરોબર સંચય થયો એટલે પછી ગમે તેવી શિલાઓનાં દ્વાર તોડીને પણ ઝરણ આપોઆપ બહાર ધસી આવે છે. જાણે અમારું – કઠોર પર્વતોનું – હૃદય જ ગાવા મંડ્યું ન હોય ! કવિ, વિશ્વમાં સૌન્દર્યની સતત ધારાવર્ષા થઈ રહી છે. તેં જો તારી અંદર એને ઉતારીને એનો પૂરો સંચય કર્યો હશે, તો તારું ઉરઝરણ પછી આપમેળે ગાવા મંડી પડશે. એ વખતે જીવનનો આરંભ કરવા માટે આ મંત્ર બસ હતો.” (‘કવિતાનો જન્મ’, નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૩૦–૧)