અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/નીંદરા ડ્હોળાણી: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 23: Line 23:
{{Right|(તુલસીદલ, ૧૯૮૯, પૃ. ૩)}}
{{Right|(તુલસીદલ, ૧૯૮૯, પૃ. ૩)}}
</poem>
</poem>

આસ્વાદ: ઉત્કટ આરતની વાણી – હરીન્દ્ર દવે

{{Poem2Open}}
ભજનવાણીમાં અનુભવાતી ઉત્કટ આરત અર્વાચીન કવિતામાં બહુ ઓછી ક્ષણોએ સાંભળવા મળી છે. આવી ક્ષણોનો અનુભવ કરાવતી કાવ્યપંક્તિઓમાં આ ગીતની પ્રથમ બે પંક્તિઓને સ્થાન મળી શકે એમ છે. લય, શબ્દવિન્યાસ કે મર્મ-સ્પર્શીતા, એ ત્રણે દૃષ્ટિએ આ બે  પંક્તિો કોઈ જુદી જ અનુભૂતિનો પાસ આપી જાય છે.
કવિ મનની એક એવી પરિસ્થિતિનું ચિત્રણ કરે છે — જેમાં પાછલી રાતની નિદ્રા ડહોળાઈ ગઈ છે — અને આગલી રાતનો ઉજાગરો છે; વચ્ચે નિદ્રાની તો કોઈ ક્ષણો છે જ નહિ, હોય તો થોડી અભાનની ક્ષણો હોય!
આ ઉદ્ગાર ઉત્તાપમાંથી આવ્યો છે; અને પછીની કડીઓમાં આ ઉત્તાપ સર્જતી અવસ્થાઓ નિરૂપાઈ છેઃ આ ધરતીનું અમી જાણે શોષાઈ ગયું છે — અને આકાશમાંથી અંગારા ઝરે છેઃ ક્યાંય ઠરવા ઠેકાણું લાગતું નથી.
ફૂલેલી સમૃદ્ધ વાડીઓ વેડાઈ ગઈ છે — હવે આંગણા પર માત્ર ઝાંખરાં એકઠાં થયાં છે.
અહીં સુધી કવિતામાં કશું સ્પષ્ટ થયું નથી — પછીની પંક્તિમાં કવિ થોડું પ્રગટ કરી દે છેઃ અંતરની કેસરથી મહેકતી ક્યારી કોઈકે ઉજાડી નાખી છે — અને દૃષ્ટિ પર અંધારું આંજી દીધું છે…
ઘોર હતાશાની આ પરિસ્થિતિ છે — ક્યાંય ચેન નથી પડતું: રાતે નિદ્રા નથી આવતી, અને તંદ્રાવસ્થામાં જરા જીવ ઝોલે ચડે કે દુઃસ્વપ્નો આવીને નિદ્રાને ડહોળી નાખે છે… અને આવી ઉત્કટ ક્ષણે કવિની પાસેથી સહજ ઉદ્ગાર સરી પડે છેઃ
{{Poem2Close}}
<poem>
પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!
</poem>
{{Poem2Open}}
પરંતુ કવિતાનો અર્થ આથી પણ આગળ જાય છેઃ આ કદાચ સ્થૂલ પીડાનું કાવ્ય નથી; સૂક્ષ્મ સંવેદનાનો ઉદ્ગાર છે. ધરતીનું ધાવણ કે આભની અમીવર્ષા લહેકી લચુંબી વાડી કે કેસર મહેકન્તી ક્યારી — આ બધું જ સ્થૂલ જીવન સાથેના ઉતરડાતા સંબંધના પ્રતીક રૂપે આવે છે.
તમે વિરક્તિની ક્ષણે પહોંચવા માગો ત્યારે આસક્તિ સૌથી પ્રબળ અવાજે તમને મૂંઝવવા પ્રયત્ન કરે છે — એ તમને ચેન કે જંપ લેવા દેતી નથી — રાતોના ઉજાગરા કરાવે છે — અને ઉજાગરા પછી થાકેલી આંખો સહેજ મળે કે ન મળે ત્યાં નિંદરને ડહોળી નાખે છે.
આવી સંવેદનાની ક્ષણો પછી જ કદાચ બાલમુકુન્દના એક ભજનમાં જે ઉક્તિ આવે છે એ સાર્થ બની શકેઃ
{{Poem2Close}}
<poem>
ઉઘાડી આંખે વીરા! એવાં જી ઊંઘવાં કે —
કોઈ ના શકે રે સુરતા તોડી.
</poem>
{{Poem2Open}}
પરમ તત્ત્વ જોડેનો સંબંધ કોઈ તોડી ક્યારે શકે? જ્યારે નિદ્રાનું, અભાન ક્ષણનું અસ્તિત્વ હોય ત્યારે ને!
ઉઘાડી આંખે ઊંઘવાનો કસબ આવડે એ પહેલાં આ આગલી રાતના ઉજાગરા અને પાછલી રાતની ડહોળાયેલી નિંદરમાંથી પસાર થવું જ પડે છે.
{{Right|(કવિ અને કવિતા)}}
{{Poem2Close}}