ભારતીયકથાવિશ્વ-૩/તરંગલોલાની કથાઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
તે મોક્ષના વિધાનનો જાણકાર હતો; જીવ અને અજીવનું તેને જ્ઞાન હતું.  

તે વિનયમાં દત્તચિત્ત, નિર્જર, સંવર અને વિવેકનો અતિ પ્રશંસક, પુણ્ય અને પાપની વિધિનો જાણકાર અને શીલવ્રતના ઉત્તુંગ પ્રાકાર સમો હતો. તે પોતાના કુળ અને વંશનો દીપક, પ્રજાજનો અને દીનદુઃખીનું શીતગૃહ, લક્ષ્મીનો મધ્યાવાસ, ગુણરત્નોનો ભંડાર તથા ધીર હતો.

તરંગવતીનો જન્મ
=== તરંગવતીનો જન્મ ===
હે ગૃહસ્વામિની, હું તેની પ્રિય પુત્રી તરીકે જન્મી હતી; આઠ પુત્રોની પછી માનતા રાખ્યાથી પ્રાપ્ત થયેલી હું સૌથી નાની હતી. કહે છે કે મારી માતાની સગર્ભાવસ્થા સુખપૂર્વક અને દોહદની પૂર્તિ સાથે વીતતાં, સિંહના સ્વપ્નદર્શનપૂર્વક મારો જન્મ થયો અને ધાત્રીઓએ મારી પૂરતી સંભાળ લીધી. મિત્રો અને બાંધવોને, કહે છે કે અત્યંત આનંદ થયો અને મારા માતાપિતાએ વધામણી કરી. યથાક્રમે મારું બધુંયે જાતકર્મ પણ કહે છે કે કરવામાં આવ્યું, તથા પિતાજી સાથે વિચાર કરીને મારા ભાઈઓએ મારું નામ પાડતાં કહ્યું — ‘જળસમૂહે સભર અને ભંગુર તરંગે વ્યાપ્ત એવી યમુનાએ, માનતા માન્યાથી પ્રસન્ન થઈને આ દીધી, તેથી આનું નામ ‘તરંગવતી’ હો.’

કહે છે કે હું મૂઠી બીડી રાખતી, અવકાશમાં પગ ઉછાળતી, અને પથારીમાં ચત્તી સૂતી હોઉં તેમાંથી ઊથલીને ઊંધી થઈ જતી. તે પછી કહે છે કે એકધાત્રી અને ક્ષીરધાત્રીએ એક વાર રમાડતાં રમાડતાં મને વિવિધ મણિમય છોબંધ ભોંય પર પેટે ખસતાં શીખવ્યું.  

Line 74: Line 74:
આ પ્રમાણે જ્યારે મેં સારસિકાને શપથથી બાંધી લીધી ત્યારે તે મારે પગે પડીને કહેવા લાગી, ‘તું કહે છે તેમ જ કરીશ. હું ઇચ્છું છું કે તું તારી આ વાત મને કહે. હે વિશાલાક્ષિ, હું તારા ચરણના અને મારા જીવતરના શપથ ખાઉં છું કે તું જે કહીશ તે હું પ્રગટ નહીં જ કરું.’  

મેં કહ્યું, ‘હે સારસિકા, તું મારા પ્રત્યે અનુરાગવાળી છે તેથી તને વાત કરું છું. મારું કોઈ પણ એવું રહસ્ય નથી જે મેં તને ન કહ્યું હોય. પૂર્વે મેં જે દુઃખ અનુભવ્યું છે તેથી મારી આંખોમાંથી આંસુ વરસી રહ્યાં છે. તીવ્ર વેદના ફરીથી સહેવાના ભયે હું કહેતાં અચકાઉ છું. પણ તું સાંભળ, સાંભળતાં ખિન્ન કે વિહ્વળ ન બનતી — પ્રિયવિરહનાં કારુણ્યવાળી સર્વ સુખદુઃખની પરંપરા હું વર્ણવું છું. સાંભળવાનું તને ખૂબ કુતૂહલ છે, તો હું અહીં નિરાંતે બેઠાં બેઠાં શોકથી વિષણ્ણ અને ગળતાં નેત્રે મારી કથની કહું છું.  

પૂર્વભવનો વૃત્તાંત ચક્રવાક-મિથુન
=== પૂર્વભવનો વૃત્તાંત ચક્રવાક-મિથુન ===
મધ્યદેશના મિત્ર સમો અંગ નામનો દેશ હતો: ધાન્યથી ભરપૂર, તથા શત્રુઓના આક્રમણ, ચોર અને દુષ્કાળથી મુક્ત. તેની રાજધાની હતી ચંપા- રમણીય વનરાજિ અને ઉદ્યાનોથી મંડિત, બધી ઉત્તમ પુરીઓના ગુણોથી સમૃદ્ધ અને એમ સાચ્ચે જ એકમાત્ર પુરી. જેના કાંઠા સ્નિગ્ધ હતા અને બંનેય તટ પુષ્કળ ગામો, નગરો અને જનપદોથી ભરચક હતા તેવી, પંખીઓનાં ઝુંડથી વ્યાપ્ત, અંગદેશની રમણીય નદી ગંગા ત્યાં થઈને વહેતી હતી.કાદંબ પક્ષીરૂપી કુંડળ અને હંસરૂપી મેખલા ધરતી, ચક્રવાકરૂપી રમણીય સ્તનયુગલવાળી, સાગરપ્રિયા ગંગા ફીણનું વસ્ત્રપરિધાન કરી ગમન કરતી હતી.  

તેના કાંઠા પરનાં વૃક્ષો મત્ત વનરાજોના દંતૂશળના પ્રહારવાળા હતાં. તેના તીરપ્રદેશોમાં જંગલી પાડા, વાઘ, દીપડા અને તરસની મોટી વસતી હતી. તે નદી પર, પાકવા માંડેલા કલમી ચોખા જેવી રતાશ ધરતા ચક્રવાકયુગલોનાં જૂથ શોભી રહ્યાં હતાં. તેમની પોતપોતાની જોડીમાંના સાથીદાર સદા એકમેક પ્રત્યે અનુરક્ત રહેતાં. ત્યાં ધૃતરાષ્ટ્ર, સારસ, આડિ, કાદંબ, હંસ, ટીટોડા અને તેવાં બીજાં પક્ષીઓનાં ટોળાં નિર્ભયપણે અને સ્વચ્છંદે ક્રીડા કરતાં હતાં.  