ભારતીયકથાવિશ્વ-૪/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રસ્તાવના | }} {{Poem2Open}} સામાન્ય રીતે પ્રજાને સન્માર્ગે ચઢાવ...")
 
No edit summary
 
Line 90: Line 90:
મત્સ્યપુરાણમાં પણ કેટલી બધી કથાઓ પુનરાવતિર્ત થાય છે. વિષ્ણુભગવાને મત્સ્યનો અવતાર લઈ મનુને બોધ આપ્યાની કથા તો ખૂબ જ જાણીતી છે. વળી બ્રહ્મા પોતાની પુત્રી પર મોહ પામ્યા અને છતાં તે દૂષિત ન થયા તેનો જે બચાવ કરવામાં આવ્યો છે તે આજે બહુ ગળે ઊતરે તેવો નથી. અહીં એવું કહેવાયું છે કે બ્રહ્માના અર્ધાંગમાંથી ગાયત્રી ઊપજી. શતરૂપાના  પેટે રતિ, મન, તપ, મહાન, દિક્, સંભ્રમ એમ સાત સંતાનો જન્મ્યાં. દિતિ દ્વારા જન્મેલા ઓગણપચાસ મરુતોની કથા સાથે સગર્ભા સ્ત્રીઓએ પાળવાના નિયમો પણ અહીં આપ્યા છે.

આ પુરાણમાં પણ કથાઓ બહુ ઓછી છે. જાણીતી કથાઓમાં કચ-દેવયાની-યયાતિ, ત્રિપુરનિર્માણ અને તેના વિનાશની કથા, તારકાસુર કથા, સત્યવાનસાવિત્રી, સમુદ્રમંથન છે. શ્રાદ્ધ, વિવિધ રાજવંશ, વૃક્ષારોપણ, વિવિધ વ્રત, વિવિધ દાન, તીર્થવર્ણનો, નર્મદા જેવી નદીઓનાં કાંઠે આવેલાં તીર્થો, રાજકર્મચારીઓના ધર્મ, રાજનીતિ, વિવિધ ઉત્પાતો, શુભાશુભ સ્વપ્ન-શુકન, ગૃહનિર્માણ, વાસ્તુચક્ર વગેરેની વિગતવાર માહિતી છે.   

નારદપુરાણ નારદ દ્વારા રજૂ કરવામાં આવેલું હોઈ તેને નારદીય પુરાણ કહેવામાં આવ્યું છે. બધાં જ પુરાણોમાં જીવનના, જગતના મૂળભૂત નીતિનિયમોને નવી રીતે આલેખ્યા હોઈ તેમને નિરુક્તમાં પુરા+નવમ્ કહેવામાં આવ્યા છે. આમેય ઘણાં બધાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમાં કશું અપૂર્વ નથી. સંસ્કૃત કાવ્યાચાર્ય અભિનવગુપ્તે પણ કહ્યું કે અહીં કશું અપૂર્વ નથી. સમય-સમાજ-સંજોગોમાં આવતાં પરિવર્તનોને કારણે પરંપરાઓને નવેસરથી અવલોકવામાં આવે છે. એમનાં નવાં અર્થઘટનો કરી પરંપરાઓને વિસ્તારવામાં આવે છે, અને એટલે જ પ્રખ્યાત સાહિત્યવિવેચક ટી.એસ. એલિયટે પરંપરાનો બહુ મહિમા કર્યો હતો. આજે પણ ઘણા બધા માને છે કે ભૂતકાળને આત્મસાત્ કરીને આપણે વર્તમાનને સારી રીતે સમજી શકીએ છીએ. બીજા શબ્દોમાં ભૂતકાળને વર્તમાન સંદર્ભમાં અને વર્તમાનને ભૂતકાળના સંદર્ભમાં જોવાનો બહુમૂલ્ય પ્રસંગ પ્રાપ્ત થાય છે.વળી, ભૂતકાળ અને વર્તમાન ભેગાં મળીને આપણને ભવિષ્ય માટે સજ્જ કરે છે.  

નારદપુરાણ એક રીતે બહુ વિશિષ્ટ છે. તેમાં જ્યોતિષ, ગણિત, છંદશાસ્ત્રની વિગતે ચર્ચા કરવામાં આવી છે. વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળની ચર્ચા ગણિતશાસ્ત્ર ભણતા-ભણાવનારાઓએ જોવા જેવી છે. શુકન, અપશુકન, યાત્રા, ઋતુપરિવર્તનો અને તેનાં કારણોની વિગતે ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે છંદની ચર્ચા વિગતે જોવા મળશે. અહીં એકથી છવીસ અક્ષરો સુધીના છંદો દૃષ્ટાંતો સાથે સમજાવવામાં આવ્યાં છે.  

ક્યારેક સુભાષિત પ્રકારની ઉક્તિઓ પણ જોવા મળશે. દા.ત. વિદ્યા સમાન કોઈ નયન નથી, સત્ય જેવું તપ નથી, રાગ જેવું કોઈ દુ:ખ નથી, ત્યાગ જેવું કોઈ સુખ નથી. તેન વ્યક્તેન ભુંજી થા: યાદ આવે. ઘણી બધી પ્રાચીન કથાઓમાં સ્ત્રી જાતિની ભારે નિંદા કરવામાં આવી છે. પણ કેટલાંક પુરાણમાં સ્ત્રીઓની ભારે પ્રશંસા કરવામાં આવી છે. સ્ત્રી વિના કોઈ વિધિ સંપન્ન થતો નથી એટલે જ રામાયણમાં અશ્વમેધ કરતા રામે સીતાને વનવાસ આપ્યો હતો, પણ તેમણે સીતાના વિકલ્પે પુનર્લગ્ન કરવાને બદલે સીતાની સુવર્ણપ્રતિમાનું આયોજન કર્યું હતું. બ્રહ્મવૈવર્તપુરાણમાં સ્ત્રીઓને પ્રકૃતિની કળાના અંશરૂપ માનવામાં આવી, એટલે સ્ત્રીઓનું અપમાન એટલે પ્રકૃતિનું અપમાન.  

Line 117: Line 117:
આ સાંભળી ભગવાન પોતાની બધી શક્તિ શ્રીમદ્ભાગવતમાં મૂકી પોતે અંતર્ધાન થઈ ગયા. એટલે આ કથાનું પારાયણ એક સપ્તાહ માટે કરવાથી બધાં દુ:ખમાંથી છૂટી શકાય છે. જે સમયે સનક મુનિઓ આ કથાની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ભક્તિના બંને પુત્ર તરુણ થઈ ગયા. તે દેવી શ્રીમદ્ભાગવતના અર્થમાંથી પુત્રો સમેત પ્રગટ થઈ અને મુનિઓના કહેવાથી તે ભક્તોના હૃદયમાં વસતી થઈ.  

સૃષ્ટિનિર્માણ કરવાનો આરંભ ભગવાને પોતાની યોગનિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમની નાભિમાંથી એક કમળ પ્રગટ્યું અને તેમાંથી પ્રજાપતિ બ્રહ્મા પ્રગટ્યા. ભગવાને પોતાનું જે વિરાટ રૂપ પ્રગટાવ્યું તેમાં અનેક અવતારો જોવા મળ્યા. સામાન્ય રીતે દશાવતારની કથા ભારતમાં પ્રચલિત છે પણ શ્રીમદ્ભાગવતમાં બીજા અવતાર પણ કહ્યા છે. આરંભે ભગવાને સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર — એમ ચાર બ્રાહ્મણ રૂપે અવતાર લીધો. પછી રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા વરાહ રૂપે અવતાર લીધો. ત્રીજો અવતાર નારદમુનિ રૂપે લીધો. ધર્મપત્ની મૂતિર્ દ્વારા ચોથો અવતાર નરનારાયણ રૂપે લીધો. પાંચમા અવતારે કપિલમુનિ થયા. છઠ્ઠો અવતાર અનસૂયાને આપેલા વરદાન પ્રમાણે દત્તાત્રેય થયા. સાતમા અવતારે રુચિ-પ્રજાપતિની આકૃતિ નામની પત્ની વડે યજ્ઞ રૂપે અવતાર લીધો. આઠમા અવતારમાં રાજા નાભિની પત્ની મેરુદેવીના પેટે ઋષભદેવ થયા. નવમા અવતારે રાજા પૃથુ થયા. દસમા અવતારે મત્સ્ય રૂપે અવતરી પૃથ્વીને વિનાશમાંથી ઉગારી. સમુદ્રમંથન વખતે અગિયારમો અવતાર લઈ કચ્છપ થયા અને પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કર્યો. બારમા અવતારે ધન્વંતરિ રૂપે અમૃતકળશ લઈને પ્રગટ થયા. તેરમા અવતારે મોહિની રૂપે પ્રગટીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. ચૌદમા અવતારે નરસંહિ રૂપે પ્રગટ્યા અને હિરણ્યકશિપુનો વધ કર્યો. પંદરમા અવતારે વામન અવતાર લઈ બલિ રાજા પાસે ત્રણ પગલાં પૃથ્વી માગી. સોળમા અવતારે પરશુરામ તરીકે જન્મીને બ્રાહ્મણદ્રોહી રાજાઓનો વધ કર્યો. સત્તરમા અવતારે સત્યવતીના પેટે પરાશર વડે વ્યાસ રૂપે પ્રગટ્યા. અઢારમા અવતારે રાજા રામ રૂપે જન્મ્યા અને રાવણ જેવા અનેક રાક્ષસોનો નાશ કર્યો.  ઓગણીસમા અને વીસમા અવતારે તેઓ બલરામ અને શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ્યા. એકવીસમા અવતારે તે બુદ્ધ રૂપે પ્રગટ્યા અને બાવીસમા અવતારે કલ્કિ રૂપે પ્રગટશે.  

આ પહેલાં વ્યાસ ભગવાને એક જ વેદના ચાર વિભાગ કર્યા : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પછી તો શિષ્યપરંપરાને કારણે એ વેદોની શાખાઓનો વિસ્તાર થયો. પણ સ્ત્રી, શૂદ્ર અને પતિત બ્રાહ્મણોને વેદશ્રવણનો અધિકાર નથી એમ જણાવ્યું. ભારતીય સંસ્કૃતિનું આ એક મોટું કલંક ગણાય. ત્યારથી ઉચ્ચ વર્ણના લોકોએ શૂદ્રોનો અને સ્ત્રીઓનો તિરસ્કાર કરવા માંડ્યો. બધાનું  કલ્યાણ કરવા વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી અને તો પણ તેમને સંતોષ ન થયો એટલે નારદમુનિએ પોતાનો ઇતિહાસ જણાવી ભાગવતની રચના તેમને માટે પ્રેર્યા.

ભાગવત્ના આરંભે મહાભારતની કથા આવે છે. મહાભારતના યુદ્ધમાં કૌરવોની હાર થઈ અને અશ્વત્થામાએ દુર્યોધનને વહાલા થવા પાંચાલીના પાંચે પુત્રોનો રાતે વધ કર્યો. કદાચ દુર્યોધનને પણ આ ઘટના ગમી નહીં હોય. દુ:ખી દ્રૌપદીને ધીરજ બંધાવતા અર્જુને તેને કહ્યું કે હું અશ્વત્થામાનું મસ્તક કાપીને તને ભેટ આપીશ. પછી શ્રીકૃષ્ણને લઈને તે ગુરુપુત્રની પાછળ નીકળી પડ્યો. અશ્વત્થામાએ અર્જુનને જોઈને વધુ ઝડપે ભાગવાનો પ્રયત્ન કર્યો. પણ તેનો કોઈ ઉપાય ન ચાલ્યો અને અર્જુને તેેને પકડી પાડ્યો. ભગવાને તો તેને મારી નાખવા કહ્યું પણ અર્જુનના મનમાં તેને મારી નાખવાનું મન ન થયું એટલે  તેને દ્રૌપદીના હવાલે કરી દીધો, પાંચાલીનું હૃદય પણ દયાવાન હતું એટલે  છેવટે અશ્વત્થામાના મસ્તક પરનો મણિ લઈ લીધો, ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું શ્રીકૃષ્ણે રક્ષણ કર્યું. આમ હંસાિની સમાંતરે અહંસાિની ભાવના પણ જોવા મળે છે.  

Line 203: Line 203:
અષ્ટાદશ  પુરાણાંશ્રવણાદ્  યત્ફ્લં લભેત્  
અષ્ટાદશ  પુરાણાંશ્રવણાદ્  યત્ફ્લં લભેત્  
તત્ફ્લં સમવાપ્નોતિ વૈષ્ણવો નાત્ર સંશય:  
તત્ફ્લં સમવાપ્નોતિ વૈષ્ણવો નાત્ર સંશય:  
(ઉદ્ધૃત-હરિવંશ પ્રસ્તાવના)  
{{Right |(ઉદ્ધૃત-હરિવંશ પ્રસ્તાવના) }} <br>
કથાશ્રવણાતુર જનમેજય મહાભારતની કથા સાંભળ્યા પછી પણ વધુ વિસ્તારથી આદિસૃષ્ટિના સર્જન વિશે જાણવા માગે છે એટલે હરિવંશના આરંભે મનુ, દક્ષ દ્વારા થયેલા સૃષ્ટિના આરંભ-વિસ્તારની વાત જોવા મળશે. વળી ધામિર્કમાંથી અધામિર્ક બનતા વેનની કથા એક રીતે જૈન સંપ્રદાયની ટીકા રૂપ પણ કહેવાય, કારણ કે પોતાની જાતને જૈન તરીકે ઓળખાવતા પાખંડીએ જ વેનમાં પાપબુદ્ધિનો પ્રસાર કર્યો હતો; છેવટે ઋષિમુનિઓએ આ અત્યાચારી વેનનો વધ કરીને પછી પૃથુ જેવા મહાત્માનું સર્જન કર્યું હતું, એ પૃથુએ આ પૃથ્વીને ફરી ફળદ્રુપ (વસુંધરા) બનાવી. અને જૈન સંપ્રદાય સામેનો આક્રોશ તો અર્વાચીન ગુજરાતમાં છેક કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ સુધી વિસ્તર્યો છે.  

અહીં પિતૃઓનો બહુ મોટો મહિમા કરવામાં આવ્યો છે, આની જ ઉપપત્તિ રૂપે પુત્રોના પિંડદાન વિના પિતૃઓનો ઉદ્ધાર થતો નથી એ વાત જોવા મળશે, પછી તો પુત્ર પામવા માટેના પ્રયત્નો છેક આધુનિક કાળ સુધી વિસ્તરેલા છે. અને એ માટે મહાભારતના આસ્તીક પર્વમાં જરત્કારુ પિતૃઓના મોક્ષ માટે જ લગ્ન કરવાનો નિર્ણય કરે છે, એને પરિણામે જન્મેલા આસ્તીકે જનમેજયનો સર્પયજ્ઞ બંધ કરાવ્યો. અહીં કહેવામાં આવ્યું છે કે શન્તનુ પોતાના શ્રાદ્ધ વખતે પોતાનો હાથ લંબાવીને ભીષ્મ પાસે પિંડદાન માગે છે!  