સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/અમારે આંગણે સારસ્વતો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ભોળાભાઈ પટેલ કુટુંબ સાથે મધ્ય પ્રદેશના કાન્હા-કિસલી, ભેડ...")
 
No edit summary
 
Line 15: Line 15:
પ્રથમ ‘પરિક્રમા’ પુસ્તકની અત્યંત પ્રાસાદિક પ્રસ્તાવના વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ લખેલી — કોઈ પણ જાતના પરિચય વિના. હું એમને રૂબરૂ ક્યારેય મળી ન શક્યો. પરંતુ પત્ની કાન્તા, પુત્ર શરદ અને પુત્રવધૂ અર્ચના એમને ઘેર ગયેલાં. શરદે જેવું મારું નામ કહ્યું એટલે મારી પત્ની ભણી જોઈને બોલ્યા : “તમે તો કાન્તાબહેન ને!” પાસે જ ‘પરિક્રમા’ના લેખો હતા એ બતાવીને કહે, “ખૂબ સરસ લખ્યું છે. અવારનવાર વાંચ્યું. જ્યારે થાકું ત્યારે વાંચું.” એમના જ શિષ્ય અને મોટા ગજાના કવિ જયંત પાઠકની પણ મારા પર એવી જ અમીનજર હતી. એમને પણ ક્યારેય મળી ન શક્યો. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ અખબારે પુસ્તક વર્ષ નિમિત્તે કેટલાક વરિષ્ઠ સાહિત્યકારો પાસેથી એમને પ્રભાવિત કરી ગયેલા કોઈ એક પુસ્તક વિશે મિતાક્ષરી અભિપ્રાય મંગાવેલા. જયંતભાઈએ મારા પુસ્તક ‘સૌંદર્યની નદી નર્મદા’નું નામ આપેલું ને રસદર્શન પણ કરાવેલું; એમાંથી એક વાક્ય : “પુસ્તકમાં માત્ર નદીનું જ સૌંદર્ય નથી ઊતર્યું, ભારતવર્ષનું ભાતીગળ સૌંદર્ય પણ કંડારાયું છે.” આવો જ સુંદર અભિપ્રાય એમણે મારા પુસ્તક ‘થોડું સોનું, થોડું રૂપું’ વિશે લખી મોકલેલો : “તમારા પુસ્તકમાં સર્વત્ર તમારી શૈલીની રસાળતા, પ્રાસાદિકતા ને હળવાશ જોવા મળે છે. આખું પુસ્તક એક કલાકારના સર્જક કર્મનું સુભગ પરિણામ છે.”

કાકા કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, બચુભાઈ રાવત, સ્વામી આનંદ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જયંત પાઠકની ચરણરજ અમારે ઘેર પડી હોત તો એ અમારા માટે આનંદ તેમ જ ગર્વનો વિષય હોત. વર્તમાનનાં કોઈ પણ લેખક કલાકાર અમારે ત્યાં આવશે તો એથી અમારા ઘરની રોનક વધશે. બહુ મોડું ન કરવા વિનંતી. ક્યાંક એવું ન થાય કે અમારા ઘરના સભ્યો એમને કહે કે, તમે ભલે આવ્યા, તમારું સ્વાગત છે — પણ અમૃતભાઈ તો હવે ન રહ્યા!

{{[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૪]''}}
{{Right|'[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૪]'}}
{{Poem2Close}}
{{Poem2Close}}
2,457

edits