નવલકથાપરિચયકોશ/આતશ: Difference between revisions

no edit summary
(Added Book Cover)
No edit summary
 
Line 19: Line 19:
આ નવલકથાના ભાવવિશ્વ અને માધ્યમના સર્જનાત્મક વિનિયોગ વિશે વિવેચક જયેશ ભોગાયતા નોંધે છે કે :
આ નવલકથાના ભાવવિશ્વ અને માધ્યમના સર્જનાત્મક વિનિયોગ વિશે વિવેચક જયેશ ભોગાયતા નોંધે છે કે :
“નવલકથાની પશ્ચાદ્ભૂમાં ઉપદ્રવીઓના હુમલાઓને કારણે હિંસાનું વાતાવરણ, યુદ્ધજન્ય વિભીષિકાનો ઓથાર અને નવલકથાની અગ્રભૂમિમાં ‘હું’ની વિફળતા, તડીપાર થયાની સજા, રઝળપાટ – તે બંને પરિસ્થિતિનું સન્નિધિકરણ આધુનિક યુગની વિનાશક સ્થિતિને દર્શાવે છે. ‘હું’ની ચિત્તભ્રમ દશાના મૂળમાં અરાજકતા અને અસ્તિત્વ પર ઝળૂંબતી મરણની ભીંસ છે. ‘હું’ની વિસંગત મનોદશા વિવિધ પ્રવિધિઓ વડે આકાર પામી છે. તેમ પાત્રોનાં સ્થળોનાં વર્ણનો દ્વારા તેની ભીતરની સંકુલતા મૂર્ત થાય છે. અતિવાસ્તવપૂર્ણ નિરૂપણવિશેષો અને વર્ણનોમાં સર્જકની માધ્યમ વિનિયોગની શક્તિનો પરિચય થાય છે. તળપદા શબ્દપ્રયોગો સોંસરવા ઓજારો છે.”  

આ નવલકથાનો નાયક અનામી છે એટલે કે કોઈ પણ વ્યક્તિનો મનોસંઘર્ષ અહીં કલ્પી શકાય. નવલકથાનો નાયક વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે સમાજથી વિમુખ થયેલો છે. નાયક સિવાયના સન્નારી, મોટાભાઈ, સાહેબ, ભાભી વગેરે પણ અનામી પાત્રો છે જે નાયકની મનોસ્થિતિ માટે જવાબદાર બને છે. આધુનિક જીવનશૈલીની વિભીષિકામાં સપડાયેલો નાયક પોતાની આસપાસનાં પાત્રો ઉપરાંત ‘સ્વ’થી પણ વિચ્છેદ અનુભવે છે. પરિણામે સમગ્ર નવલકથામાં નાયકના જીવનમાં ‘આતશબાજી’ સર્જાય છે. નાયક સતત સ્ત્રીઓથી નાસીપાસ થાય છે. તેની વાગ્દત્તા આત્મહત્યા કરી લે છે તો અરુંંધતી તેને કોર્ટ સુધી પહોંચાડે છે. સન્નારી પ્રત્યે તેને અપાર આકર્ષણ હોવા છતાં તેને તે પ્રાપ્ત કરી શકતો નથી. પત્ની કોજેના સાથે તે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધી શકતો નથી અને સતત સંઘર્ષમય દાંપત્યજીવન ગાળે છે. આખરે માલવિકા સાથેનું સહશયન પણ તેને અધૂરપનો જ અહેસાસ કરાવે છે. મોટાભાઈ, જશવંત વગેરેથી તે તરછોડાય છે. અંતે એક વૃદ્ધ દંપતી તેને હૂંફ આપે છે. પરંતુ, એ દંપતીનું પણ કરુણ અવસાન થાય છે. આમ, સતત વ્યથા, એકલતા, અસ્થિરતા, ભય વગેરેથી ઘેરાયેલા વિછિન્નમનસ્ક નાયકની આ કથા છે. નવલકથામાં સતત પ્રયોજાતા અંધકાર અને ધુમ્મસના પ્રતીકો નાયકના જીવનની શૂન્યતાનાં દ્યોતક છે. પ્રતીક-કલ્પનપ્રચુર, કૈંક અંશે બરછટ એવી, નિરૂપણભાષા, નાયકના ભાવોનું ચૈતસિક આલેખન, જુગુપ્સાપ્રેરક વર્ણનો વડે ઊભી થતી ભયજનક પરિસ્થિતિ, પાત્રો વચ્ચેના અલગાવને કારણે સર્જાતી તંગ અવસ્થાઓ, નવલકથામાં સતત અનુભવાતી ઇન્દ્રિયબોધાત્મકતા, ‘સ્વ’ની શોધમાં ભટકતો મનુષ્ય, આધુનિક મનુષ્યની નિયતિ વગેરે પરિબળો આ નવલકથાને નોંધપાત્ર બનાવે છે.
આ નવલકથાનો નાયક અનામી છે એટલે કે કોઈ પણ વ્યક્તિનો મનોસંઘર્ષ અહીં કલ્પી શકાય. નવલકથાનો નાયક વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે સમાજથી વિમુખ થયેલો છે. નાયક સિવાયના સન્નારી, મોટાભાઈ, સાહેબ, ભાભી વગેરે પણ અનામી પાત્રો છે જે નાયકની મનોસ્થિતિ માટે જવાબદાર બને છે. આધુનિક જીવનશૈલીની વિભીષિકામાં સપડાયેલો નાયક પોતાની આસપાસનાં પાત્રો ઉપરાંત ‘સ્વ’થી પણ વિચ્છેદ અનુભવે છે. પરિણામે સમગ્ર નવલકથામાં નાયકના જીવનમાં ‘આતશબાજી’ સર્જાય છે. નાયક સતત સ્ત્રીઓથી નાસીપાસ થાય છે. તેની વાગ્દત્તા આત્મહત્યા કરી લે છે તો અરુંંધતી તેને કોર્ટ સુધી પહોંચાડે છે. સન્નારી પ્રત્યે તેને અપાર આકર્ષણ હોવા છતાં તેને તે પ્રાપ્ત કરી શકતો નથી. પત્ની કોજેના સાથે તે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધી શકતો નથી અને સતત સંઘર્ષમય દાંપત્યજીવન ગાળે છે. આખરે માલવિકા સાથેનું સહશયન પણ તેને અધૂરપનો જ અહેસાસ કરાવે છે. મોટાભાઈ, જશવંત વગેરેથી તે તરછોડાય છે. અંતે એક વૃદ્ધ દંપતી તેને હૂંફ આપે છે. પરંતુ, એ દંપતીનું પણ કરુણ અવસાન થાય છે. આમ, સતત વ્યથા, એકલતા, અસ્થિરતા, ભય વગેરેથી ઘેરાયેલા વિછિન્નમનસ્ક નાયકની આ કથા છે. નવલકથામાં સતત પ્રયોજાતા અંધકાર અને ધુમ્મસના પ્રતીકો નાયકના જીવનની શૂન્યતાનાં દ્યોતક છે. પ્રતીક-કલ્પનપ્રચુર, કૈંક અંશે બરછટ એવી, નિરૂપણભાષા, નાયકના ભાવોનું ચૈતસિક આલેખન, જુગુપ્સાપ્રેરક વર્ણનો વડે ઊભી થતી ભયજનક પરિસ્થિતિ, પાત્રો વચ્ચેના અલગાવને કારણે સર્જાતી તંગ અવસ્થાઓ, નવલકથામાં સતત અનુભવાતી ઇન્દ્રિયબોધાત્મકતા, ‘સ્વ’ની શોધમાં ભટકતો મનુષ્ય, આધુનિક મનુષ્યની અપરિહાર્ય નિયતિ વગેરે પરિબળો આ નવલકથાને નોંધપાત્ર બનાવે છે.

સંદર્ભ :
સંદર્ભ :