નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{#seo: |title_mode= replace |title= નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન - Ekatra Wiki |keywords= નરસિંહરાવ દિવેટિયા એક અધ્યયન, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, સુસ્મિતા મ્હેડ, સુસ્મિતા, Susmita Mhed, Sushmita Medh |description=This is home page for this wiki |image= Aathamate Ajavale cover.jpg...") |
m (→: Change site name) |
||
| Line 1: | Line 1: | ||
{{#seo: | {{#seo: | ||
|title_mode= replace | |title_mode= replace | ||
|title= નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન - Ekatra | |title= નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન - Ekatra Foundation | ||
|keywords= નરસિંહરાવ દિવેટિયા એક અધ્યયન, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, સુસ્મિતા મ્હેડ, સુસ્મિતા, Susmita Mhed, Sushmita Medh | |keywords= નરસિંહરાવ દિવેટિયા એક અધ્યયન, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, સુસ્મિતા મ્હેડ, સુસ્મિતા, Susmita Mhed, Sushmita Medh | ||
|description=This is home page for this wiki | |description=This is home page for this wiki | ||
|image= Aathamate Ajavale cover.jpg | |image= Aathamate Ajavale cover.jpg | ||
|image_alt=Wiki Logo | |image_alt=Wiki Logo | ||
|site_name=Ekatra | |site_name=Ekatra Foundation | ||
|locale=gu-IN | |locale=gu-IN | ||
|type=website | |type=website | ||
Latest revision as of 14:35, 18 October 2025
[[|300px|frameless|center]]
નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન (૧૯૫૧)
‘નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન’ મહાનિબંધ સાત પ્રકરણોમાં વહેંચાયેલો છે. ખંડ-૧ ‘જીવનસૌરભ’માં નરસિંહરાવના વ્યક્તિત્વનો પરિચય અને તેમના જીવનનું આલેખન છે. ખંડ-ર ‘કવિ’માં મધ્યકાલીન ગુજરાતી કવિતાના પરિપ્રેક્ષ્યમાં અર્વાચીન ગુજરાતી કવિતાની વિલક્ષણતા દર્શાવી નરસિંહરાવની કાવ્યવિભાવના વિશે ચર્ચા કરી છે. ખંડ-૩ ‘ગદ્ય’માં નરસિંહરાવના ગદ્યમાં નવપ્રસ્થાનની વિશેષતાઓ દર્શાવી ‘સ્મરણમુકુર’ અને ‘વિવર્તલીલા’ ગદ્યકૃતિઓ વિષયક ચર્ચા કરી છે. ખંડ-૪ ‘વિવેચક’માં નરસિંહરાવની સતત પ્રવાહબદ્ધ વિવેચનપ્રવૃત્તિને ચાર વિભાગમાં વહેંચી છે અને એમની વિવેચનની પ્રૌઢિ, સચોટતા, શાસ્ત્રીયતા જેવા ગુણોની નોંધ લીધી છે તો સાહિત્યપ્રવાહના અવલોકનમાં જોવા મળતી મર્યાદાઓ દર્શાવી છે. ખંડ-૫ ‘ભાષાશાસ્ત્રી’માં ભાષાશાસ્ત્રી નરસિંહરાવનો સંશોધકની, શિસ્ત, ખંત, વિષયની ઊંડાણભરી ચર્ચા જેવા પાસાંનો પરિચય કરાવે છે. ખંડ-૬ અને ખંડ-૭માં વિવાદી ચર્ચાપત્રો અને ગદ્યશૈલીની ચર્ચા છે.
આ મહાનિબંધ સાહિત્યના અભ્યાસીઓ માટે માર્ગદર્શક નીવડે એવો છે. નરસિંહરાવના સર્જક તરીકેના વિવિધ પાસાંઓનો પરિચય કરાવતાં તેઓ દરેક પાસાંની મૂળગામી ચર્ચા કરે છે. આ મહાનિબંધ સુસ્મિતા મ્હેડની વિવેચક તરીકે ઐતિહાસિક સૂઝ અને દીર્ઘદષ્ટિનો પરિચય કરાવે છે. તો અવતરણોની બહુલતા ખૂંચે તેવી છે.
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગ્રંથ ૭), પૃ. ૪૩૬