અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/શ્રી પુરાંત જણસે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી પુરાંત જણસે| રાજેન્દ્ર પટેલ}} <poem> પૃષ્ઠ પર પૃષ્ઠ પલટાવ...")
 
No edit summary
Line 98: Line 98:
જમણું કે ડાબું
જમણું કે ડાબું
શ્રી પુરાંત જણસેને વહેવું છે બમણું
શ્રી પુરાંત જણસેને વહેવું છે બમણું
આકારોના વંટોળમાં વમળાતા અક્ષરોના
આકારોના વંટોળમાં વમળાતા અક્ષરોના
બની રહે છે
બની રહે છે
ઇતિહાસના બેનમૂન હસ્તાક્ષર.
ઇતિહાસના બેનમૂન હસ્તાક્ષર.
નાથી નાથીને નાથી શકાતો નથી
નાથી નાથીને નાથી શકાતો નથી
પાંચ ફણારો ભોરિંગ
પાંચ ફણારો ભોરિંગ
રહે છે માત્ર, ભડભડ બળતો
રહે છે માત્ર, ભડભડ બળતો
પૃષ્ઠ પર, શ્રી પુરાંત જણસેનો ચહેરો.
પૃષ્ઠ પર, શ્રી પુરાંત જણસેનો ચહેરો.
દરેક પૃષ્ઠને અંતે
દરેક પૃષ્ઠને અંતે
કંઈ સમયથી
કંઈ સમયથી
જડતું નથી કશું.
જડતું નથી કશું.
એક પછી એક ખૂલતાં રહે પાન
એક પછી એક ખૂલતાં રહે પાન
જાણે અજાણી બારીના
જાણે અજાણી બારીના
ઊડતાં રહે પડદા.
ઊડતાં રહે પડદા.
છતાં
છતાં
ફાટું ફાટું થતાં જીર્ણ પાનમાં
ફાટું ફાટું થતાં જીર્ણ પાનમાં
Line 118: Line 123:
રાતોની રાત જાગતી
રાતોની રાત જાગતી
શ્રી પુરાંત જણસેની જાણે આંખ.
શ્રી પુરાંત જણસેની જાણે આંખ.
*
*
એક એક પૃષ્ઠ પર્યંત
એક એક પૃષ્ઠ પર્યંત
Line 129: Line 135:
એક પૃષ્ઠ બંધ કરીએ છીએ
એક પૃષ્ઠ બંધ કરીએ છીએ
ને ખૂલતું નથી એકેય નવું પાન.
ને ખૂલતું નથી એકેય નવું પાન.
સવાર પડે
સવાર પડે
સ્વપ્નની માફક
સ્વપ્નની માફક
ખોવાઈ જાય છે સઘળું પાન.
ખોવાઈ જાય છે સઘળું પાન.
તે ખોળવામાં ને ખોળવામાં
તે ખોળવામાં ને ખોળવામાં
જાણે વધતું રહે છે
જાણે વધતું રહે છે
શ્રી પુરાંત જણસેનું માપ.
શ્રી પુરાંત જણસેનું માપ.
અને
અને
ક્યારેક દાદાજીના ફાળિયા જેવી
ક્યારેક દાદાજીના ફાળિયા જેવી

Revision as of 07:42, 22 July 2021


શ્રી પુરાંત જણસે

રાજેન્દ્ર પટેલ

પૃષ્ઠ પર પૃષ્ઠ પલટાવતાં
હાથના સઘળા સ્પર્શને લાગી જાય
સુક્કા પાંદડાનો પાસ.

નજરમાં સફેદ અંધારાનાં વન ધૂણવા માંડે
કાનમાં કાળા અક્ષરનો કલરવ કળાય નહીં
અને સમગ્ર ઉજાશના સમયપટમાંથી
પૃષ્ઠ ભેદીને
કશુંય પ્રવેશે નહીં, ભીતર.

ટેરવાં અને પાન વચ્ચેનું અંતર
ચંદ્ર જેટલું દૂર ભાસે.
ભારેખમ આ હાથથી
પૃષ્ઠના પોત પર પડે નહીં
હવે કોઈ હસ્તાક્ષર.

જેમ લખાય તેમ અદૃશ્ય થતો જાય આ કાગળ.
જેમ ભૂંસાય તેમ બચતો રહે આ કાગળ
જેમ ખાલી રહે તેમ વધતો રહે આ કાગળ

છતાં હાથને
હમણાં જ ઊગેલી ડાળ જેવો બનાવવા
મથી રહ્યાં છે
આ કાગળ, કલમ અને અક્ષર.

આ જોઈ
જરાક મલકે
શ્રી પુરાંત જણસે.


જરા પણ જડતી નથી જણસ
જાણે પૂર્વજોની
ખલાસ થઈ ગઈ છે મજૂસ.

ધૂંધળો થતો કાગળનો કોરો વિસ્તાર
વધુ ને વધુ દૂર થતો જાય,
ચશ્માં પહેરી ખોળીએ, ખોવાયેલી આંખ
ત્યારે શબ્દ રૂપે ફૂટે તૃણાંકુરનાં ગાન.

સવારના પહેલા કિરણમાં
ખૂલતી આંખની જેમ
ઝળહળે ઘડીક
શ્રી પુરાંત જણસે.
અગરબત્તીની રાખમાંથી
પાછી ફૂટે સુગંધ
એમ ફરી ફરી પાછા ફરે પૂર્વસૂરિઓના શબ્દ.

પછી રોજબરોજના અવાજોના
રાક્ષસી પગલાં તળે કચડાતું
દિવસના દીવાનું ચાંગળું અજવાળું
સૂર્યાસ્ત સુધીમાં
પ્રથમ પ્રગટતા તારામાં પલટાઈ જાય.

સ્વપ્નમાં ક્યારેક
વાદળોનાં ઘોડાપૂર ઉપર
મેઘધનુષ્યની જેમ
ડોકાઈ આવે તે
ત્યારે,
પાનાં પર પાર વગરના આકારો વચ્ચે
અસ્તિત્વનો કક્કો બારખડી થઈને
ઊભરી આવે છે
આ, શ્રી પુરાંત જણસે.

અને
રાત દિવસ અમને
ટગર ટગર જોયા કરે છે કોઈક
મહામૂલી બચેલી
જણસની જેમ.


આ શ્રી પુરાંત જણસે
ગઈ કાલનો વધેલો-ઘટેલો વાસી પદાર્થ નથી
એ તો છે, વ્યતીત કાળનો ઝળહળતો પડાવ.
ક્ષણ કાફલાનો ઘડીક વિસામો.

અગણિત મારગના માળામાં
અજ્ઞાતનું ઈંડું સેવતું એક પંખી
બેઠું છે ચૂપચાપ
વૃક્ષનાં પ્રત્યેક પર્ણના પડાવે-પડાવે
ખોળે છે ખોવાયેલી
શ્રી પુરાંત જણસે.

છતાં વણનોતર્યા કાળા-ધોળા વાવાઝોડામાં
અટવાતો આ હાથ,
કોઈ મશાલની જેમ સળગતો નથી
આજ અને કાલની બાદબાકીમાંથી
વધેલું તેજ
અને શ્રી પુરાંત જણસેનું
હરિયાળું હેત
અમને દેખાતું નથી.


વાસ્તવમાં
જમણું કે ડાબું
શ્રી પુરાંત જણસેને વહેવું છે બમણું

આકારોના વંટોળમાં વમળાતા અક્ષરોના
બની રહે છે
ઇતિહાસના બેનમૂન હસ્તાક્ષર.

નાથી નાથીને નાથી શકાતો નથી
પાંચ ફણારો ભોરિંગ
રહે છે માત્ર, ભડભડ બળતો
પૃષ્ઠ પર, શ્રી પુરાંત જણસેનો ચહેરો.

દરેક પૃષ્ઠને અંતે
કંઈ સમયથી
જડતું નથી કશું.

એક પછી એક ખૂલતાં રહે પાન
જાણે અજાણી બારીના
ઊડતાં રહે પડદા.

છતાં
ફાટું ફાટું થતાં જીર્ણ પાનમાં
દેખાય માત્ર
ઘાયલ પંખીની છાપ.
તે લાગે
રાતોની રાત જાગતી
શ્રી પુરાંત જણસેની જાણે આંખ.


એક એક પૃષ્ઠ પર્યંત
ખોળીએ છીએ
શ્રી પુરાંત જણસેનો ભર્યો ભર્યો
છતાં
જમા કે ઉધાર
શેષ કે અશેષ
કશુંય રહેતું નથી વિશેષ.
દરરોજ સમી સાંજના
એક પૃષ્ઠ બંધ કરીએ છીએ
ને ખૂલતું નથી એકેય નવું પાન.

સવાર પડે
સ્વપ્નની માફક
ખોવાઈ જાય છે સઘળું પાન.

તે ખોળવામાં ને ખોળવામાં
જાણે વધતું રહે છે
શ્રી પુરાંત જણસેનું માપ.

અને
ક્યારેક દાદાજીના ફાળિયા જેવી
તો ક્યારેક બાળકના અણઘડ લીટા વચ્ચે વધેલા
અવકાશ જેવા
ભાસે છે.
આ અમારી
સ્હેજ અમથી, મબલક
શ્રી પુરાંત જણસે.
(શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી)