ભરત વિંઝુડાની ગઝલસંપદા/મર્યા કરે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Inserted a line between Stanza) |
(જોડણી) |
||
| Line 12: | Line 12: | ||
આવે સમય તે એને હંમેશા સ્મર્યાં કરે! | આવે સમય તે એને હંમેશા સ્મર્યાં કરે! | ||
ઈશ્વર બધાય ધર્મનો મહેમાન હોય છે, | |||
આજે અહીં તો કાલ બીજે જઈ ફર્યા કરે! | આજે અહીં તો કાલ બીજે જઈ ફર્યા કરે! | ||
| Line 18: | Line 18: | ||
જોયાં છે વૃક્ષે, કેવાં ઊગે ને ખર્યા કરે! | જોયાં છે વૃક્ષે, કેવાં ઊગે ને ખર્યા કરે! | ||
બેઠા છે સામસામે અહીં બે | બેઠા છે સામસામે અહીં બે જણા અને | ||
કોઈ કશું કહે-ની પ્રતીક્ષા કર્યા કરે! | કોઈ કશું કહે-ની પ્રતીક્ષા કર્યા કરે! | ||
Latest revision as of 02:50, 26 December 2025
૪૧
મર્યા કરે
મર્યા કરે
આતંકવાદીઓ જ વધારે મર્યા કરે,
જન્નતના લોક એવી ખબરથી ડર્યા કરે!
ત્યાં તો નવીન દૃશ્ય ખડું થઈ ગયું અહીં,
હમણાં જ કંઈક જોયેલું તું ચીતર્યા કરે!
એવી રીતે પસાર થતી જાય છે ક્ષણો,
આવે સમય તે એને હંમેશા સ્મર્યાં કરે!
ઈશ્વર બધાય ધર્મનો મહેમાન હોય છે,
આજે અહીં તો કાલ બીજે જઈ ફર્યા કરે!
માણસની જેમ પર્ણ પુનર્જન્મ પામતા,
જોયાં છે વૃક્ષે, કેવાં ઊગે ને ખર્યા કરે!
બેઠા છે સામસામે અહીં બે જણા અને
કોઈ કશું કહે-ની પ્રતીક્ષા કર્યા કરે!
(તારા કારણે)