ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગોકળદાસ કુબેરદાસ મહેતા: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
| ૨. | | ૨. | ||
| રાષ્ટ્રીય કીર્તન | | રાષ્ટ્રીય કીર્તન | ||
|& | | ” ૧૯૨૧ | ||
|- | |- | ||
| ૩. | | ૩. | ||
| અમદાવાદ શહેરની ભૂગોળ | | અમદાવાદ શહેરની ભૂગોળ | ||
|& | | ” ૧૯૨૨ | ||
|- | |- | ||
| ૪. | | ૪. | ||
| Line 37: | Line 37: | ||
| ૬. | | ૬. | ||
| બાલિકાગીત | | બાલિકાગીત | ||
|& | | ” ૧૯૨૬ | ||
|- | |- | ||
| ૭. | | ૭. | ||
| Line 45: | Line 45: | ||
| ૮. | | ૮. | ||
| સંવાદ સંચય | | સંવાદ સંચય | ||
|& | | ” ૧૯૨૭ | ||
|- | |- | ||
| ૯. | | ૯. | ||
| પંડિત જવાહરલાલ | | પંડિત જવાહરલાલ | ||
|& | | ” ૧૯૩૧ | ||
|} | |} | ||
</center> | </center> | ||
Revision as of 09:11, 11 January 2026
એઓ જ્ઞાતે વીશા ખડાયતા વણિક અને ઉમરેઠના વતની છે. એમનો જન્મ એ જ ગામમાં સન ૧૮૯૨માં થયો હતો. એમના પિતાનું નામ કુબેરદાસ હરિવલ્લભદાસ અને માતાનું નામ બાઈ જેકોર મોતીચંદ છે. એમનું લગ્ન સન ૧૯૧૩માં શ્રીમતી ડાહીલક્ષ્મીબહેન સાથે થયું હતું. એમણે સન ૧૯૧૬માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંથી સીનીયર વર્ગની પરીક્ષા પાસ કરી હતી અને ઈંગ્રેજીનું શિક્ષણ સન ૧૯૦૮થી ૧૯૧૧ સુધી અમદાવાદની નેટીવ હાઈસ્કુલમાં લીધું હતું. હમણાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ શાળામાં શિક્ષક છે. હોંશિયારી, માયાળુ સ્વભાવ તેમજ સતત ઉદ્યોગથી શિક્ષકવર્ગમાં બહુ પ્રિય થઈ પડ્યા છે અને વળી શિક્ષક મંડળીના તેઓ સેક્રેટરી નિમાયલા છે. તદુપરાંત જ્ઞાતિકાર્યમાં ઉલટભર આગળ પડતો ભાગ લે છે. ખડાયતા કેળવણીમંડળના તેમજ કમળાલક્ષ્મી ખડાયતા સ્ત્રી ઉદ્યોગશાળાના મંત્રી તરીકે કાર્ય કરે છે; અને અમદાવાદની અતિલક્ષ્મી લાયબ્રેરીનો છેલ્લાં ૧૫ વર્ષથી વહીવટ કરે છે. એમણે ન્હાનપણમાં માબા૫નું સુખ ગુમાવ્યું હતું પણ અગીઆર વર્ષે વિધવા બનેલી બ્હેન જીવકોરે એમને સન ૧૯૦૬માં અમદાવાદમાં આણી યોગ્ય શિક્ષણ માટે વ્યવસ્થા કરી હતી; અને એમના પ્રતાપે તેઓ આજની સ્થિતિએ પહોંચ્યા છે. જ્ઞાતિકાર્યમાં અને જાહેર સેવાકાર્યમાં ગુંથાયલા રહે છે તેની સાથે તેઓ લેખનકાર્ય પણ કરે છે. તેમનાં પુસ્તકો મુખ્યત્વે શાળોપયોગી છે, જે એમની શિક્ષક તરીકેની લાયકાતનો સરસ ખ્યાલ આપે છે. ગયે વર્ષે એમણે જવાહિરલાલ નહેરૂનું ચરિત્ર બહાર પાડ્યું હતું. અને તે પ્રશંસા પામ્યું હતું.
: : એમની કૃતિઓ : :
| ૧. | વાર્તાનો સંગ્રહ | સન ૧૯૧૯ |
| ૨. | રાષ્ટ્રીય કીર્તન | ” ૧૯૨૧ |
| ૩. | અમદાવાદ શહેરની ભૂગોળ | ” ૧૯૨૨ |
| ૪. | ગુજરાત પ્રાંત | ,, ,, |
| ૫. | બાલગીત | ”” |
| ૬. | બાલિકાગીત | ” ૧૯૨૬ |
| ૭. | મુંબાઈ ઇલાકો | ”” |
| ૮. | સંવાદ સંચય | ” ૧૯૨૭ |
| ૯. | પંડિત જવાહરલાલ | ” ૧૯૩૧ |