કથાલોક/કૃતિ-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|કૃતિ-પરિચય | કથાલોક}} | {{Heading|કૃતિ-પરિચય | કથાલોક}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મડિયાના અવસાનના પાંચ માસ પૂર્વે પ્રકાશિત 'કથાલોક' એમના વિવેચનકાર્યનું છેલ્લું ગ્રંથસ્થ સ્વરૂપ છે. એમના જીવનના અંતિમ બે દાયકાઓ દરમ્યાન નવલકથા વિશે મડિયાએ લખેલા અવલોકનો, નિરીક્ષણો અને નોંધોનો અહીં સંગ્રહ થયો છે. અગાઉ એ લખાણો | મડિયાના અવસાનના પાંચ માસ પૂર્વે પ્રકાશિત 'કથાલોક' એમના વિવેચનકાર્યનું છેલ્લું ગ્રંથસ્થ સ્વરૂપ છે. એમના જીવનના અંતિમ બે દાયકાઓ દરમ્યાન નવલકથા વિશે મડિયાએ લખેલા અવલોકનો, નિરીક્ષણો અને નોંધોનો અહીં સંગ્રહ થયો છે. અગાઉ એ લખાણો પ્રકીર્ણ રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યાં હતાં. કલકત્તાના ગુજરાતી સાહિત્યમંડળમાં નવલકથા વિષયક વ્યાખ્યાન આપવા નિમિત્તે મડિયા આ વિષયમાં લખવા પ્રવૃત્ત થયા હતા. | ||
'કથાલોક'માં સામેલ થયેલાં લખાણો પાંચ ખંડમાં વહેંચાયા છે. તેમાંનાં પ્રથમ અને અંતિમ ખંડમાં નવલકથાનો સ્વરૂપવિચાર રજૂ થયો છે, અન્ય ત્રણે ખંડમાં વિવિધ નવલકથાઓનાં અવલોકન સામેલ થયાં છે. પ્રથમ અને અંતિમ ખંડના કેટલાક લખાણોમાં મડિયાએ સાંપ્રત નવલકથા સાહિત્યનો અને એના ઇતિહાસનો અભ્યાસ રજૂ કર્યો છે, અન્ય લેખોમાં નવલકથાસ્વરૂપ વિશેની વિચારણા રજૂ થઈ છે. | 'કથાલોક'માં સામેલ થયેલાં લખાણો પાંચ ખંડમાં વહેંચાયા છે. તેમાંનાં પ્રથમ અને અંતિમ ખંડમાં નવલકથાનો સ્વરૂપવિચાર રજૂ થયો છે, અન્ય ત્રણે ખંડમાં વિવિધ નવલકથાઓનાં અવલોકન સામેલ થયાં છે. પ્રથમ અને અંતિમ ખંડના કેટલાક લખાણોમાં મડિયાએ સાંપ્રત નવલકથા સાહિત્યનો અને એના ઇતિહાસનો અભ્યાસ રજૂ કર્યો છે, અન્ય લેખોમાં નવલકથાસ્વરૂપ વિશેની વિચારણા રજૂ થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Revision as of 10:08, 19 January 2026
કથાલોક
મડિયાના અવસાનના પાંચ માસ પૂર્વે પ્રકાશિત ‘કથાલોક’ એમના વિવેચનકાર્યનું છેલ્લું ગ્રંથસ્થ સ્વરૂપ છે. એમના જીવનના અંતિમ બે દાયકાઓ દરમ્યાન નવલકથા વિશે મડિયાએ લખેલા અવલોકનો, નિરીક્ષણો અને નોંધોનો અહીં સંગ્રહ થયો છે. અગાઉ એ લખાણો પ્રકીર્ણ રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યાં હતાં. કલકત્તાના ગુજરાતી સાહિત્યમંડળમાં નવલકથા વિષયક વ્યાખ્યાન આપવા નિમિત્તે મડિયા આ વિષયમાં લખવા પ્રવૃત્ત થયા હતા. ‘કથાલોક’માં સામેલ થયેલાં લખાણો પાંચ ખંડમાં વહેંચાયા છે. તેમાંનાં પ્રથમ અને અંતિમ ખંડમાં નવલકથાનો સ્વરૂપવિચાર રજૂ થયો છે, અન્ય ત્રણે ખંડમાં વિવિધ નવલકથાઓનાં અવલોકન સામેલ થયાં છે. પ્રથમ અને અંતિમ ખંડના કેટલાક લખાણોમાં મડિયાએ સાંપ્રત નવલકથા સાહિત્યનો અને એના ઇતિહાસનો અભ્યાસ રજૂ કર્યો છે, અન્ય લેખોમાં નવલકથાસ્વરૂપ વિશેની વિચારણા રજૂ થઈ છે.
— નવીનચંદ્ર ત્રિવેદી
(‘મડિયાની પ્રતીતિ’ પુસ્તકમાંથી સાભાર)