સાહિત્ય પલ્લવ – ભાગ ૧/સરોવરમાં ઊભેલો બગ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સરોવરમાં ઊભેલો બગ}} | {{Heading|સરોવરમાં ઊભેલો બગ|નરસિંહરાવ}} | ||
{{Block center|<poem>ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો, | {{Block center|<poem>ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો, | ||
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો! | સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો! | ||
Latest revision as of 03:06, 27 March 2026
સરોવરમાં ઊભેલો બગ
નરસિંહરાવ
ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો,
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો!
એમાં આ ઊજળો બરફ શો બગ ઊભેલો,
ને ચોગમ સૂકું રાન પડ્યું જેનો નહિ છેડો;
તે મૂકીને પાર નજર બગ નાંખે લાંબી, ૫
કરીને ઊંચી ડોક, જુએ જ્યાં ભૂમિ વિરામી,
ને વળી તેની પાર ઊંડા નભમાંહી નિહાળે,
નવ લેખે નિજ છાંય પડી જે જળમાં મહાલે.
હું પણ આ જગરાન મહીં ઊભો રહી ઝાંખું
જીવન કેરું ક્ષિતિજ, દૃષ્ટિ વળી ઊંડી નાંખું; ૧૦
નાંખી નીરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
ને ન ગણું નિજ છાંય પડી જે આ સ્થળ માંહી.
સ્વાધ્યાય
૧. બગલો ક્યાં અને કેવી રીતે ઊભો છે તે વર્ણવો.
૨. અનંત વિસ્તારનું સૂચન આ કાવ્યની કઈ પંક્તિઓમાંથી થાય છે તે જણાવો.
૩. બગલાની નજર કઈ વસ્તુ ઉપર નથી? એ ઉપરથી કવિ કયો સાર તારવે છે?