સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વસન્ત ઢૂંઢું: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વસન્ત ઢૂંઢું.}} | {{Heading|વસન્ત ઢૂંઢું.|ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વસન્ત-આજે વસંત ક્યાં છે? | વસન્ત-આજે વસંત ક્યાં છે? | ||
Latest revision as of 03:13, 27 March 2026
ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’
વસન્ત-આજે વસંત ક્યાં છે?
એ મનમોજી હસંત ક્યાં છે?
રે મુજ સુક્કા લુખ્ખા નિતના
સાઇકલના રસ્તે?
શિરીષ ના, ગુલમોર અહીં ના, ૫
આંબો ના, કોકિલ ટહુકત ના,
લતાકુંજ ના, પુષ્પપુંજ ના,
સાઇકલના રસ્તે.
માટીની ડામરની સડકે,
ફૂટપાથની પડખે પડખે, ૧૦
ગટર, મકાન, દુકાન ધખધખે,
સાઇકલના રસ્તે.
ચિટકલ કાગળ, તડબૂચ છોડાં,
ઈંટ, માટી, આથડતાં રોડાં,
કદી ગધેડાં, ઘેટાં બોડાં, ૧૫
સાઇકલના રસ્તે.
આ સડકે નગરે જ્યાં મિલ છે,
જીવનજંગ જહીં કાતિલ છે,
વસંત નોતરવો મુશ્કિલ છે,
સાઇકલના રસ્તે. ૨૦
અહીં વાસ પેટ્રોલ તણી છે,
ધૂળગોટ મિલકેરી ધૂણી છે,
ચૈત્ર તાપમાં આંખ ચચણી છે,
સાઇકલના રસ્તે.
ચૈત્ર તાપમાં આંખ ચચણી છે, ૨૫
પરસેવે મુજ પીઠ ભીની છે,
દર્દકથા દિલની છાની છે,
સાઇકલના રસ્તે.
સંધ્યા સૂની, સૂનો પથ છે,
સૃષ્ટિ સકલ થાકી વિશ્લથ છે, ૩૦
પગ મારાની દુર્બળ ગત છે,
સાઇકલના રસ્તે.
એ ટાણે આ ધૂળિયા રસ્તે,
વેચે જ્યાં હોટેલ ચા સસ્તે,
વસન્ત આવ્યો મધમધ હસ્તે, ૩૫
સાઈકલના રસ્તે.
દિવસે રજ છાંયો પસરંતા,
ઊંચા મૂળથી વાજ કરંતા,
કડવા કૈં લીમડા લહરંતા,
સાઈકલના રસ્તે. ૪૦
સરી સાઈકલ પણ દિલ થંભ્યું,
તપ્ત નેત્ર ક્ષણ હરખે ભીંજ્યું,
અહો! લીમડે જગ શું રંગ્યું!
સાઈકલના રસ્તે.
વસન્ત આ અધૂરી જ અકારી, ૪૫
માનવ-તરુ વિકસાવનહારી,
વસન્ત હું છું વિશ્વવિહારી,
સાઈકલના રસ્તે.
[‘વસુધા’માંથી]