સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બોલે ઝીણા મોર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫. બોલે ઝીણા મોર|મીરાંબાઈ}}
{{Heading|૫. બોલે ઝીણા મોર|મીરાંબાઈ}}


{{Block center|<poem>બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે. {{right|ટેક}}
{{Block center|<poem>બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે. {{right|ટેક}}

Latest revision as of 04:34, 31 March 2026

૫. બોલે ઝીણા મોર

મીરાંબાઈ

બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે. ટેક
એ મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરે કલશોર રાજા૦
માઝમ રાતે ભલી વીજળી ચમકે, બાદલ હુવા ઘનઘોર રે. રાજા૦
ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર રે. રાજા૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, તું તો મારા ચિત્તડાનો ચોર રે. રાજા૦