સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બોલે ઝીણા મોર
Jump to navigation
Jump to search
૫. બોલે ઝીણા મોર
મીરાંબાઈ
બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે. ટેક
એ મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરે કલશોર રાજા૦
માઝમ રાતે ભલી વીજળી ચમકે, બાદલ હુવા ઘનઘોર રે. રાજા૦
ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર રે. રાજા૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, તું તો મારા ચિત્તડાનો ચોર રે. રાજા૦