સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કેડી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨. કેડી|સુંદરજી બેટાઈ}} {{Block center|<poem> જોતાં જતાં અમને કેડી રે લાધી વંકાતી જાય આઘી આઘી રે; ભમતાં ભમતાં અમને કેડી રે લાધી, જીવનની ખીણમાં ઝંખાતી રે, એવી એવી અમને કેડી રે લાધી. વચ્ચે વ...")
 
(+1)
 
Line 31: Line 31:
{{right|'ઈન્દ્રધનુ'માંથી}}
{{right|'ઈન્દ્રધનુ'માંથી}}
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સરિતાનું ગાન
|previous = ગોમતીને
|next = સુંદરજી બેટાઈ
|next = મનસુખલાલ ઝવેરી
}}
}}

Latest revision as of 10:26, 19 April 2026

૨. કેડી

સુંદરજી બેટાઈ

જોતાં જતાં અમને કેડી રે લાધી
વંકાતી જાય આઘી આઘી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી,

જીવનની ખીણમાં ઝંખાતી રે,
એવી એવી અમને કેડી રે લાધી.
વચ્ચે વચ્ચે રે શીળા બાંધ્યા વિસામા
પંથીના થાક પરમાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પરબું બેસાડી કોણે મારગના વાંકમાં
તરસ્યાંની આરત જાણી રે?
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.

માંડ્યાં સદાવ્રત કૈંક મહાવ્રતીએ,
આતમને આજ ઉજાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પૂરવ – પ્રવાસી કેરી પ્રગટ પનોતી
ભાવિને ર્હેતી ઉજાસી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.

કોણ જોગી ને વળી કોણ રે સંસારી?
સહુ કોઈ મારગ – પ્રવાસી રે;
જાગી જાગીને કોઈ ભાગે છે હંસલા,
સૂતા છે કૈંક અભાગી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
જીવનની જ્યોતિયે ઝંખાતી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
‘ઈન્દ્રધનુ’માંથી