ગુજરાતી નારીસંપદા : કવિતા/અટકળ મળે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પળ મળે!|જયશ્રી વિનુ મર્ચન્ટ ‘ભગ્ન’}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{Block center|<poem> ખુલ્લી પાંપણ પાછળ સંતાયેલી બસ અટકળ મળે! કોશેટામાં બંધ ભલે પણ રેશમ, રેશમ પળ મળે! પરપોટાની અંદર જ છુપાયેલું લ્યો, એ...")
 
(+1)
 
Line 22: Line 22:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કોફીના બે કપ
|previous = મુક્તિ
|next = મા
|next = અજાણ્યો પથ
}}
}}

Latest revision as of 02:25, 22 April 2026

પળ મળે!

જયશ્રી વિનુ મર્ચન્ટ ‘ભગ્ન’

ખુલ્લી પાંપણ પાછળ સંતાયેલી બસ અટકળ મળે!
કોશેટામાં બંધ ભલે પણ રેશમ, રેશમ પળ મળે!

પરપોટાની અંદર જ છુપાયેલું લ્યો, એ નીકળે!
શોધો ક્યાં ક્યાં ને અંતે ક્યાંથી જો ગંગાજળ મળે!

અંધારામાં એક કિરણભર અજવાળું બસ જોઈએ!
ત્યાં તો નભ છલકાવી દેતો પ્રકાશ જ ઝળહળ મળે!

સહુ પ્રશ્નોના ઉત્તરો સાથે જ મળે ક્યાંથી જિંદગી?
ક્યારેક પ્રશ્નો ને ક્યારેક ઉત્તરો અમથા સરળ મળે!

આથી જ અકારણની એની નફરત કરી મેં સદા સહન!
‘ભગ્ન’ ખબર છે કોને, ભલાઈનું શું ને ક્યાં ફળ મળે!

***