દરિયાપારથી.../યાયાવરી: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 7: Line 7:
દરેક સભાન વ્યક્તિ પોતપોતાની રીતે આ પ્રયત્નો કરે છે. હું પણ કરું છું. મારે માટે એ પ્રયત્ન સિદ્ધ થાય છે અપરિચિત સાથેના સંધાનથી. એમાંથી હું પામું છું વ્યાખ્યા વગરનો સંબંધ – નિરપેક્શ, નિર્ભેળ. આ રીતે, અપરિચિતની સાથે સુરક્શિત હોઉં છું, કારણકે સંદર્ભોની જટિલતા જકડતી નથી. સંબંધને મોકળાશ મળે છે – સહજ એક આકાર પામવાની.

આવા અનેક આકારો મારા મનમાં ગોઠવાતા રહે છે, અવનવી રચના કરતા રહે છે. ગામનાં ગામ વસી જાય છે મારા મનમાં. એમના રસ્તાઓથી જાણકાર હોઉં છું. જાઉં છું, આવું છું, ઘર સમજીને રહી જાઉં છું.  

રસ્તાનું એક ખંેચાણ હોય છે. માર્ગનો એક સાદ હોય છે. એ સાંભળીને રવીન્દ્રનાથ પૂછે છે, “રસ્તા પરથી કોણ જઈ રહ્યું છે? મને સાદ પાડતું પાડતું કોણ જાય છે આ?” રસ્તા પરથી એમ બોલાવતું જાય છે કોઈ ક્યારેક. ત્યારે સાથે થઈ જવાની આપણી તૈયારી ના પણ હોય. ક્યારેક આપણે સાદ પાડીએ ને કોઈ ના પણ આવે. ત્યારે એકલાં નીકળી પડવાની તૈયારી હોય તો?
રસ્તાનું એક ખેંચાણ હોય છે. માર્ગનો એક સાદ હોય છે. એ સાંભળીને રવીન્દ્રનાથ પૂછે છે, “રસ્તા પરથી કોણ જઈ રહ્યું છે? મને સાદ પાડતું પાડતું કોણ જાય છે આ?” રસ્તા પરથી એમ બોલાવતું જાય છે કોઈ ક્યારેક. ત્યારે સાથે થઈ જવાની આપણી તૈયારી ના પણ હોય. ક્યારેક આપણે સાદ પાડીએ ને કોઈ ના પણ આવે. ત્યારે એકલાં નીકળી પડવાની તૈયારી હોય તો?
દરેક પથનો સાથી હોય જ છે – આપણે જઈ ના શકતાં હોઈએ તો પણ. મહાકવિ એ જાણે છે, ને કહે છે, “ હે મારા પથના સાથી, તમને હું વારંવાર નમું છું.” મન પર આવી અદૃશ્ય ઉપસ્થિતિનો જો સ્પર્શ હોય તો પથ અખૂટ હોય તે જ સારું. ને માર્ગનો થોડો પણ ખ્યાલ હોય તો જ ભૂલા પડવાની મઝા.

જુદા જુદા રસ્તાઓ પર જતાં હોઈએ, તો જુદી જુદી મંઝિલ મળવાની શક્યતા ખરી. ઘરથી દૂર પણ ઘર વસાવી શકાતાં હોય છે. જો ધરતીનો છેડો ઘર બનતો હોય, તો ઘરનો છેડો ધરતી પણ બની શકે છે. ને તો પછી સ્થાનોમાં વહેંચાવાથી નિજત્વ ખૂટતું જતું નથી, પણ વધતું ને વિસ્તરતું જાય છે. દરેક અપરિચિત જણ મિત્ર જેવા લાગે છે, ને દરેક મિત્ર સ્વજન થઈ જાય છે. બધાં ‘વહાલાં’ જ.  