સરળ અલંકાર-વિવેચન/વિષમ: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|(૫) વિષમ :}} {{Poem2Open}} વિષમતા આ અંધકારના મૂળમાં રહેલી છે. જ્યાં બે પદાર્થો વચ્ચે વિરોધને કારણે વિષમતા હોય, ત્યાં વિષમ અલંકાર બને છે; અથવા જ્યાં કર્તાને પોતાની ક્રિયાનું-પ્રવૃત્તિન..." |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
{{Right|(કાદંબરી)}} | {{Right|(કાદંબરી)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે જેમાં પ્રવૃત્તિનું ફળ મળવાને બદલે ઊલટ અનર્થ વેઠવો પડે છે, તે બીજો પ્રકાર જોઈએ : | હવે જેમાં પ્રવૃત્તિનું ફળ મળવાને બદલે ઊલટ અનર્થ વેઠવો પડે છે, તે '''બીજો પ્રકાર''' જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>રત્નાકર ગણી સિંધુ, સેવ્યો ધનની આશથી; | {{Block center|'''<poem>રત્નાકર ગણી સિંધુ, સેવ્યો ધનની આશથી; | ||
Latest revision as of 03:21, 27 June 2026
વિષમતા આ અંધકારના મૂળમાં રહેલી છે. જ્યાં બે પદાર્થો વચ્ચે વિરોધને કારણે વિષમતા હોય, ત્યાં વિષમ અલંકાર બને છે; અથવા જ્યાં કર્તાને પોતાની ક્રિયાનું-પ્રવૃત્તિનું-ફળ મળવું તો દૂર રહ્યું, પણ ઉપરથી નુકસાન વેઠવું પડે, અનર્થ ઊભો થાય, ત્યાં પણ આ અલંકાર બને છે. સંસ્કૃતિમાં વિષમ અલંકારના આ ઉપરાંત પણ બીજા બે ભેદ છે, પણ અહીં તેની ચર્ચા આવશ્યક નથી. ક્યાં સિંહ ને ક્યાં શિયાળ ? ક્યાં ઘોડો ને ક્યાં ગધેડું ? ક્યાં સિંધુ ને ક્યાં બિંદુ ?—આ ઉદાહરણ વિષમ અલંકારનું છે. કેમકે અહીં પણ તુલનામાં રહેલી વિષમતા દર્શાવવામાં આવી છે. નીચેનું ઉદાહરણ આ જ પ્રમાણે માણસની ને પ્રકૃતિની શક્તિ વચ્ચે રહેલો ફરક વિષમ અલંકાર દ્વારા સ્ફુટ કરે છે :
નાનો ધોધ છતાં અહીં પ્રકૃતિની શક્તિ ભરી રાજતી ?
મત્સ્યના બળ ગર્વને રમતમાં ખંડી રહી ગાજતી !
ક્યાં સિંધુ ક્યહીં બિંદુ ? માનવતણી મૂર્ખાઈ જાતી ગળી,
ભક્તિથી શિર નમ્ર શ્રી-ભગવતી-પાયે પડે ત્યાં ઢળી.
(પારિજાત)
*
ક્યાં પેલું ભરવાડી વાછરડા જેવું મોં ને ક્યાં આ ગરીબ ગાય જેવું !
(મળેલા જીવ)
*
વાહ રે માનવી તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા વળી પ્રીતના ઘૂંટડા !
(મળેલા જીવ)
વિષમ અલંકાર પણ માળારૂપે રજૂ થઈ શકે છે : અરે ! ક્યાં આ સોમપાનને યોગ્ય મુખ, ને ક્યાં આ ફીણ ફીણ ને રુધિર કાઢતા તીક્ષ્ણ ચોકડાના ઘસારા ? ક્યાં કોમળ પલ્લવમાં સૂનાર આ કાયા ને ક્યાં આ પીઠ પરનું કઠોર પર્યાણ ? ક્યાં આ ફૂલથીય સુકુમાર ગાત્રો ને ક્યાં ચાબુકોના ફટકા? ક્યાં બ્રહ્મસૂત્ર ધારણ કરનારો દેહ ને ક્યાં આ ચામડાના બંધ ?
(કાદંબરી)
હવે જેમાં પ્રવૃત્તિનું ફળ મળવાને બદલે ઊલટ અનર્થ વેઠવો પડે છે, તે બીજો પ્રકાર જોઈએ :
રત્નાકર ગણી સિંધુ, સેવ્યો ધનની આશથી;
રહી દૂર ધન-પ્રાપ્તિ, ક્ષારવારિ પડ્યું મુખે.
અહીં રત્નાકર ગણાતા સિંધુની પાસેથી કંઈ મળવું તો બાજુએ રહ્યું પણ ઊલટું ખારું ખારું પાણી જ અમારા મોંમાં પડ્યું એમ કહીને બીજા પ્રકારની વિષમતા બતાવી છે. માટે આ વિષમાલંકારનું ઉદાહરણ છે. અલબત્ત આ અન્યોક્તિ છે.
*
ગરમીના દિવસોમાં તાપથી અકળાઈને એક ટાલિયો વિધિવશાત્ તાડના ઝાડ નીચે આરામ લેવા બેઠો; પણ એટલામાં જ ઉપરથી ફળ પડતાં ટાલિયાનું માથું મોટા અવાજ સાથે ભાંગી ગયું. ખરેખર! ભાગ્યહીન માણસ જ્યાં જ્યાં જાય છે, ત્યાં આપત્તિ આવે છે. અહીં (અર્થાન્તરન્યાસની સાથે) વિષમાલંકાર પણ રહેલો છે.