ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સંપાદક-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{right|'''— દર્શના ધોળકિયા'''}}
{{right|'''— દર્શના ધોળકિયા'''}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>'''અનંતરાય રાવળ'''</center>
<center>'''યશવંત શુક્લ'''</center>
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
યશવંત પ્રાણશંકર શુક્લ (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.
'''યશવંત પ્રાણશંકર શુક્લ''' (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 22:26, 20 July 2026

સંપાદક-પરિચય
ઉમાશંકર જોશી

ઉમાશંકર જેઠાલાલ જોશી (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા. કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે : ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’

– મણિલાલ હ. પટેલ

અનંતરાય રાવળ

અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ. તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા. તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.

— દર્શના ધોળકિયા

યશવંત શુક્લ

યશવંત પ્રાણશંકર શુક્લ (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા. વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.

✼ ✼ ✼