કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૨. સાંઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. સાંઈ| નલિન રાવળ}} <poem> :::પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૨. સાંઈ| | {{Heading|૧૨. સાંઈ|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
:::પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા, | :::પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા, |
Revision as of 09:45, 4 August 2021
૧૨. સાંઈ
પ્રિયકાન્ત મણિયાર
પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા,
આ મનનાં ઈંધણ સળગાવ્યાં, નાખ્યા ડુંગર ડેરા. — પાઈo
આંખ મીંચી અંધારાં બાંધ્યાં, ફૂટી સૂરજ સરવાણી,
એક આસને બેસી સફરી અરબી ઘોડી પલાણી,
કુરનિસ કરતા ઝૂક્યા હજૂર કૈંક નવાબ નમેરા. — પાઈo
નામ રહ્યું ના, ધામ ગયું, ને કોણ જોરુ ને છોરુ?
જીતી બાજી આ છેલ્લીવેલી જ્યાં નિજનું મૂક્યું મ્હોરું;
ઊડે અમારાં જુલ્ફાં પાગલ જાણે મોજી બટેરા. — પાઈo
ઇલમની લકડી દીધી સાંઈ! ધૂળમાં નાવ ચલાવી;
અલકમલકની આંખો જુએ કાઠની ગાય દુઝાવી;
પરકમ્મા કરતાં તુજ સાંઈ! છૂટી ગયા ભવફેરા. — પાઈo
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬)