મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૨): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૨)|રમણ સોની}} <poem> આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૨૨)|રમણ સોની}}
{{Heading|પદ (૨૨)|નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 04:54, 14 August 2021


પદ (૨૨)

નરસિંહ મહેતા

આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.
આજ રે૦
શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીંડું જોતી રે;
રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.
આજ રે૦
જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;
એક પલક આંખ મળી ત્યારે ‘હરિ હરિ’ કરીને ઊઠી રે.
આજ રે૦
ધમણ ધપાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;
આજ તો મારા હારને કાજે નારદને તેડાવું રે.
આજ રે૦
રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માયે રે;
આપો રે, હરિ! હાર અમારો, નહિતર જીવડો જાયે રે.
આજ રે૦
થાળ ભરી શગ માેતી મગાવ્યાં, અણવીંધ્યાં પરાેવ્યાં રે,
ભલે રે મળ્યાે નરસૈંયાનાે સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.
આજ રે૦