મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૨૧)|રમણ સોની}}
{{Heading|પદ (૨૧)|મીરાં}}
<poem>
<poem>
ચાલને સખી
ચાલને સખી

Latest revision as of 05:56, 14 August 2021


પદ (૨૧)

મીરાં

ચાલને સખી
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે,
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.          ચાલ

પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે;
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.          ચાલ

રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે;
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.          ચાલ