મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૯: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૯| રમણ સોની}} <poem> નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૯| | {{Heading|પદ ૯|અખાજી}} | ||
<poem> | <poem> | ||
નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે: | નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે: |
Latest revision as of 06:39, 14 August 2021
પદ ૯
અખાજી
નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે:
‘શોભા-સિંધુમાંહાં પ્રાણ મોરા, સખી! શીઘ્ર થૈને આજ તું જ રાખે. ૧
કોટિ કંદર્પ સુભગ શ્યામલવરણ, નૃપ નંદલાલ નીરખો જ નેણે;
ચિત્તતણું ચિત્ત ચાલ્યું ચિદાનંદમાં, વલ્લભ વક્ર ન થાય વેણે.’ ૨
નેત્રને નીરખીને નાર સમરથ નથી, માનિની થઈને કો માન કરવા;
નેણ ને વેણ વાર્યું કોઈ નવ કરે, એક એક આગળે જાય વરવા. ૩
મસમસતો મોડે ભર્યો મહાવજી, મરકલાં કરતો સુરતવંતો;
મનોજની ફોજ જીતીને પાછો ફર્યો, મહાસતી કેરડાં મંન હરતો. ૪
સખીએ સંયોગ કર્યો શ્રીનાથનો, રસભર્યાં રેણ, રસ વાધ્યો રંગે;
સુરત-સાગર માંહાં બેહુ ઝીલતાં હવાં, અખા અવલોકતાં આવ્યાં અંગે. ૫