મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૬): Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૬)|દયારામ}} <poem> મારું ઢણકતું ઢોર ::: (રાગ: કેદારો) મારું ઢણક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં, સીમખેતરખળું કાંઈ ન મૂકે, | મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં, સીમખેતરખળું કાંઈ ન મૂકે, | ||
ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે, રખડવું નિત્ય તેમાં ન ચૂકે. | ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે, રખડવું નિત્ય તેમાં ન ચૂકે. | ||
::::::::::::: મારું | :::::::::::::::::: મારું | ||
વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે, | વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે, | ||
કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે. | કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે. |
Revision as of 07:59, 19 August 2021
દયારામ
મારું ઢણકતું ઢોર
(રાગ: કેદારો)
મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં, સીમખેતરખળું કાંઈ ન મૂકે,
ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે, રખડવું નિત્ય તેમાં ન ચૂકે.
મારું
વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે,
કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે.
મારું
હેડલો હોડેરડો મારો માન્યો નહીં, થયું હરાયું, હાવાં હું તો હાર્યો!
વશ મારે નથી તદપિ મારું કહાવ્યું, માટે રહું છું ભયભીત ચિંતાનો માર્યો.
મારું
હે ગુરુ! ગોપાળ! મેં અરપ્યું એ આપને, વશ કરી રાખો નિજ પાસ માગું.
સાધુપણું શીખવી વૃંદાવન ચારજો, ક્લેશ મારા ટળે, પાય લાગું.
મારું
હે ક્ષીકેશ! એ ક્લેશ મુજ મનતણા આપ ટાળો, કરો શુદ્ધ સાચું,
સ્મરણસેવન બને અહર્નિશ આપનું, અચળ આનંદ માણે એહ જાચું.
મારું
મનમતિ બગડતાં સર્વ કાંઈ બગાડિયું, ડરવું બહુ નાથજી! દયા આણો,
જનદયાના પ્રીતમ શ્રીગોવરધનધરણ! કરુણ દૃષ્ટે જુઓ, નિજનો જાણો.
મારું